SearchBrowseAboutContactDonate
Page Preview
Page 917
Loading...
Download File
Download File
Page Text
________________ શાહ શિવ જીવને કેઈ પણ પ્રસંગમાં સહાય રૂપ બની શકતા નથી. આત્મા પર વિજય પ્રાપ્ત કરાય તે જ સાચો વિજય પ્રાપ્ત થયો ગણી શકાય. તે વિજ્ય માટે આંતર શત્રુઓ નાશ કરે પડે છે. બહારના શત્રુ જેટલું નુકશાન કરે તેના કરતાં અનેક ગણું નુકશાન અંતર શત્રુ કરે છે. જ્યાં સુધી અંતરંગ શત્રુઓને દૂર કરવાનો પ્રયત્ન ન થાય ત્યાં સુધી સાચે વિજય પ્રાપ્ત નહિ થાય. બંધુઓ ! આત્મવિજય પ્રાપ્ત કરવા માટે જીવનમાં સતત જાગૃતિ રાખવી પડશે. જ્ઞાની ભગવંત કહે છે કે હે આત્મા ! તું પળે પળે જાગૃત રહેજે. આપણું ભારત દેશમાં બ્રિટીશોનું સામ્રાજ્ય જે ટકયું તેનું મુખ્ય કારણ અંગ્રેજોની જાગૃતિ અને ભારતવાસીઓની અજાગૃતિ. જ્યારે ભારતવાસીઓ જાગૃત બન્યા ત્યારે બ્રિટીશોને ભારતમાંથી ભાગવું પડયું. જાગૃત આત્મા વિકાસ સાધે છે. જાગૃત રહેનારને વિકાસ ખૂબ ઝડપી થાય છે. જે માનવીની દષ્ટિ બીજાના દોષ તરફ નથી પણ બીજાના ગુણે જોઈ ને રાજી થાય છે અને તે ગુણને પિતાના જીવનમાં અપનાવવા કોશિષ કરે છે તેને વિકાસ પ્રતિપળે ચાલુ ને ચાલુ રહે છે. રામચંદ્રજી જ્યારે અધ્યાની રાજગાદી પર આવ્યા અને બધે શાંતિનું સામ્રાજ્ય સ્થપાઈ ગયું ત્યારે તેમણે પિતાના એક દૂતને બેલાવીને કહ્યું, તું આખી અયોધ્યામાં ઘૂમી વળ અને બરાબર નિરીક્ષણ કરજે કે જનતાને કયુ દુઃખ છે, કયે આઘાત છે તથા રાજ્ય માટે જનતા શું વિચારી રહી છે? તે તપાસ કરીને પછી મને બધી વાત સંભળાવજે. આખી નગરીના ખૂણે ખૂણે ફરતા મહિના જેટલે સમય ગયે. પછી દૂત આવીને રામચંદ્રજીને કહે છે કે મહારાજા ! આપે તે પ્રજાના હૃદયસિંહાસન પર સ્થાન જમાવ્યું છે. ઘેર ઘેર આપના નામને ગુંજારવ સંભળાય છે. પ્રજા તે આપની ખૂબ પ્રશંસા કરે છે ને કહે છે કે અહો ! મહારાજા દશરથને પણ ભૂલાવી દે તેવું રામચંદ્રજી રાજતંત્ર ચલાવે છે. બંધુઓ! તમને પૂછું કે તમારા માટે કઈ આવી વાત કરે તે તમને શું થાય? તમારું હૈયું આનંદથી થનગની ઉઠેને? પણ અહીં તે જુદું જ બન્યું. દૂતની વાત સાંભળી રામચંદ્રજી ગુસ્સે થયા અને કહ્યું, હે દૂત ! મેં તને શું આવી વાતે સાંભળવા મેક હતા ? મને પણ ખબર છે કે મારું રાજતંત્ર સારું ચાલે છે. જનતાને મારા ઉપર પ્રેમ અને ખૂબ લાગણી છે. આ બધામાં પણ કયાંય, કયારેક અન્યાય કે અનીતિની વાત રહી જતી હોય તે તે મારે તારી પાસેથી સાંભળવી હતી. પ્રેમ, સહિષ્ણુતા, પ્રશંસાના મૂશળધાર વરસાદમાં કદાચ કયાંય અન્યાય થતો હોય તે પ્રજા સહન કરી લે છે, પરંતુ રાજા તરીકેની મારી ફરજ છે કે એવું જરા પણ રહેવા
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy