SearchBrowseAboutContactDonate
Page Preview
Page 922
Loading...
Download File
Download File
Page Text
________________ શાળ ન આ નાનકડી વાત કહેવી છે તે સાંભળશો? શેઠ કહે--બોલ, કહેવું છે? પપ્પા ! તમને પેલા ચકલા-ચકલીની વાત યાદ છે ને? આ શબ્દોથી શેઠના કાન ચમક્યા, અને સદગુણી, નિર્દોષ અને ધર્મનિષ્ઠ પત્નીની મરતા સમયે કહેલી ભલામણું યાદ આવી. જાણે શેઠાણી સામા ન ઉભા હોય તેમ શેઠાણીના ગુણે એમની આંખ સામે તરવરવા લાગ્યા. અહાહા...કયાં નેહ, સૌજન્ય, નિખાલસતા અને કયાં નવીના સ્વભાવમાં કંકાસ, નિ-કુથલી, ઝઘડા અને ઈષ્યાં! હું ક્યાં ભૂલ્ય! શેમાં મહી ગયે? અરર...મેં એને શું વચન આપ્યું હતું કે આજે આ બાળક ઉપર શું જુલમ કર્યો? આમ વિચારતાં શેઠને દીવાની જેમ પોતાની ભૂલે દેખાવા લાગી. હૃદય ભરાઈ ગયું. બાંસુની ધારા વહેવા લાગી. તરત જ શેઠ પલંગમાંથી ઉભા થયા. પસ્તાવો કરતા પુત્ર ઉ૫૨ નેહની ઉમી વરસાવતા બાળકની પાસે જવા તૈયાર થયા. ભયનો માર્યો કરે તરત જ ત્યાંથી વિદાય થવા લાગે. બાળકને કયાં ખબર છે કે મારા પિતા હવે પિશાચ મટને સાચા પિતા બન્યા છે. એટલે એ તે રડતે રડતે દેડવા લાગ્યો. ત્યાં શેઠે એને મીને પકડી લીધે. અરે બેટા કયાં જાય છે? કયાં જાય છે ? એમ કહીને ઉંચકીને ઘર બી ચાલ્યા ને ઘેર આવીને પત્નીને કહે છે સાંભળ, આ મારો દીકરો ગમે તેટલું |ાન કરે છતાં તારે આજથી એને એક શબ્દ પણ કહેવાનું નથી. તારે ચઢાવે થો છું. મારા દીકરાને મારી મૂડીને કાઢી મૂકયે પણ આજ એણે મારી સામે ચકલા ચકલીની વાતનું જે દશ્ય ખડું કર્યું છે તે દશ્ય એવું હતું કે મારા હૃદયના પડદા ખુલી ગયા છે. આ બાળકને સારી રીતે રાખવા માટે જે તું તૈયાર છે તે શહે, નહિ તે તારા પિયર ચાલી જા. પતિના હદયને એકાએક પલ્ટ જોઇને તેમજ પિતાના તરફ વિફરેલી આંખ જોઈને પત્ની સમજી ગઈ કે હવે મારું કાંઈ ચાલવાનું નથી. શેઠ તે કહીને બાળકને લઈને ઉપર ચાલ્યા ગયા. ઉપર જઈને પિતાની ભૂલને પશ્ચાતાપ કરતાં ખૂબ રડે છે. આ સમયે એમની અગાશી નીચે એક દુઃખી યુગલ બેઠું છે ને તે પિતાના દુઃખની વાત કરે છે. પત્ની પતિને આશ્વાસન અને હિંમત આપે છે. આ બધું સાંભળતા ચીમનલાલ શેઠનું હદય વધુ ને વધુ પટાતું ગયું, ને પત્નીના ગુણે યાદ આવવા લાગ્યા. છેવટે યુગલને ઉપર બોલાવી તેમની પાસેથી બધી વાત જાણી લે છે ને તેમના દુઃખના ભાગીદાર બને છે. ( પતિના હૃદયને પલ્ટો થતાં પત્નીને પણ ભાન થઈ ગયું કે બાબે નિર્દોષ છે. મેં આ ઘણી વખત ધમકી આપી હતી, વિના વાંકે માર પણ માર્યો હતો પણ ક્યારે એ બાળકે તમારી પાસે ફરિયાદ કરી નથી. એની ક્ષમા અને ધીરજ અલૌકિક છે. જ્યારે જ્યારે મેં એને કણ આપ્યું ત્યારે પણ એ બાળક એમ જ કહેતો કે હવે હું એમ નહિ
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy