SearchBrowseAboutContactDonate
Page Preview
Page 903
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા દેશન સ્વાઈ કહેશે તે વાત નિશ્ચિત છે, અને કૃષ્ણવાસુદેવ પણ આ વાત જાણશે કે મારા નાના ભાઇ ગજસુકુમાલ અણુગારને સોમિલ બ્રાહ્મણે માથે અંગારા મૂકી ક્રૂર રીતે મારી નાખ્યા છે ત્યારે તેમના ક્રાધના પાર નહિ રહે, અને મને મારા ગુનાની શિક્ષા કરશે. તેમાં એક ક્ષણના વિલંમ નહિ કરે. મને લાગે છે કે મે' તેમના ભાઈને મારી નાંખ્યા છે તેથી તે મને કોણ જાણે કેવી રીતે મારી નંખાવશે ! મને કૂતરા કરડાવીને મારી નંખાવશે ! ઉંચેથી ધરતી ઉપર પછાડીને મારી નાંખશે, ભડભડતા અગ્નિના કુંડમાં ફેંકીને મારી ન ખાવશે કે શાકભાજીની માફક મારા શરીરના રાઈ રાઈ જેટલા ટુકડા કરીને મારી ન ખાવશે ? આવા વિચાર આવતાં સામિલ બ્રાહ્મણ ભયભીત બની ગયા. ભયના માર્યાં તે થરથર ધ્રુજવા લાગ્યા. આંખે અંધારા આવી ગયા અને મનમાં વિચાર કર્યો કે હમણાં જ કૃષ્ણુવાસુદેવ નેમનાથ ભગવાનનાં દર્શન કરીને પાછા આવશે ને મને પકડવા માણુસા મેકલશે તા હું પકડાઈ જઈશ. તેના કરતાં હું અહીથી ભાગી જાઉં તા દ્દાચ ખચી જાઉં. આમ વિચાર કરીને ભયના માર્યાં સામિલ ખચવા માટે ઘેરથી નીકળી ને જશે ત્યારે વચમાં કૃષ્ણનો ભેટો થઈ જશે ને શુ' બનશે તેના ભાવ અવસરે કહેવાશે. ચરિત્ર : ઉત્તરકુમારના મુખેથી બૃહન્નટના પરાક્રમની પ્રશંસા સાંભળીને વિરાટ રાજાને ખૂબ આનંદ થયા. તરત દ્વારપાળને મોકલીને રાજાએ બૃહન્નટને પેાતાની પાસે એલાવ્યા. બૃહન્નટને સભામાં આવતા જોઇ રાજા તેના સામે ગયાં ને પ્રેમથી ખૂબ સત્કાર કરીને ભેટી પડચા, અને તરત તેનો સ્રીનો વેશ ઉતરાવી રેશમી વસ્ત્રો પહેરાવ્યા અને કિંમતી રત્નોના આભૂષાથી વિભૂષિત કરી રાજાએ તેને પેાતાના સિ’હાસન ઉપર બેસાડયા, પછી હાથ જોડીને કહે છે કે હું બૃહન્નટ ! તે' મારા કુંવરને અને ક ંકે તથા વલ્લભે મને બચાવ્યે છે. આપ ત્રણે જણાએ અમારી આબરૂ અને રાજ્ય મચાવ્યું છે ને અમને જીવાડવા છે. તે આજથી આ રાજ્ય તમને આપીને અમે તમારા ચરણામાં છીએ. અર્જુન કહે હું મહારાજા ! પાંડુપુત્રાનો સ્વભાવ જ એવો છે કે તેઓ કોઇનુ દુઃખ જોઈ શકતાં નથી, જેનુ દુઃખ દેખે તેનું દુઃખ દૂર કરે જ છૂટકો કરે છે. પાંડુપુત્ર સાંભળીને મચ્છરાજાના કાન ચમકયા. તેમણે ફરીને પૂછ્યું. 'હું' તમે કોણ છે ? પાંડવાને ગુપ્તવાસ સહિત આજે તેર વર્ષ પૂરા થયાં હતાં એટલે ગુપ્ત વાતને પ્રગટ કરતાં અજુ નજીએ કહ્યું, હે રાજન ! અમે પાંડુરાજાના પાંચ પુત્રો છીએ. તેમાં હાલ જે તમારા કક પુરોહિત છે તે યુધિષ્ઠિર રાજા છે. વલ્લભ રસાઇએ તે ભીમ છે, અશ્વશાળાનો અધ્યક્ષ તંત્રીપાલ તે નકુલ છે અને ગોકુળનો અધ્યક્ષ ગ્રંથિક તે સહદેવ છે. મહારાણીની દાસી સૈરન્ત્રિ જેને તમે બધા માલિની કહીને ખેલવા છે તે દ્રૌપદી છે, અને વૃદ્ધ કુંતામાતાને અમે અહી' નજીકમાં એક ઘરમાં ગુપ્ત રાખ્યા છે. અર્જુનના મુખેથી વાત સાંભળીને વિરાટ રાજાના આનંદનો પાર ન રહ્યો. શું વાત કરેા છે ? આપ કુરૂવ॰શના શા-૧૦૮
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy