SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1040
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા રત્ન ૯૩૫. આનંદ થયો. રાજાએ સભામાં દષ્ટિ કરી. દુઃખના કારણે તારામતીનું શરીર સાવ નિર્બળ બની ગયું છે. તેના મુખના તેજ ફીકકા પડી ગયા છે, તેથી તે ઓળખાય તેવી ન હતી પણ ધારી ધારીને જોતાં તેઓ માતાને ઓળખી ગયા. માતાને જોતાં બંને ભાઈઓ માતાના ચરણમાં પડી ગયા. તેને ભેટી પડયા. બધાની આંખમાં પ્રેમના-હર્ષના આંસુ આવ્યા. બાર બાર વર્ષે દીકરાઓને માતા મળી અને માતાને દીકરા મળ્યા. એ સમયને આનંદ તે અનુભવે તેને ખ્યાલ આવે. તેમાં પણ તારામતીને તે ખબર ન હતી કે મારા દીકરા જીવતા છે. તે તે માનતી હતી કે તેમને ફાંસી મળી છે કે તેઓ મૃત્યુ પામ્યા છે. જે દીકરાઓની આશા જ ન હતી તે દીકરાઓ મળે ત્યારે માતાને કેવો આનંદ થાય ! દુઃખને અંત ને મધુર મિલન –શેઠને શેઠાણી મળ્યા, શેઠાણીને પતિ મળ્યા ને પુત્ર મળ્યા. બધાના દિલમાં આનંદ આનંદ થઈ ગયો. બધા સાથે રાજમહેલમાં ગયા. બધાએ એકબીજાને ક્ષેમકુશળના સમાચાર પૂછયા. બધાએ એકબીજાને પિતાની દુઃખદ કહાની કહી સંભળાવી. માતાની વાત સાંભળતા ગુણદત્ત કહેવા લાગે, હે માતા ! તારો દીકરો રાજા બન્યો છતાં તારે રસોઈયાણી ને કરાણીના કામ કરવા પડયા! દીકરા ! આ બધા કર્મના ખેલ છે. કર્મોએ આપણને વિખૂટા પડાવ્યા ને ભેગ પણ કરાવ્યા. બધા આનંદથી રહે છે. બધા ભેગા થઈને સવાર સાંજ પ્રભુની પ્રાર્થના કરે છે. રાજસુખ મળવા છતાં કઈ ધર્મને ભૂલ્યા નથી. ગુણદત્ત રાજ્ય કરે છે, પણ દેવ–ગુરૂ-ધર્મની શ્રદ્ધા જેવી હતી તેનાથી વધુ ને વધુ દઢ બનતી હતી. રાજ્યમાં રહેવા છતાં તે રાજ્યમાં લેપાતા નથી. રાજસંપત્તિને તે કાચું સોમલ માનતા હતા. તે પોતાની સંપત્તિનો ધર્મકાર્ય અને પરમાર્થના કાર્યોમાં ઉપયોગ કરતા. તેમનો યશ ચારે દિશામાં પ્રસર્યો હતો. દૈવી પરીક્ષાથી દઢ બનેલે શ્રદ્ધાને શઢ –ગુણદત્તની શ્રદ્ધાની પ્રશંસા દેવલોકમાં થઈ. મિથ્યાત્વી દેવથી આ પ્રશંસા સહન ન થઈ, તેથી દેવ તેની પરીક્ષા કરવા આવ્યા. આનંદના સાગરમાં ઝુલતા રાજાને કોઈએ સમાચાર આપ્યા કે ગુણચંદ્રને સર્પદંશ થયે છે, તેથી તે મૂછિત બની ધરતી પર ઢળી પડે છે. ગુણદત્તને આ સમાચાર સાંભળતા દુઃખ થયું. ગુણદત્તે ભાઈની પાસે જઈને નવકારમંત્ર સંભળાવ્યા. ભાઈનું વિષ ઉતારવા ઘણા ઉપચાર કરે છે ત્યાં સમાચાર મળ્યા કે માતાપિતા એકાએક કાળના પંજામાં જકડાઈ ગયા. ગુણદત્તને ખૂબ આઘાત લાગ્યો કે આ શું? હજુ ભાઈ તે શુદ્ધિમાં આવ્યો નથી ત્યાં માતા-પિતાને સ્વર્ગવાસ ! તે ભાઈને છોડી માતા પિતા પાસે ગયો. તે હજુ તેમની ચરણરજ લેવા જાય છે ત્યાં બીજા દુઃખદ સમાચાર આવ્યા કે પટરાણીઓને સર્પદંશ થયો છે. એક સાથે આવા દુઃખદ સમાચાર સાંભળવા મળે તે કેનું હૈયું હાથ રહે ! અરે..માથા પછાડે, છાતી ફાટ રડે, પણ ગુણદત્ત તે જેમ સમાચાર સાંભળતે ગમે તેમ તેને જીવનની નશ્વરતાના પડછાયા સામે દેખાયા. જેમજેમ સ્નેહીઓના દુઃખદ સમાચાર સાંભળતે ગયે તેમ તેમ તેની શ્રદ્ધા વધુ દઢ બનતી ગઈ,
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy