SearchBrowseAboutContactDonate
Page Preview
Page 769
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૪ શારદા રત સચમ લેવાને તત્પર બન્યા છે એવા મિરાજાએ દેવલાકના સમાન દિવ્ય કામલેાગાને છેડવા. કામભાગેાને છેાડવા એ ઘણું કઠીન કામ છે. दुपरिच्चया इमे कामा, ना सुजहा अधीर पुरिसेहि । અડ્ સન્તિ મુયા સાદું, ને તરન્તિ અન્તર વળિયા TM II ઉત્ત.અ. ૮ ગા.૬ આ કામભાગ દુસ્યજ્ય છે. અધીરપુરૂષ એ કામલેાગેાને સુખપૂર્ણાંક ત્યાગી શકતા નથી. જે સુવતી સાધુ છે તે વિણકની જેમ આ વિષયરૂપ સમુદ્રને તરી જાય છે. જે રીતે વહેપારી વહાણુદ્વારા સમુદ્રને તરી શકે છે તે રીતે વિષયભાગ રૂપી દુસ્તર સંસારસમુદ્રને પાર કરવા માટે સંયમ એ જહાજ સમાન છે. જે કાયર પુરૂષ છે, અલ્પ સત્ત્વવાળા છે તેમને માટે કામભાગેાના ત્યાગ કરવા કઠીન છે, અને જે મહાસત્ત્વવાળા તથા ધૈર્યાદિ ગુણેાથી યુક્ત છે તેમને માટે કામભેાગેાના ત્યાગ કરવા કઠીન નથી. નમિરાજાએ કામભાગાના ત્યાગ કર્યા. નિમરાજાએ શું શું છેડીને દીક્ષા લીધી તે હવે બતાવે છે. मिलि सपुरजणवयं', बलमोरोह च परियणं सव्व ं । चिच्चा अभिनिक्खन्तो, एगन्तम हिडिओ भयव ॥४॥ મિથિલા નગરી, નગર, દેશ, સેના, અન્તઃપુર, અને પરિજન આદિ બધાને છેાડીને ધૈર્યાદિ ગુણસ‘પન્ન ભગવાન નમિરાજા ઘરથી નીકળીને દીક્ષા લઈ ને મેાક્ષમાર્ગમાં અધિષ્ઠિત થયા. નમિરાજાએ સારી મિથિલા નગરી અને તેના બધા ગામો સહિત નગરીના ત્યાગ કર્યાં. આ મિરાજાએ સારા રાજ્યના, ચાર પ્રકારની સેનાના ત્યાગ કર્યા અને આખા અતેઉરની ૧૦૦૮ રાણીએ તથા બીજા સ્વજના બધાને છેડીને દીક્ષા ગ્રહણ કરી. નમિરાજા પ્રત્યેક યુદ્ધ હતા. પ્રત્યેકમુદ્ધ કાને કહેવાય? જગતની નજરે સાધારણ દેખાતા કાઈ દ્રશ્ય જોતાં જેના આત્મા એકાએક જાગી ઉઠે અને એ પાતાની વતન-વાટ (મેાક્ષ) શેાધવા નીકળી જાય. ઇન્દ્ર ધનુષ્યના પલ્ટાતા રંગા, વિખરાતા વાદળ કે ખીજા ઢાઈ ક્ષણિક્તાના દ્રશ્યા જોતાં જે સૉંચમ સ્વીકારવા સજ્જ બની જાય એમનું નામ પ્રત્યેકબુદ્ધ. નમિરાજે કંકણના કેકારવથી પ્રેરણા મેળવી લીધી અને પ્રેરણાના એ પ્રકાશ પંથે પગલી ભરવા તૈયાર થઇ ગયા. ૧૦૦૮ રાજરમણીઓ, દેશદેશનું આધિપત્ય, આ બધા પ્રલાના નમિરાજને મન સાવ અકારા થઇ પડયા ને મહાભિનિષ્ક્રમણના માગે નીકળી ગયા. દેહ પર પડેલી કામનાની કાંચળીએ મિરાજે એક પછી એક ઉતારવા માંડી. મસ્તક પરથી મુગટ ઉતારી દીધા. મને ભૂજા પરના બાજુબંધ ઉતાર્યા અને કમ્મરેથી સુવર્ણ કંદોરા કાઢી નાંખ્યા ત્યારે એમના મનમાં થયું કે હાશ, હવે હુ' હળવા બની ગયા. નમિરાજા પ્રત્યેકબુદ્ધ હતા તેથી સ્વય દીક્ષા લીધી. દેવાએ આવીને તેમને આધારજોહરણ ને સાધુવેશ આપ્યા. મિરાજ હવે મિરાજષિ બન્યા. પેાતાના પતિને સાધુવેશમાં સજ્જ થયેલા જોતાં જ રાણીઓની આંખમાંથી આંસુધારા છૂટી. તેઓ કર્ણસ્વરે ન કરવા લાગી. પગમાં પડીને કહે છે.
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy