SearchBrowseAboutContactDonate
Page Preview
Page 806
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા રત્ન ૭૦૧ રૂપી શરીર પર ધર્મના અલંકારો ઝગમગી ઉઠશે. તમારા મન-વચન અને કાયા પર ધર્મની શોભા પથરાઈ જશે. તમારા વિચારમાં ધર્મની સુગંધ હશે, તમારી વાણીમાં ધર્મતત્વનો મંજુલ નાદ હશે, તમારા દરેક આચારમાં, જીવનના તમામ વ્યવહારમાં ધર્મ રૂપી પુષ્પનું સૌંદર્ય છલકશે. તેનાથી તમને અપૂર્વ શાંતિ અને અનુપમ આનંદને અનુભવ થશે. પૂર્વ જન્મના પુર્યોદય ઓછા હોય તે બાહ્ય ભૌતિક સુખ સગવડ ઓછી મળશે, પણ જે જીવનમાં ધર્મતત્ત્વને સ્થાન આપશો તો હૈયામાં શાંતિને સૂર્ય ઉગશે. અનોખા આનંદ સાગર ઘૂઘવશે. જેટલી શાંતિ મહત્ત્વપૂર્ણ છે એટલું સુખ મહત્વપૂર્ણ નથી. જેના હૈયાના હિંડોળે શાંતિ અને આનંદ છે, તેની આગળ અખિલ બ્રહ્માંડના સુખ પણ તેને સલામ ભરે છે. ભૌતિક સુખની પાછળ પાગલ બની ભટકનારાએ આત્માનંદનું મૂલ્યાંકન કેવી રીતે કરી શકે ? આત્માનંદ અને શાંતિ મેળવવા માટે જીવનમાં ધર્મને સ્થાન આપવું જરૂરી છે. જેમના જીવનમાં આત્માનંદની અલૌકિક મસ્તી ખીલી રહી છે એવા આપણું નમિરાજર્ષિ કે જેમને ત્યાં અઢળક ભૌતિક સુખ સગવડો હોવા છતાં એનો ત્યાગ કરી સર્વવિરતિ ધર્મને જીવનમાં સ્થાન આપ્યું. એમનું જીવન ક્ષમા–સમતા-સરળતા રૂપી અલંકારોથી ઝગમગી ઉઠયું. ઈન્દ્ર તેમની પરીક્ષા કરવા આવ્યા. પ્રજાજનેનું કરૂણ આકંદન જોઈને કહે છે હે નમિરાજર્ષિ ! આ બધાને જોઈને તમને અનુકંપા નથી આવતી? દયા નથી આવતી? તમારો અનુકંપા ધર્મ કયાં ગયા? દયા વગરને શું ધર્મ કહેવાય ખરો? તમે અનુકંપા ધર્મ છોડીને દીક્ષા લીધી છે ? “દયા ધર્મ કા મૂલ હૈ” તમારી દયા ક્યાં ગઈ? શું તમે દયાને દેશવટો દીધો છે? તમારી પત્નીઓ રડે છે, પુત્ર પરિવાર રહે છે. જે પ્રજા તમારા માટે પ્રાણ દેવા તૈયાર હતી, આપ પણ પ્રજાને પોતાના સંતાન સમાન ગણતા હતા, તે પ્રજા પોકાર કરે છે. કરૂણ સ્વરે વિલાપ કરી રહી છે, છતાં તમે તેમના સામું જોતા નથી ! ત્યારે નમિરાજર્ષિએ કહ્યું–હે વિપ્ર ! જેમ ઝાડ પડી જવાથી પંખીઓ રડે છે, તે ઝાડને નથી રડતા પણ પિતાને બેસવાનું ટળી ગયું, આશ્રય મળતું બંધ થયે તેથી પોતાના સ્વાર્થને રડે છે, તેમ એ બધાને પણ મારા તરફથી મળતું સુખ બંધ થઈ ગયું તેથી રડે છે. મારો અનુકંપા ધર્મ ચાલ્યો ગયે નથી. હું દયાહીન નથી. આ બધા મને રડતા નથી પણ તેમના સ્વાર્થને રડે છે. - જ્ઞાની પુરૂષએ બે વાત બતાવી છે. એક સ્વાર્થ અને બીજે પરમાર્થ. સ્વાર્થ અંધકાર છે ને પરમાર્થ પ્રકાશ છે. જીવનમાં પ્રકાશ આપવાની તાકાત સ્વાર્થમાં નહિ પણ પરમાર્થમાં છે. માનવ જ્યાં સુધી પરમાર્થ તરફ પગલું માંડતો નથી ત્યાં સુધી સ્વાર્થની બદબૂ એના જીવનની આસપાસ ઝેરી હવામાન ફેલાવે છે. સ્વાર્થ માણસને ઝેરી બનાવે છે. સ્વાર્થ ખાતર માનવી સગાભાઈનું, સગા બાપનું કે પત્ની પિતાના પતિનું ખૂન
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy