SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૮ શારદા રત્ન ગમે તેને પૂછશો તે સી કઈ ર+રજ કહેશે. ભૂતકાળમાં કરોડો, અબજો વર્ષો પહેલા બે ને બે ચાર હતા. વર્તમાનકાળમાં પણ બે ને બે ચાર છે. ભવિષ્યકાળમાં પણ બે ને બે ચાર રહેશે. આ સત્યમાં અંશ માત્ર ફરક પડતો નથી. ફરક કયાં પડે? જ્યાં અસત્ય છે ને અપૂર્ણતા છે ત્યાં. આ વાતને વિશેષ સ્પષ્ટ સમજવા માટે બીજે ન્યાય આપું. એક ઈજનેરે કોઈ એક મેટું મકાન જોયું. મકાનમાં કેટલા બારીબારણું છે. હોલ કેટલો લાંબો પહેળો છે, બધું ઝીણવટપૂર્વક જોઈને તે ઈજનેરે તેનું માપ કાઢ્યું. પછી બીજા દેશથી બીજે ઈજનેર આવ્યો. તેણે બધું માપ લીધું. તેણે પણ બધી નોંધ કરી લીધી. થોડા દિવસે ત્રીજે ઈજનેર આવ્યો તેણે માપ લીધું. એમ જુદાજુદા ઠેકાણેથી આવેલા અનેક કુશળ ઈજનેરોએ સુકમ રીતે ચોકસાઈ પૂર્વક માપ લીધું અને તેની નોંધ કરી લીધી. આ બધા ઈજનેરે એક બીજાને મળ્યા નથી. એક બીજા સાથે વાતચીત પણ થઈ નથી. તે બધાનું મકાન બારીબારણા વગેરેનું માપ છાપામાં પ્રગટ કર્યું. અને બધાએ વાંચ્યું તે બધાનું માપ એક સરખું છે. જે તે મકાન છે તેમ જ રહે ને થોડા વર્ષ પછી જે માપ લેવામાં આવે તે તે પણ એક સરખું જ આવશે. તેમાં જરાય ફરક નહિ પડે. કારણ કે તે સત્ય છે, સત્યમાં કદી ફેરફાર હોતે નથી. જે કોઈ ઈજનેરે ભૂલ કરી હોત તે જરૂર તે બધાથી જુદા પડત. એવા અજાણ અથવા ભૂલ કરનારા માણસનું કથન એક સરખું હેતું નથી, અને સત્ય કથન કરનારમાં કઈ દિવસ ફરક પડતો નથી. દરેક તીર્થકરો અને કેવળી ભગવંતે પૂર્ણ જ્ઞાની હોય છે. તે ત્રિકાળજ્ઞાની હોય છે. એટલે એમના વચનમાં લેશ માત્ર ફરક પડતો નથી. ભૂતકાળમાં આપણે આત્મા કયાં હતું, કેવા કેવા ભવ કર્યા અને ભવિષ્યકાળમાં કયાં હોઈશું, આ વાત કોઈ પણ તીર્થકર ભગવંતને, મહાવિદેહ ક્ષેત્રમાં વિચરતા વિસ તીર્થકરને પૂછવામાં આવે તે પણ બધાને જવાબ એક સરખે આવશે. તેવી રીતે જંબુદ્વિપ, લવણસમુદ્ર અથવા અસંખ્યાત યોજન દૂર બીજા કોઈ પણ સમુદ્રના માપ, દેવાના વિમાનનું માપ, નદીઓનું માપ, ચારે ગતિનું સ્વરૂપ, નવતત્ત્વ અને ષટ્રદ્રવ્યનું સ્વરૂપે કઈ પણ ક્ષેત્રમાં રહેલા, ગમે તે કાળે થયેલા, અને થનારા તીર્થંકરદેવને પૂછવામાં આવશે તે સૌને જવાબ એક સરખો હશે. કેઈપણ તીર્થકરની પ્રરૂપણામાં તલમાત્ર ફેર પડતો નથી, કારણ કે બધાનું જ્ઞાન પૂર્ણ છે, માટે તીર્થકર ભગવંતના વચનપર શ્રદ્ધા કરો. શ્રદ્ધા કરવાથી મહાલાભ થાય છે. જિનેશ્વર ભગવાનના વચન ઉપર જેટલો વધારે વિશ્વાસ તેટલી શ્રદ્ધા દઢ બને, અને તેથી ધર્મની આરાધના સુંદર થાય, માટે શ્રદ્ધાને ખૂબ દઢ બનાવવાની જરૂર છે. કારણ કે દઢ શ્રદ્ધાથી કરેલી આરાધના મહાન ફળ આપે છે. અને અંતે – આત્માને અજર અમર પદની પ્રાપ્તિ કરાવે છે. અજર અમર પદની પ્રાપ્તિ માટે સુંદર આરાધના આરાધવાને આ સુંદર માનવદેહ મળ્યો છે. તે તેની ઘડી અને પળ ઓળખે. કારણકે આ જીવન પણ નાશવંત છે. જીવનના રાત-દિવસ
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy