SearchBrowseAboutContactDonate
Page Preview
Page 710
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા રત્ન લહેરાતીદેખાઈને આનંદ મંગલના શંખનાદ કુંકાતા સંભળાયા. યુદ્ધવિરામ જાહેર થયે ને માતૃત્વનો વિજય થયો. ચંદ્રશે નગરના દરવાજા ખેલાવી નાંખ્યા. અને સવારી સાથે એ બહાર નીકળે. સવારીની દેખરે યુદ્ધવિરામ સુચક સફેદ ધ્વજાઓ લહેરાઈ રહી હતી. નમિરાજે સામેથી ચંદ્રયશને આવતા જોયા એટલે એણે મેટાભાઈને ભેટી પડવા દોટ મૂકી. નાનાભાઈની દોટ નેતા ચંદ્રશે પણ નાનાભાઈને મળવા દોટ મૂકી. તે વખતને આનંદ તે અનુભવે એ જ જાણે. બંને ભાઈ હાથેહાથ મિલાવી એક બીજાને ભેટી પડ્યા. એ આલિંગનમાં સર્વ ક્રોધ, કલેશ અને શત્રુત્વ ચગદાઈ ગયા. બંને રાજાને આ રીતે ભેટતા મિથિલાની અને સુદર્શનની પ્રજા જોતી રહી. બધાના મુખ પર જાણે ગુલાબના ફૂલ ન ઉગ્યા હોય તેવા ખીલી રહ્યા હતા. એક બીજાએ પરસ્પર પિતાની ભૂલની માફી માંગી. જે એકબીજાના દોષ જોતા હતા તે હવે ગુણગ્રાહક થઈ ગયા. જે ગુણી આત્મા છે તે તે પિતાના શત્રુને પણ સત્ય વાત કહે. જે સત્ય વાતથી કદાચ પોતાને નાશ થાય એ પ્રસંગ હોય છતાં સત્ય વાત કહેતા અચકાતા નથી. મહાભારતને એક પ્રસંગ છે. કુરુક્ષેત્રના મેદાનમાં કોર અને પાંડ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું હતું. મહાપરાક્રમી ભીષ્મ પિતામહ સેનાધિપતિ તરીકે કૌરવોના પક્ષમાં રહીને લડતા હતા, પણ હથિયાર ઉપાડતા એમના હાથ ઢીલા પડતા હતા. મન મૂકીને લડતા ન હતા. આ જોઈને કોરના મનમાં વિચાર થયો કે ભીષ્મપિતામહ અમારી તરફેણમાં છે, છતાં પાંડવો ઉપર જોરથી એમના હાથ ઉપડતા નથી. પાંડવોને નાશ કરી શકતા નથી, પણ દુર્યોધન કહી શકે કેવી રીતે ? આ પ્રશ્ન પૂછવો કોને ? છેવટે વિચાર આવ્યો કે હું ધર્મરાજા પાસે જાઉં. તે મારા પ્રશ્નને સત્ય જવાબ આપશે. ધર્મરાજા અને દુર્યોધન સામસામા શત્રુ છે. છતાં દુર્યોધન બીજા કેઈ ને ન પૂછવા જતા ધર્મરાજાને પૂછવા ગયો. આપ વિચાર કરો કે દુર્યોધનને ધર્મરાજા ઉપર કેટલે વિશ્વાસ હશે ! શત્રુ પૂછવા જશે તે પણ સત્ય બેલશે એ તેને સો ટકા ખાત્રી હતી. આજે તમારા ઘરમાં એક બીજા પ્રત્યે આટલો વિશ્વાસ છે? આ સંસાર ચારે બાજુથી સળગી રહ્યો છે. ધર્મરાજાની અપૂર્વ સત્ય નિષ્ઠા ? દુર્યોધને પૂછ્યું ધર્મરાજા! ભીષ્મપિતામહ અમારા પક્ષમાં છે છતાં મન મૂકીને લડતા કેમ નથી? તમારી સેનાને કચ્ચરઘાણ કેમ કરી શકતા નથી? દુર્યોધન! સત્યવાદી પુરૂષ કચ્ચરઘાણ નહિ કરી શકે? કેમ? દુર્યોધન ! તેનું કારણ છે કે તેમના પેટમાં જતે આહાર બિલકુલ પવિત્ર છે, અને એટલા માટે તેઓ અસત્યના પક્ષમાં રહેવા છતાં સત્યના પક્ષમાં રહેલી અમારી સેનાને કચ્ચરઘાણ કાઢતા નથી. દુર્યોધન કહે, પણ એ તો ચાલે કેમ ? તમારો કચ્ચરઘાણ કાઢી નાંખવાનું તેમને મન થાય તેવો કોઈ ઉપાય ખરો ? ધર્મરાજા કહે-હા, ભીષ્મપિતામહના ભેજનમાં જે કોઈ પાપીનું થોડું પણ ભજન તેમના પેટમાં જાય તે તેમની બુદ્ધિ બગડે, પછી તેઓ અમારી ખબર લીધા વિના નહિ રહે. ધર્મરાજાની કેટલી સત્ય નિષ્ઠા! એ જાણે
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy