SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1013
Loading...
Download File
Download File
Page Text
________________ ८०८ શારદા રે ડોકટરને જોતાં નરસિંહે કહ્યું, ડેકટર સાહેબ! આ અમે જાતમહેનત કરીને, પરસે પાડીને નીતિથી મેળવેલી કમાણી છે. આપ લઈ લે ને મને ઋણમાંથી મુક્ત કરે. બેલો, ક્યાં મૂકું ? આ જોતાં ડોકટરના રોમેરોમમાં આનંદ થયો. તેમનું હૈયું નાચી ઉઠયું. તેમણે બંનેના માથા પરથી લાકડાને ભારો ઉતરાવ્યું. લાકડા સીસમના ને સારા હતા. ડેકટરે કહ્યું, નરસિંહ! આ ભારાની કિંમત મારી વિઝીટ ફી અને દવા કરતાં પણ થોડી વધારે છે. મારું મન કહે છે કે આપના દિકરાની જિંદગી જે બચી હોય તે માત્ર મારી દવાથી નહિ પણ મારા મનના દઢ સંકલ્પ બચાવી છે. નરસિંહ કહે, ડેકટર સાહેબ ! મેં અત્યાર સુધી તમારા જેવા નીતિવાન, પ્રમાણિક ડોકટર ક્યાંય જોયા નથી. નરસિંહ ! તેં તારો પાપમય ધંધે એક દિવસ માટે છોડયો છે કે કાયમ માટે? જો તું તારો પાપનો ધંધો છોડી દે તો તને મારા દવાખાનામાં પટાવાળા તરીકે રાખીશ અને તારા દીકરાને કેસ કાઢવા બેસાડીશ ને આગળ જતાં એને કંપાઉન્ડર બનાવીશ. પાપનો પૈસો ઘરમાં ન આવે એની આ ડોકટરની કેટલી તકેદારી ! આજે આવા ડોકટર જોવા મળે છે ખરા? આ ડેકટરના દઢ નિશ્ચયે ઘોર પાપીનું પણ કેવું પરિવર્તન કર્યું ! ચરમાંથી શાહુકાર બનાવ્યો. કંઈક વાર સારો સંગ મળતાં ખૂની મુનિ બની જાય છે. જેવા કે અર્જુન માળી, દઢપ્રહારી વગેરે. ડેકટરને ત્યાં જે દવા લેવા આવે તે બધા કહે છે કે આ તે ડાકુ હતો તે છે. નીતિના ધનમાં કેટલી શક્તિ છે! ડોકટરની નીતિનું ધન લેવાની દઢ ભાવનાએ પાપી પાવન બની ગયે. ચોર મટી માનવ બની ગયો. ક પરંપરાથી ચાલ્યો આવતે પાપને ધંધે ચેરના ઘરમાં બંધ થઈ ગયે. નમિરાજના સંયમના પ્રભાવથી, ચારિત્રના ચમકારથી ઈન્દ્રને હદય પલ્સે થઈ ગયા, તેથી રાજર્ષિની સ્તુતિ અને પ્રદક્ષિણા કરતા થકા લળીલળીને વારંવાર વંદન કરવા લાગ્યા. વંદન કરતાં તેમને તૃપ્તિ નથી. અરે, વંદન કરવામાં પણ મહાન લાભ છે. ઉત્કૃષ્ટ ભાવે વંદન કરતાં જીવ નીચ નેત્ર કમને ખપાવે છે ને ઉંચ ગોત્ર કર્મ બાંધે છે. ઈન્દ્ર તે નમિરાજર્ષિને વારંવાર વંદન કરે છે. કોઈ પણ પક્ષપાત વિના ગુણવાની પ્રશંસા કરવી, તેમનો આદર-સત્કાર કર, યથાશક્તિ સેવા કરવી અને તેમના પ્રત્યે નિર્મળ શ્રદ્ધાભાવ પ્રદર્શિત કરવો એ ગુણાનુરાગીનું સૌથી પ્રથમ કર્તવ્ય છે. આ ભાવથી પ્રેરિત થઈને ઈન્દ્ર નમિરાજર્ષિને વારંવાર વંદન કર્યા. વંદન કરીને હવે જવાની તૈયારી કરશે ને શું બનશે તેના ભાવ અવસરે. ચરિત્ર:- દુઃખ દૂર કરવા આમંત્રણને સ્વીકાર :-શુભમતિના કહેવાથી શેઠ રાજાને આમંત્રણ દેવા ગયા. મોટા માણસને બોલાવવા હોય ત્યારે પહેલા તેમને રાજી તે કરવા પડે ને? તેથી કિંમતી અમૂલ્ય મોતી રાજાને ભેટ ધર્યા ને પછી પિતાને ઘેર પધારવાનું આમંત્રણ આપ્યું. રાજાએ કહ્યું, વગર કારણે અત્યારે આવવાનું શું પ્રજન? ત્યારે શેઠે કહ્યું, મહારાજા ! હું શી વાત કરું ! મારા દુઃખની કથની કેને કહું? મારે એકનો એક દીકરો છે. મારો દીકરો પરણીને આવ્યા ત્યારે આ સભામાં
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy