SearchBrowseAboutContactDonate
Page Preview
Page 395
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૦ શારદા રત્ન રૂપી બ્રિટીશએ તો અનંતકાળથી આત્માને ચતુર્ગતિ સંસારમાં રખડાવીને હેરાન પરેશાન કર્યો છે. આ આઠ કર્મોમાં મેહનીય કર્મ બધાને નાયક છે. મેહની રાજધાનીમાં વસવાટ કરતાં આજ સુધીમાં આપણે અનંત કાળ ગુમાવ્યું. એ દુષ્ટ મહિના રાજ્યમાં આજ સુધી જે મહાન દુખ સહન કર્યા છે, અને કરી રહ્યા છે, તેમાંથી કેવી રીતે છૂટાય તે માટે આજે હું આપને રવતંત્રતા ઉપર થોડું કહીશ. તમારી દેશની સ્વતંત્રતા, પરતંત્રતામાં પટાઈ જનારી રેવતંત્રતા છે. એ સાચી રવતંત્રતા નથી, સાચી રવતંત્રતા એટલે આત્માનું સામ્રાજ્ય. મહિના સામ્રાજ્યથી દૂર રહેવું. જગતવતી જીવ જેમ કાળથી બચી શક્યો નથી, તેમ મોહથી બચી શકયો નથી. સાચી સ્વતંત્રતા મેળવવામાં આ માને ચાર કનડગત છે. તે ચાર કઈ? શાનાવરણીય, દર્શનાવરણીય, મેહનીય, અંતરાય. જ્ઞાનાવરણીય આત્માના અનંતજ્ઞાનને અટકાવે છે. દર્શનાવરણીય તો એનાથી જબરું છે. જે સામાન્ય ઝાંખી પણ ન થવા દે. મેહનીય કર્મ આત્માને મુંઝવે એટલે આત્મા અનંત આનંદને અનુભવ ન કરી શકે. અંતરાય કર્મ અનંત દાન, અનંત લાભ તથા અનંત ભાગમાં અટકાયત કરે છે. આ ચાર કર્મોમાં પણ વધુ અટકાયત કરનાર મોહનીય કર્મ છે. - આઠ કર્મોમાં મેહનીય કર્મને રાજા તરીકેનું સ્થાન અપાયું છે. મેહનીય કર્મને કબધિરાજ કહેવાય છે. એક મહિના નાશમાં બધા કર્મોનો નાશ છે અને આ એકના દ રીજ્યમાં બધા કર્મોનું રાજ્ય છે. બારમા ગુણઠાણે જ્યાં મોહનો નાશ થાય છે, ત્યાં બીજા ત્રણ ઘાતી કર્મોને તો બે ઘડીમાં આપોઆપ નાશ થઈ જાય છે અને ચાર ઘાતી કર્મોનો ક્ષય થયા પછી બીજા ચાર અઘાતી બાકી રહે છે, પણ તે આત્મા ઉપર કઈ જાતની અસર કરતા નથી, એટલે એ તદ્દન પાવર વગરના થઈ જાય છે. સર્પ ત્યાં સુધી જોર કરે છે કે જ્યાં સુધી એના મુખમાં ઝેરની કોથળી હોય. ઘાતી કર્મો ઝેરની કોથળીથી યુક્ત વિષધર જેવા છે. તેમાં પણ ખરો ઝેરીલે નાગ તે મોહ છે. એના દંશથી જગતના જીવ ચેતના વગરના થઈ ગયા છે. એના ઝેરની સીધી અસર આત્મા ઉપર થાય છે. એ અસર એટલી બધી જોરદાર થાય છે કે આત્મામાં આ મહત્વ રહેતું નથી. આમાના જે અનંત જ્ઞાનાદિ ગુણો છે તે ગુણોને જે અત્યારે ઉઘાડ નથી એનું કારણે આ મેહનીય કર્મ છે. જેમ ઝેર ચઢવાથી દેહની શુદ્ધતા, બુદ્ધતા રહેતી નથી તેમ આ મહિના નશાથી આત્મા પણ મૂચ્છિત જેવો બની ગયે છે. માણસ ગમે એવો જ્ઞાની હોય પણ જે મદિરાનો નશો ચડેલ હોય તે તે અજ્ઞાની જેવો લાગે છે. એનું જ્ઞાન એના માટે તે વખતે કાંઈ પણ ઉપયોગી થતું નથી. જે ચેષ્ટાઓ પાગલ માણસને પણ તે છાજે તે ચેષ્ટાઓ તે તાલીઓ પાડી પાડીને કરતો હોય છે. આ તો સામાન્ય દાખલો છે, પણ એ આત્મા ઉપર ઘટાવવો છે. આત્મામાં અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતસુખ અને અનંતવીર્યાદિ એવા અનંતગુણ ભરેલા છે, પણ મોહને એવો નશો ચઢ્યો છે કે એ અનંતગુણે કાંઈ પણ ઉપગને નથી. સત્તામાં અનંત ગુણસંપત્તિ
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy