SearchBrowseAboutContactDonate
Page Preview
Page 815
Loading...
Download File
Download File
Page Text
________________ 6૧૩ શરિદા રત્ન આત્માનું અવિનાશી સ્વરૂપે દર્શન કરવાનું છે. તે માત્ર એક બે કલાક માટે નહિ, પણ જ્યારે આમા તરફ દષ્ટિ જાય ત્યારે એમ વિચારવું જોઈએ કે મારો આત્મા અવિનાશી છે. જ્યારે સમજાય કે મારો આત્મા અવિનાશી છે, શાશ્વત છે, ત્યારે વિનાશી શરીર, પરપુગલ અને ભૌતિક સંપત્તિના દર્શનમાં નિરસતા આવે. અવિનાશી આત્માની પ્રીતિ થઈ ગયા પછી પરપુદગલના સંગે અનિત્ય લાગે. જે અનિત્ય છે તેના સંગથી શું? એ સંગ વિયોગ રૂપ બની જાય છે. દરેક પરપુગલમાં અનિત્યતાને ભાસ થાય ત્યારે પર સંગમાં કે પર સોગના વિયેગમાં નથી થતો આનંદ કે અમેદ કે નથી થતે વિષાદ ! જીવ પર-પુદ્દગલના સંગમાં ફસાયો એટલે મહારાજાને આત્મભૂમિમાં પ્રવેશ કરવાનો માર્ગ મળી જાય છે. જ્યાં જીવે પરવસ્તુમાં સુખની કલ્પના કરી કે મેહ આત્મભૂમિમાં પ્રવેશી ગયે. આ મહિને દૂર કરવા માટે પરસંગ અનિત્ય છે એવી દષ્ટિ ખોલવાની જરૂર છે. અનાદિકાળથી જીવે પરમાં સુખ માન્યું છે, પણ આત્મામાં સુખનું દર્શન કર્યું નથી. આત્મામાં સુખનું દર્શન થાય માટે આત્મા નિત્ય છે, અવિનાશી છે, શાશ્વત છે એવી તત્ત્વદૃષ્ટિ આપવામાં આવી છે. જ્યાં સુધી આ દષ્ટિ ખુલતી નથી ત્યાં સુધી મોહ આમભૂમિમાં પ્રવેશી જાય છે અને ભયંકર બરબાદી કરી જાય છે. નમિરાજર્ષિની તત્વકષ્ટિ ખુલી ગઈ છે. જેને એક વાર સ્વાનુભૂતિ થઈ જાય તે આત્મા પરપુદ્ગલની માયામાં લપટાય નહિ. પુણિયા શ્રાવકનું નામ તે આપે ઘણીવાર સાંભળ્યું હશે. આ પુણિયા શ્રાવક રોજ સામાયિક કરતા. ૧૨ વ્રતમાં સામાયિકના વતન નંબર કેટલામો છે? નવમે. સામાયિક એ કોઈ સામાન્ય ચીજ નથી. સામાયિક ક્યારે લઈ શકાય? આગળના પ્રાણાતિપાત, મૃષાવાદ આદિ આઠ વ્રતનું પાલન કર્યા પછી નવમા સામાયિક વ્રતમાં આવી શકે છે. સામાયિક એટલે આત્મ સ્વભાવમાં સ્થિર થવાની ચાવી. સમતાભાવમાં રમણતા એનું નામ સામાયિક. એનો રસ એક વાર ચાખ્યો હોય તે તે રસ દાઢમાં રહી જાય. જેમ ભીલના બે છેકરાઓએ ક્યારે પણ કેરી જોઈ ન હતી, ચાખી પણ ન હતી. એ રસ્તેથી કેઈ દયાળુ માણસ નીકળ્યો. તેણે આ ભીલના છોકરાઓને કેરી આપી. તે છોકરાઓએ કેરી ખાધી. કેરી ખૂબ મીઠી લાગી. તે છોકરાઓ ઘેર જઈને તેમના માબાપને કહે છે, કે બાપુજી! બાપુજી! આજે અમે કંઈક ખાધું છે. બેટા ! શું ખાધું? અમને નામ નથી આવડતું. તે છોકરાઓએ કેરી ખાધી તેને સ્વાદ તેમની દાઢમાં રહી ગયો. તમે કઈ વાર જમવા જાવ ત્યાં રસોઈ બહુ ટેસ્ટફુલ હેય, બલ્બ ફરસાણ હોય ને મસાલાથી ભરપુર હોય ત્યારે તમે કહો છો કે આજનું જમણ દાઢમાં રહી ગયું છે, પણ કોઈ દિવસ કહો છો ખરા કે આજે મેં ભગવાનની વાણું સાંભળી તેને સ્વાદ મારા અંતરમાં રહી ગયો ?
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy