SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા રત્ન ૧૫૩ વ્યાખ્યાન નં. ૧૬ શ્રાવણ સુદ ૧ને શુક્રવાર તા. ૩-૭-૮૧ અનંત કરૂણાનીધિ, પરમ ઉપકારી શાસ્ત્રાર ભગવંતે એ જગતના જીવોને આત્મકલ્યાણના રાહે ચઢાવવા માટે આગમ રૂપ ધર્મદેશના વહાવી. અરિહંત પ્રભુ ભવ્ય પ્રાણીઓના હિતને માટે સામાન્ય રીતે એક પ્રહર સુધી દેશના દે છે. આ દેશના સાત નય, ચાર નિક્ષેપા, સપ્તભંગી તથા સ્યાદવાદ શિલીથી યુક્ત હોય છે. દેશના એટલે ઉપદેશ. ઉપદેશ દુનિયામાં બે પ્રકારનો જોવામાં આવે છે. (૧) સ્વાર્થોપદેશ (૨) પરમાર્થોપદેશ રાગી ને ઉપદેશ સ્વાર્થોપસ કહેવાય છે, અને વીતરાગ પ્રભુને ઉપદેશ પરમાર્થીપદેશ કહેવાય છે. ધન, યશ, કીતિ અથવા પુણ્યના લેભથી જે ઉપદેશ થાય છે, તેનું નામ સ્વાર્થો પદેશ છે, પણ જે ઉપદેશ ધન, કીતિ યશ કે કોઈ જાતના સુખની અપેક્ષા વિના માત્ર આત્મકલ્યાણ માટે અપાય છે તે ધર્મોપદેશ કહેવાય છે. તેનું નામ પરમાર્થોપદેશ. તીર્થકર પ્રભુને ધન, યશ કે પુણ્યની બિલકુલ અપેક્ષા નથી. દીક્ષા લેતા પહેલા એક વર્ષ સુધી.. તીર્થકરો વરસીદાન આપે છે. તેની સંખ્યા ૩ અબજ, ૮૮ કરોડ ને ૮૦ લાખ સોનામહેર પ્રમાણની છે. આટલું બધું દાન દેનાર દાનવીર કદાપિ ધનની આશા રાખે ખરા કદાપિ નહિ. જેમના યશોગાન તે ત્રણે લેકમાં ગવાય છે. તેમના જન્મથી લઈને નિર્વાણું સુધી ૬૪ ઈન્દ્રો તથા દેવો તેમના યશોગાન કરતા હોય છે. તેવા તીર્થંકર પ્રભુ શું લૌકિક યશની ચાહના રાખે ખરા ? તથા અતુલ અનંત અનંત પુણ્યના પ્રભાવે જેમણે તીર્થકર નામ કર્મ બાંધ્યું છે તેને ખપાવવા માટે આહાર, વિહાર, ધર્મોપદેશ આદિ કાર્યો કરવામાં જેમની પ્રવૃત્તિ છે તેવા આત્મા શું પુણ્યની આકાંક્ષા રાખે ખરા? ના. કેટલાક સરાગી છ ધનને માટે ઉપદેશ કરતાં જોવામાં આવે છે, કેટલાક દુનિયામાં પિતાને યશ ફેલાય તે માટે ઉપદેશ કરે છે. જ્યારે ભગવાનની આજ્ઞામાં વિચરતા નિરપૃહી અને ત્યાગી વૈરાગી મુનિવરે ભવ્ય જીવોને તેમના કલ્યાણ માટે ધર્મને ઉપદેશ આપે છે. જૈન કુળને સાચે વાર માત્ર ધન-માલ મિલ્કત નથી પણ ધર્મ એ સાચે વારસે છે. ધનમાલ ઉપાર્જન કરવાનો મુખ્ય ઉદ્દેશ જે કઈ હોય તે તે પોતાને જીવનનિર્વાહ સારી રીતે ચલાવી શકાય, જીવનની અનિવાર્ય આવશ્યક્તાને પહોંચી વળાય, અને વ્યવહારની અમુક સગવડોને સાચવી શકાય, પરંતુ ધન મેળવ્યા પછી આ ઉદેશ મોટા ભાગે ભૂલાઈ જાય છે અને એનું સ્થાન ધનનો સંગ્રહ કરવાને હલકો ઉદેશ લે છે. પછી પિતા વિચારે છે કે આટલું ધન મેળવી લઉં, એટલે સંતાનોને પણ વારસો આપને જાઉં. આ જ હકીકત મકાન બંગલા માટે બને છે. શરૂઆતમાં ટાઢ-તડકો અને વરસાદથી બચવાના ઉપાય માટે મકાન બાંધવાની ભાવના થાય છે, પણ પાછળથી અનેક મકાને બંધાવે છે, અને તે મકાન ભાડે આપીને
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy