SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1025
Loading...
Download File
Download File
Page Text
________________ ८२० શારદા રત્ન પવિત્ર અને શુદ્ધ કરે એ મનુષ્યનું પરમ કર્તવ્ય છે. આત્માની વિશુદ્ધિને આધાર તપ અને જપ છે. તપ એ પાણી છે ને જપ એ સાબુ છે. તપ અને જપના સંયોગથી આત્મા પવિત્ર અને નિર્મળ બને છે. દુનિયાના સર્વ જીવોમાં મનુષ્ય મહાન છે, કારણ કે તે તમને અને મનને સવામી છે ને પોતાના આત્માને રાજા છે. જે આત્મા ઇન્દ્રિયને દાસ અને મનને ગુલામ બનીને રહે છે તે તપ-જપ શું કરી શકવાને છે અને આત્માની ઓળખાણ પણ કેવી રીતે કરી શકે? એવા માણસ પોતાના જીવનના રાજા નથી બનતા પણ ભિખારી બનીને રહે છે. એક ન્યાય આપીને સમજાવું. એક ગરીબ ભિખારીને પિતાના મહાન ભાગેાદયે રાજા બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. રાજા બન્યા પછી તો ક્યા સુખની કમીને હોય? તેણે તો પિતાના શરીરને સારા મૂલ્યવાન રાજપોશાક અને કિંમતી આભૂષણથી સુંદર શણગાર્યું, અને સેનાના રાજસિંહાસને બેઠા. પહેલા જમવા માટે પાસે પિત્તળની થાળી વાડકે ન હતા. શકોરામાં ભીખ માગીને ખાતો હતો. પુણ્યોદય જાગતા આજે જમવા માટે સોનાના થાળી વાડકા ને ગ્લાસ મળ્યા. સારા સારા મિષ્ટાન્ન જમવા મળ્યા. જેની સેવામાં હજાર સેવકો હાજર હતા. તે ક્યાંય બહાર જાય તે છત્ર અને ચામર ઢોળાય છે. રહેવા માટે ઝુંપડીના સાંસા હતા તેને બદલે આયેશાન ભવન મળ્યું. સૂવા માટે મખમલની ગાદી મળી. તેના જીવનમાં હવે શું સુખની ખામી હતી ? ના. ચારે બાજુ છડીદારો તેને જયજયકાર બોલાવતા હતા, પણ આશ્ચર્યની વાત એ બની કે રાજ્યના મંત્રી, શેઠ, સેનાપતિ, શાહુકાર જે આવે છે તેમને બધાને જોઈને તે ધ્રુજે છે. જે શેઠ, શાહુકારોના બારણે તે ભિક્ષાપાત્ર હાથમાં લઈને ઘર ઘર ભટકતો હતો તે શેઠ, શાહુકાર બધા આજે તેની સામે હાથ જોડીને ઉભા છે, છતાં તે બધાથી ડરતે હતે. એનું કારણ શું? આપને સમજાય છે ? તે તનને રાજા જરૂર હતો પણ મનને તો ભિખારી હતું. રાજસિંહાસને બેસવા છતાં તે પિતાને હજુ ભિખારી માનતે હતે. તનને રાજા હોવા છતાં મનને ભિખારી હતે. આવા પ્રકારના ભિખારી રાજાઓ તે સમાજમાં ઘણું છે. હજારો મનુષ્ય તનના ગુલામ છે, મનના દાસ છે. સંપત્તિ, સત્તા અને કીર્તિના દાસ છે. જેના ઘરમાં ધનના ઢગલા તિજોરીમાં પડ્યા છે તે ધનના દાસ બન્યા છે પણ માલિક નથી બન્યા. ધન મળ્યું તેથી શું? જે ધન કેઈના દુઃખ મટાડવામાં ઉપયોગી ન બને તે ધન ધૂળ સમાન છે. ધૂળની કિંમત નથી તેમ તેના ઘનની કિંમત નથી. શક્તિ, સત્તા મળી જાય પણ તેનાથી પોતે સુખી બનવાને પ્રયત્ન કરે ને બીજાને કચડવાના, દુઃખી કરવાના પ્રયત્ન કરે તે તેવી શક્તિ અને સત્તાથી શું? તેવી રીતે જ્ઞાન મળ્યું પણ જ્ઞાનથી બીજાની સાથે વિવાદ કરે, જનતાનું અજ્ઞાન દૂર ન કરી શકે ને સન્માર્ગ પણ બતાવી શકે નહિ, તો
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy