SearchBrowseAboutContactDonate
Page Preview
Page 791
Loading...
Download File
Download File
Page Text
________________ ९८६ શારદા રત્ન આવ્યા છે તે જવા દેવી નથી. વળી એ વિચાર આવે છે કે સગાઈ તે કરી દઉં પણ છોકરાને પરણવા લઈ જ કેવી રીતે? એ કરે તો એંયરામાં રોગથી રીબાય છે. નોકર એને ખાવા પીવાનું આપવા જાય છે. અમે પણ એનું મુખ જેવા જતા નથી. આ રીતે શેઠ મૂંઝવણમાં પડ્યા છે કે દીકરાની સગાઈ કરવી કે ન કરવી. આ દંભી શેઠ હવે કેવી માયા રચશે ને તેનું પરિણામ શું આવશે તેના ભાવ અવસરે. વ્યાખ્યાન નં. ૭૬ આસો સુદ ૯ ને મંગળવાર તા. ૬-૧૦-૮૧ બા. બ્ર. પૂ. ચંદનબાઈ મહાસતીજીના ૩૦ ઉપવાસના પારણને મંગલ પ્રસંગ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેનો ! મહાન પુણ્યોદયે આપણને જૈનશાસનની શીતળ છાયા મળી છે. જૈનશાસનને પામ્યાનું ગૌરવ જેના હૈયામાં હોય તે સંસારથી અલિપ્ત રહે. તેને પાપનો ભય હોય. પરભવને સુધારવાની ભાવના એના ચિત્તમાં ક્ષણે ક્ષણે રમતી હોય. એ આત્મા જે કાંઈ પ્રવૃત્તિ કરે તેમાં મારો આત્મા શું પામ્યો ? કેટલી કમાણી થઈ? એવી વિચારધારા તેની સતત ચાલુ રહે. એવા આત્માઓના કર્મના બંધન શિથિલ થયા વિના ન રહે. તેને નવા કર્મ બંધાય તે પ્રાયઃ શુભ બંધાય, અશુભ તે કારક બંધાય અને તે પણ અહ૫ પ્રમાણમાં બંધાય અને પૂર્વે બાંધેલા કર્મો વેરવિખેર થઈ જતાં વાર ન લાગે. કે જૈનશાસન જગતમાં અજોડ છે. તેની દષ્ટિ અત્યંત વિશાળ છે. તેમાં જીવોનું - સૂકમમાં સૂકમ સ્વરૂપ દર્શાવવામાં આવ્યું છે, કારણ કે એ શાસનના પ્રરૂપકે શ્રી સર્વજ્ઞ ભગવંતે હતા, તેથી તેઓએ ચરાચર વિશ્વનું, પળે પળે પલ્ટાતી દુનિયાનું તેમજ ભૂત-ભવિષ્ય અને વર્તમાન એમ ત્રણે કાળનું યથાર્થ સ્વરૂપ બતાવી જગત ઉપર મહાન ઉપકાર કર્યો છે. જે આ શાસન આપણને મળ્યું ન હોત તે આપણે અનાથ બનીને વિષય કષાયના અંધકારમાં જ્યાં ત્યાં અથડાતા હોત ને દુર્ગતિઓના આંટા મારતા હોત. કલ્યાણકારી, મંગલકારી, જિનશાસનને ઉપકાર કયાં કયાં નથી પહોંચ્યો ! હરિબળ જેવા માછીમારને ય પહેલી પકડાયેલી માછલી છોડી મૂકવાની પ્રતિજ્ઞા અપાવીને એનું કલ્યાણ કરાવ્યું. રેહણીયા ચોરને એણે બચાવ્યો. ડાકુ દઢપ્રહારીને એ ભવે એણે મોક્ષ અપાવ્યો. નર્તકીના મોહપાશમાં ફસાયેલા શ્રેષ્ઠિપુત્ર ઈલાચીકુમારને બચાવી લઈને વાંસ ઉપર કેવળજ્ઞાનની ભેટ આપી. સુષમાના ખૂની ચિલાતી પુત્રને ઘર પશ્ચાતાપ કરાવીને મુક્તિને પંથ બતાવ્યો. ગર્વથી ધમધમી ઉઠેલા બાહુબલીની મુઠ્ઠી ભરત ઉપરથી ફેરવાવી લઈ પિતાના માથે મૂકાવનાર એ જ શાસન હતું. સમરાંગણને સમતાંગણ બનાવનાર અને આગારમાંથી અણગાર બનાવી દેનાર પણ એ જ શાસન. પુણ્યપનોતા શાસનબળે મહાઘાતકી અને અતિ દૂર પરિણામવાળા દઢ પ્રહારી, અર્જુન માળી, શૂલપાણી જેવા આત્માઓ પણ મહાત્મા બની પિતાના ધૃવનને ધન્ય બનાવી
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy