________________
* 1
શારદા રત્ન પવિત્ર બનાવવું, કિંમતી બનાવવું, નિસ્પૃહ જીવન જીવવું, જ્ઞાન, દર્શન, ચારિત્રના શણગારથી શણગારવું અને પિતાના સ્વ સ્વરૂપમાં કરવું એ જ જીવનની સાચી સાર્થકતા છે.
આત્મ સ્વરૂપને નહિ જાણનારા, તત્ત્વને નહિ પિછાણનારા એવા અજ્ઞાની છે એમ માને છે કે હું કરોડપતિ બની જાઉં, મેટા બંગલા બંધાવી લઉં, સંસારી સુખના સાધન વસાવી લઉં, એટલું મળે તે મારું જીવન સફળ. આ નાશવંતા સુખો મેળવવા મથતે જીવ કેટલા કષ્ટો વેઠે છે, પણ એને ખબર નથી કે હું જે સુખની પાછળ દોડી રહ્યો છું, ભટકી રહ્યો છું તે સુખ સાચું નથી.
મહાપુરૂષે આપણી ચેતનાને જગાડવા કહે છે હે જીવ! જે સુખ તું જગમાં શોધી રહ્યો છું, એ તે સુખ નથી, પણ સુખને આભાસ છે. સાચું સુખ તે તારા આત્મામાં છે. કોઈ બેનની સેય ઓરડામાં ખોવાઈ ગઈ હોય અને તે રોડ પર શોધ તે શું તેને તે સમય મળે ખરી ? ન મળે. આચારંગ સૂત્રમાં ભગવાન બેલ્યા છે કે આત્મા અનંત શક્તિ સંપન્ન છે. અક્ષય સુખ તારી અંદર ભર્યું છે. તું જે સુખ માટે ફાંફા મારી રહ્યો છું તે સુખ તારામાં છે. જેવી રીતે કસ્તુરીયો મૃગ પોતાની નાભીમાં રહેલી સુગંધથી આકર્ષાઈને તેને મેળવવા માટે છલાંગો મારો કૂદે છે. સારા વનમાં ઘૂમે છે પરંતુ સુગંધનું પ્રાપ્તિસ્થાન તેને મળતું નથી. પાણીથી તરફડતો પણ સુગંધને શેાધે છે, તે અજ્ઞાન મૃગ એ જાણતા નથી કે જે સુગંધ માટે હું આટલી મહેનત કરું છું; ડા દોડ કરું છું, તે સુગંધ તે મારામાં છે. એ સુગંધનું ઉદ્ગમ સ્થાન હું જ છું. મારી સુગંધથી જ સારું વન મહેંકી રહ્યું છે. તે લેવા હું બહાર શોધું છું. તે મને કેવી રીતે મળે? જે ચીજ અંદર છે તે બહારથી કેવી રીતે મળે? એ રીતે આત્મા રૂપી મૃગલો પોતાના સુખમય સ્વરૂપને ભૂલી ગયો છે અને બહારથી સુખ મેળવવાની આશા રાખે છે, પણ જે આત્માની વસ્તુ છે તે બહારથી કેવી રીતે મળી શકે? જીવ પિતાના અનંત સુખમય સ્વરૂપને ભૂલીને જેમ જેમ બાહ્ય પદાર્થોનું શરણ લે છે તેમ તેમ તે વાસનામાં ફસાતે જાય છે અને પોતાના સ્વરૂપથી દૂર થતો જાય છે. નશ્વર પદાર્થોમાં અને દુઃખરૂપ વિષયમાં સુખ શોધવું એ અજ્ઞાન છે. એટલા માટે શાસ્ત્રકારે આત્મ શક્તિનું ભાન કરાવવાને માટે સાધકને કહ્યું છે.
पुरिसा ! तुम मेव तुम मित्तं, कि बहिया मित्त मिच्छसि ? તું જ તારો મિત્ર છે. તું બહારના મિત્રોની ઈચ્છા શા માટે કરે છે? તારી શક્તિનું આત્મદર્શન કર. તારામાં તને અનંત શક્તિને સાગર લહેરાતે દેખાશે. આત્મા પિતાને મિત્ર છે. આ કથનને આશય એ છે કે આત્માની શુભ પરિણતિ મિત્રનું કામ કરે છે. અશુભ પરિણતિ શત્રુનું કામ કરે છે. શુભ પરિણતિ શુભ કર્મોનું બંધન કરે છે. તે કર્મોને ઉદયે સુખરૂપ હોવાથી મિત્ર છે. અને અશુભ પરિણતિ અશુભ કર્મોનું બંધન કરે છે. તે કર્મોને ઉદય દુઃખરૂપ હોવાથી તે શત્રુ છે, આત્મ પરિણતિને અહીં આત્મા કહેવાય છે. ગીતામાં પણ કહ્યું છે કે,