SearchBrowseAboutContactDonate
Page Preview
Page 327
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૨ શારદા સ્તન યુવરાજે આજ્ઞા આપી છે કે, મહારાજાને આવવા દો. હવે આપ અંદર જઈ શકો છો. કર્તવ્યને વશ થઈ અમારાથી કઈ અવિનય અપરાધ થયો હોય તે માફ કરશે. મણિરથે કહ્યું, આજ્ઞા વિના કેઈને અંદર ન જવા દેવા એ તમારું કર્તવ્ય હતું. મણિરથ અંદર આવ્યા. તેમને પલંગ પર બેસાડ્યો, અને યુગબાહુ સામે બેઠે. મયણરેહા પડદા પાછળ ચાલી ગઈ છે. બંને ભાઈ બેઠા છે, કેઈ કાંઈ બોલતા નથી. બંને એકબીજાના સામું જોઈ રહ્યા છે. બંનેના મનમાં જુદા જુદા વિચારે છે. યુગબાહુના મનમાં મયણરેહાએ જે વાત કરી હતી તે બધી તેની નજર સમક્ષ દેખાય છે. મને યુદ્ધમાં મેકલીને તેણે આવું કર્યું? મને આવે દગો દીધે? માયાવી માણસ મેઢ મીઠું બેલે, પણ અંદર તે જુદું જ હોય છે. મણિરથના મનમાં એવા વિચાર આવે છે કે, હું કેવી રીતે યુગબાહને મારું ને મયણરેહાને કબજામાં લઉં. આ રીતે બંને ભાઈઓ બેઠા છે, વધુ અવસરે. ચરિત્ર :–ઉદયચંદ શેઠના મુનીમના અત્યંત આગ્રહથી સાગરદત્ત શેઠ વગેરે બધા ત્યાં જમવા માટે ગયા. સાગરદત્તને મોટા માણસની પંક્તિમાં જમવા બેસાડયા. બધાને જમવા માટે સેનાની થાળી આપી. અને એટલે સાગરદત્ત બાકી રહ્યા તેમને સેનાની કાના કેટલી થાળી આપી. આ જોઈને શેઠ સમજી ગયા કે નક્કી આ થાળીઓ મારા ઘેરથી ઉડીને એ શેઠના ઘેર આવી છે. આ થાળી મારી છે, એને ઓળખું કેવી રીતે ? શેઠ સાગરદત્ત બઠા જિમવા, કેર ડોડા થાલ માંય, સાથ મે લાયે હે ટુકડે, થાલ કે દેખ્યો લગાય... " સાગરદત્ત શેઠ જમવા બેઠા છે. તેમના મનમાં થયું કે હું કેવી રીતે ઓળખી શકું કે આ મારી થાળી છે? મારી પાસે થાળીને કાંઠલે પડયો છે. એ કાંઠલે આ ફૂટલી થાળીને બેસાડી જેવું, જે બરાબર ફીટ થાય તો સમજી લેવું કે આ મારી થાળી છે. જે ફીટ ન થાય તે સમજવું કે, આ થાળી મારી નથી. શેઠે એ કાંઠલો સોનાની થાળી પર મૂકી જે. તે તે બરાબર ફીટ થઈ ગયા, કેઈને ખબર પણ ન પડે કે આ કાના ફૂટલી થાળી છે. તેથી મનમાં થયું કે, આ મારી થાળી છે, પણ તે ચેતન ! તું એના પર મોહ કે રાગ ન કરીશ. એ થાળી તને મળવાની નથી. ભાગ્ય પરવાર્યા ત્યારે તારું બધું ધન એમની પાસે ગયું ને? થાળીને ટુકડો ફીટ કરવા ગયા બાદ શેઠજી તે કાંઠલે કાઢવા જાય છે પણ તે એવો કીટ બની ગયો છે કે, કઈ પણ ઉપાયે હવે તે છૂટો પડતું નથી. બધા સામા જમવા બેઠા છે. તેમાં આ શેઠ કાંઠે કાઢવા જાય છે, તે બધા જોઈ ગયા, અને બોલવા લાગ્યા કે આ ચોર છે. આ રીતે બધાએ તેમના પર બેટો આક્ષેપ મૂક્યો, થાળી પીરસાણી ત્યારે કોઈની નજર ફટલી થાળી પર ન ગઈ. ને ઉપરથી બધાએ ચેરીને આરોપ મૂકે. શેઠ તે જમીને તેમની ઝુંપડીએ ગયા, શેઠ કહે છે, અરે શેઠાણું ! કર્મ કરતાં પાછું વાળીને જોયું નથી, આપણી પાસે સોનાની વાળીને કાંઠલે હતા, તે પણ હવે જતો રહ્યો. આમ કહેતાં શેઠની આંખમાં આંસુ આવી ગયા. શેઠાણી આશ્વાસન આપે છે. આપ રડશે નહિ. આવેલાં કર્મોને સમભાવે જોગવી લેવા એમાં જ સાચો આનંદ છે. બંને બાલુડા કહે છે, બા, બાપુજી! આજે તે સારું સારું ખાવાનું મળ્યું. અમને કાલે મળશે ને? હા બેટા! એમ કહીને રાજી કરે છે,
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy