SearchBrowseAboutContactDonate
Page Preview
Page 458
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા રત્ન ૩૫૩ આવડે છે આવું કાંઈ? કઈ સંતે તમારી દુકાન પાસેથી પસાર થાય તે તમે બેઠા રહો છે કે નીચે ઉતરી જાઓ છો? (શ્રોતામાંથી અવાજ–નીચે ઉતરતા નથી.) જો સંતોને આટલો વિનય નથી કરતા તો બીજાને તે વિનય કરો જ કેવી રીતે ? જે આપણામાંથી આટલે વિનય પણ ચાલ્યો જાય તો સમજવું કે હજુ આપણે ધર્મના સ્વરૂપને સમજ્યા નથી. વિનય અને વિવેક વિના ધર્મ થઈ શકતો નથી. ભગવાન દશવૈકાલિક સૂત્રમાં બેલ્યા છે કે “વિળો મૂળે ધમો.” વિનય ધર્મનું મૂળ છે. ધર્મને પ્રારંભ વિનયથી થાય છે, તેથી ઉત્તરાધ્યયન સૂત્રમાં સૌથી પ્રથમ અધ્યયન વિનયનું બતાવ્યું છે. જે જીવનમાં વિનય હશે તો બીજા ગુણ સહજ રીતે આવે છે. મહાપુરૂષોને, ગુરૂદેવને વિનય કરવો તે દૂર રહ્યો પણ શું તમે માતાપિતાને વિનય કરો છો ખરા? વડીલેને વિનય કરે છે? દિવસમાં ત્રણવાર માતાપિતાને પગે લાગો છે? (શ્રોતામાંથી અવાજઅરે! એકવાર પણ નથી લાગતા, પગે લાગતા શરમ આવે છે.) કયારે પગે લાગી શકે? નમ્રતા વિના નમન થઈ શકતું નથી. આજે નમ્રતા ચાલી ગઈ છે. અભિમાનમિથ્યાભિમાન ખૂબ વધી રહ્યું છે. જે તમને માતાપિતાને નમન કરતાં શરમ આવે છે તે પછી તમારા બાળકો છે કરશે? જે તમને તમારા બાળકેએ તમારા મા-બાપને પગે લાગતા જોયા હોય તે બાળકો જરૂર તમને પગે લાગે, પણ તમે એવો આદર્શ આપ્યું નથી. બોલે, આપ્યો છે આ આદર્શ ? હા, આદર્શ આપ્યો છે ખરો, પણ કેવો આદેશ આપ્યો છે? અપમાન કરવાનો, તિરસ્કાર કરવાને, ગાળો દેવાને. યાદ રાખજો તમે તમારા માબાપ સાથે જે વ્યવહાર રાખશો તેવો વ્યવહાર તમારા બાળકે તમારી સાથે રાખશે. તમારા બાળકોને કોન્વેન્ટ સ્કુલો અને કોલેજોમાં મોકલીને શું લાભ મેળવ્યો? એટલે જે થોડી ઘણી નમ્રતા હતી તે પણ ચાલી ગઈ, અને બની ગયા અભિમાનના પૂતળા ! અભિમાનમાં ક્યારેય નમ્રતા જોઈ છે ખરી ? નમ્રતા વિના વિનય કયાંથી આવે ? વિનય વિના ધર્મ ક્યાંથી આવે? વિનયનું શિક્ષણ તો નાનપણથી આપવું જોઈએ. માતા પિતાને વિનય કરનાર બાળક સ્કૂલમાં શિક્ષકોનો પણ વિનય કરશે. સમાજમાં વડીલને વિનય કરશે. ઉપાશ્રયમાં સાધુસંતેને વિનય કરશે. આ જીવરાજ શેઠે નારદજીને કેવો વિનય કર્યો? કેટલે બધે વિવેક કર્યો? કહેવત છે કે વિનય વેરીને પણ વશ કરે છે. શત્રુને વશ કરવા માટે વિનય એ જડીબુટ્ટી છે. અહીં જીવરાજ શેઠના વિનયથી નારદજી પ્રસન્ન થઈ ગયા. તેમના પ્રત્યે શુભ ભાવ જાગે, અને નારદજીએ વૈકુંઠમાં જવાનો વિચાર કર્યો. જીવરાજ શેઠને કેઈ પણ રીતે વૈકુંઠમાં લઈ જવા એવો નિર્ણય કરી નારદજી. વિમાનમાં બેઠા. વિમાન વકુંઠ તરફ ઉપડયું. જીવરાજ શેઠ નારદજીને વિમાનમાં જતા જોઈ રહ્યા. નારદજી તે વૈકુંઠમાં પહોંચી ગયા. તે ભગવાનને મળ્યા. ભગવાને તેમને પૂછ્યું. નારદજી મૃત્યુલોકના નવા જુના શું સમાચાર લાવ્યા છે ? તે કહો. નારદજીનું
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy