SearchBrowseAboutContactDonate
Page Preview
Page 695
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦ શારદા રત્ન લાપ થાય ને જીવાની હિંસા થાય ! કેટલુ· પાપ થાય ! કેટલા પાપના ભય છે ! કેટલી જીવા પ્રત્યે કરૂણા ! કેટલી અનુક॰પા ! આ કરૂણાસાગર મુનિ એ આહારને હલાવીને હેાંશે હાંશે ઘટક ઘટક પી ગયા. નાગેશ્રી પર જરા પણ ક્રોધ કે રાષ ન કર્યાં. અરે, નાગેશ્રી ! તને કોઈ ન મળ્યું કે તેં મને બધા આહાર વહેારાવી દીધા. ના...ના...હાં... મનમાં વિચાર પણ નથી આવતા. કેટલી ક્ષમા ! જેટલા તપ મહાન ઉગ્ર છે તેટલી ક્ષમા પણ મહાન છે. તપની સાથે ક્ષમા હૈાય તા એ તપના તેજ કેાઈ અલૌકિક પ્રકાશ પાથરે છે. આ વિષયુક્ત આહાર મુનિના શરીરમાં પરિણમવાથી તેમની નસે નસે તૂટવા લાગી, માથાની નસેા ખેચાવા લાગી. શરીર ભાંગવા લાગ્યું, ત્યારે સમતાના સાગરસુતિ આત્માને શું કહે છે ? તારી નસેા નથી તૂટતી પણ તારા કર્માં તૂટી રહ્યા છે. નસા નથી ખેચાતી પણ આત્મપ્રદેશ પરથી કર્માં ખેંચાઈ રહ્યા છે. તારું શરીર નથી ભાંગતુ, પણુ કર્મની ગાંઠા ભાંગે છે. તેમને કાઈ ઉપદેશ નાર નથી. પેાતે સ્વયં ગુરૂ બની ગયા. હું આત્મા ! તને કાંઈ થતું નથી, જે થાય છે તે દેહને થાય છે. આત્મા દેહથી ભિન્ન છે, માટે તું પાડેાશી બનીને નિરીક્ષણ કર. રખે ને તું વિભાવમાં જતા મા. કેવી એ ક્ષમાવીર મુનિની ભાવના ! કેવી અજોડ સાધના ! મુનિએ જાણ્યુ કે હવે આ મારા દેહ ટકવાને નથી, એટલે સર્વે જીવાને ખમાવી, પેાતાના ઉપકારી ગુરૂદેવને યાદ કર્યા, પછી આલેાવી, નિદી, નિશલ થઈને ભૂમિનું, કપડાનું તથા પાતરાનું પ્રતિલેખન કરી જાવજીવન સંથારા કરી લીધે. શુદ્ધ ભાવનાના અપૂર્વબળે અનુત્તર વિમાનમાં ગયા. એકાવતારી અની ગયા. તપસ્વીની શોધમાં મુનિએ : ધ રૂચી અણગારને ગયા ઘણા સમય થયા, છતાં મુનિ ન આવ્યા એટલે ખીજા શિષ્યા કહે, ગુરૂદેવ ! હજી આપણા મહા તપરવી સુનિ કેમ ન આવ્યા ? અમે તપાસ કરવા જઇએ. ગુરૂની આજ્ઞા લઈ શિષ્યા ધર્મ રૂચી મુનિને શેાધવા ગયા. શેાધતા શોધતા જ્યાં ધર્મરૂચી અણુગારનું શબ પડથુ હતુ ત્યાં આવ્યા, તેા મુનિનું શખ જોયું. પાતરું બાજુ પર પડથું હતું. આ જોઇને મુનિએ છૂટી પાકે રડથા. અહાહા... અમારા મહાતપસ્વી ક્ષમાવત મુનિ ચાલ્યા ગયા. દિલમાં ખૂબ આઘાત લાગ્યા. આવા તપસ્વી ચારિત્રસ’પન્ન મુનિના સહકારથી ખીજામાં ચારિત્રમળ વધે છે. સ્વાધ્યાય—ધ્યાન આદિના સહકારથી તેમની પ્રેરણાથી બીજા જીવા એમાં જોડાય છે, તેથી એમના સહકાર ચાલ્યેા જતાં આંખમાં આંસુ આવે છે. શિષ્યા રડતા દિલે ગુરૂ પાસે આવ્યા ને ગુરૂદેવને બધી વાત કરી. ગુરૂદેવ ! આપણા મહાન તપસ્વી શિષ્ય તે કાળધર્મ પામી ગયા. આટલું સાંભળતા ગુરૂના દિલમાં એકદમ આધાત લાગ્યા ને મુખમાંથી કારમી ચીસ પડી ગઈ. શિષ્યના વિયાગથી ગુરૂના મુખમાંથી ચીસ કેમ પડી ? શિષ્યે ગુરૂ ભક્તિથી અને વિનયથી ગુરૂના હૃદય સિંહાસન પર સ્થાન જમાવ્યું હતું. તેથી આવા શિષ્ય ચાલ્યા જાય ત્યારે તેના ગુરૂદેવની આંખમાં આંસુ આવી જાય છે. ગુરૂદેવ ધ વાષ મુનિને કેવળજ્ઞાન, મનઃપવજ્ઞાન કે અવધિજ્ઞાન ન હતું, પણ તેમનુ મતિજ્ઞાન અને
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy