SearchBrowseAboutContactDonate
Page Preview
Page 915
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રા અને પ્રભાવને ક્યાં નથી જાણતે માટે શ્રેષ છોડીને પાંડવેને તેમનું રાજ્ય આપી કુરૂવંશનું રક્ષણ કર, ત્યારે દુર્યોધન ઉછળીને બે હે પિતાજી ! હે વિદુરકાકા+મે ક્ષત્રિય ધર્મને જાણતા નથી. હાથમાં આવેલું રાજ્ય કે ક્ષત્રિય છોડવા તૈયાર થય! છોડી દેવાથી લોકોમાં અપકીતિ થાય છે. કીતિને લંછન લાગે છે. તમે ચિંતા નહિ કરે. પાંડે તે હમણાં જ મારા પ્રતાપગ્નિમાં બળીને ભસ્મીભૂત થવાનાં છે. વિદુરજી સમજી ગયા કે આ કઈ રીતે સમજે તે નથી. હવે ભયંકર યુદ્ધ થશે. ભાઈ ભાઈ સામાસામી લડશે ને લાખ માણસે મરાશે. મારાથી આ બધું જેવાશે નહિ. આ સંસાર કે કરૂણ છે ! આ બધા કારણે ઉપસ્થિત થતાં વિદુરજીનું મન સંસારથી વિરક્ત બની ગયું. વિશ્વકીતિ નામા આચાર્ય, આયે અબ ચાની, ચારિત્ર લીયા ઉનકે પાસ, સુન વીતરાગ કી બાની હૈ ત્યાં સમાચાર મળ્યા કે ઉદ્યાનમાં વિશ્વકીર્તિ નામના મન:પર્યવજ્ઞાની સંત પધાર્યા છે. એટલે વિદુરજી ત્યાં આવ્યા અને સંતની વાણી સાંભળીને તેમની પાસે દીક્ષા લીધી. દીક્ષા લઈને બીજે દિવસે ગુરૂની સાથે વિહાર કરી ગયા. લેકએ વિદુરજીની ખૂબ પ્રશંસા કરી. ધન્ય છે આ પવિત્ર આત્માને કે એમને આ દુઃખમય લડાઈ જેવી મટી ગઈ પાંડવ અને કૌરવ બંને પક્ષમાં યુદ્ધની તૈયારીઓ થઈ રહી છે. બીજી તરફ કૃષ્ણજીને વિચાર થયો કે.. દુર્યોધને ગમે તે પાપી છે, તેણે મને ગમે તેવા શબ્દો કહ્યા, મારે તેના સામું એવું નથી પણ નાહકની લડાઈ થશે ને લાખ માણસો મરશે. તેના કરતાં હું એક વખત જાતે જઈને તેને સમજાવું. જે એ સમજી જશે તે પાંડવોને સમજાવવા તે મારા હાથની વાત છે. આમ વિચાર કરી કુષ્ણુજી હસ્તિનાપુર આવ્યા. દુર્યોધની સભામાં આવી ભીષ્મપિતા આદિને કહ્યું કે પાંડને તેમનું રાજ્ય અપાવે તમારા બધાની સમક્ષમાં દુર્યોધને વચન આપેલું છે તેનું પાલન કરે, ત્યારે તેમણે કહ્યું કે અમે તે તૈયાર છીએ પણ દુર્યોધન સમજાતું નથી. તે આપ તેને સમજાવે. | દુર્યોધનને સમજાવવા કૃષ્ણજીને પ્રયત્ન :-શ્રી કૃષ્ણ દુર્યોધન પાસે આવીને કહ્યું કે તમે પાંડવોને રાજ્યને ટુકડો આપવા પણ તૈયાર નથી, તેથી તેઓ યુદ્ધમાં તમને મારીને રાજ્ય લેવાની ઈચ્છા રાખે છે, અગર તમે પાંડવેને મારીને આખું રાજ્ય પચાવી લેવાની ઈચ્છા રાખે છે પણ વિચાર કરજો કે સ્વજનો વિના ક્યાંય સુખ મળવાનું નથી. યુધિષ્ઠિર તેમના ચાર ચાર ભાઈઓની સહાયથી બધી રીતે સાર્થ છે પણ હું તમને કહું છું કે વધુ નહિ તે ફક્ત પાંચ ગામ તમે પડને આપે. તે કુશસ્થળ, વૃષસ્થળ, માર્કદી, વારણાવતી અને હસ્તિનાપુર. આ પાંચ ગામ જે તમે પડને આપશે તે હું ગમે તેમ કરીને તેમને સમજાવીશ અને સંધી થઈ જશે. કુળને નાશ થતે બચાવવા માટે સજજન પુરૂષે ચેડામાં પણ શાંતિ માને છે. જો તમે પાંચ ગામ નહિ આપે તે ભયંકર યુદ્ધ થવાનું છે તે વાત નિશ્ચિત છે. હવે દુર્યોધન કૃષ્ણજીને શું કહેશે તેને ભાર અવસરે
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy