SearchBrowseAboutContactDonate
Page Preview
Page 880
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ શારદા દર્શન અંતરમાં ક્રોધની જવાળાઓ ફાટી નીકળી. ભગવાને આટલું જ કહ્યું ત્યાં કૃષ્ણનું લેહી ગરમ થયું કે હે ભગવાન! મારી નગરીમાં કેણ એ અગ્ય અને દુષ્ટ પુરૂષ છે કે જેને આવા ફૂલ જેવા કે મળ નાના ગજસુકુમલ અણગારને જોઈને પ્રેમ આવો જોઈએ ને તેના ત્યાગ આગળ તેનું મસ્તક ઝૂકી જવું જોઈએ તેના બદલે આટલે બધે કોલ કર્યો? મારા ભાઈ એ તેનું શું બગાડયું હતું કે તેના ઉપર આટલે બધે કોલ કર્યો ? ભગવંત કહે છે હે કૃષ્ણ! તું અધીરે ન થા. સાંભળ. ગજસુકુમાલ અણગારને જોતાં જ તેને પૂર્વને વૈરભાવ જાગૃત થયે. તેથી ક્રોધાવેશમાં આવીને તે પુરૂષ તળાવમાંથી ભીની ચીકણી માટી લઈ આવ્યો અને તેના માથે ફરતી માટીથી ગેળ પાળ બાંધી, અને શમશાનમાં મડદું બળતું હતું તેની ચિતામાંથી ખેરના બળતા લાલચોળ અંગારા એક માટીના ફૂટેલા વાસણમાં લઈ આવી ગજસુકુમાલ અણગારના શિર ઉપર નાંખ્યા ને પછી તે પુરૂષ ડરને માર્યો ત્યાંથી ભાગી ગયે. ધગધગતા અંગારા માથે નાંખવાથી ગજસુકુમાલ અણગારને અસહ્ય વેદના થવા લાગી. ખીચડી ખદખદે તેમ પરી ખદખદવા લાગી. આવી અસહ્ય વેદના ખૂબ સમતા ભાવથી શાંતિપૂર્વક સહન કરી, અજબ ક્ષમા રાખી. માથે અંગારા મૂકનાર પ્રત્યે લેશ માત્ર કોધ ન કર્યો પણ એમણે એવો વિચાર કર્યો કે મારો દેહ બળે છે. આત્મા બળતું નથી. આત્મા અજર, અમર છે. શુદધ, બુદ્ધને ચૈતન્ય ઘન છે. આવી શુભ ભાવનાના ઝૂલે ઝુલતા આત્મગુણેની ઘાત કરનારા કર્મોને ક્ષય કરીને કેવળજ્ઞાન અને કેવળદર્શન પ્રાપ્ત કર્યું. કેવળજ્ઞાન અને કેવળદર્શન પ્રાપ્ત કરીને શેષ રહેલાં કર્મોને ક્ષય કરીને મેક્ષમાં ગયા, “તં પડ્યું હતું જેમાં જયસુકુમા મારે નાહિત પૂળો સટ્ટા હે કૃષ્ણ! તેથી જ મેં કહ્યું કે ગજસુકુમાલ અણગારે પિતાને અર્થ સિદ્ધ કરી લીધે. પિતાનું કાર્ય સાધી લીધું. - આ શબ્દો સાંભળીને કૃષ્ણવાસુદેવની આંખમાંથી દડદડ આંસુ સરી પડયા. અરેરે. ભગવાન ! આ શું થઈ ગયું? હજુ તે કાલે સવારે દીક્ષા આપીને અમે ગયા. એને વિયેગમાં રાત દિવસ પુરી ઝરીને વીતાવ્યું. એ તે સાધના કરવા મહાકાલ શ્મશાનમાં ગયા પણ અમને તેના વિગથી રાત્રી મહાકાળ જેવી લાગી. મારી માતાએ તે કેટલે ઝૂરેપ કર્યો કે મારે બાલુડો શું કરતે હશે ? એને ઉંઘ આવી હશે કે નહિ? હું કેટલી હોંશભેર દર્શન કરવા આવ્યો. અમને પણ દર્શન થયા નહિ. આમ કહીને કૃણ રડવા લાગ્યાં. તેમના દિલમાં ખૂબ દુઃખ થયું. સાથે ગજસુકુમાલને આવે ઘેર ઉપસર્ગ આપનાર ઉપર ખૂબ ક્રોધ આવ્યો. તે તેનું તે વાવાયુવે સરિપિં एवं वयासी केसण भन्ते से पुरिसं अपत्थित जाय परिवज्जिते जेणं मम सहायरे कणीयस' भायर गजसुकुमाल अणगार अकाले चेव जीवियाओ ववरोविते । એટલે કૃષ્ણ વાસુદેવે નેમનાથ ભગવાનને પૂછ્યું કે હે ભગવાન! મૃત્યુને ઈચ્છુક, લજજા રહિત એ કેણ પુરૂષ છે કે જેણે મારા સહોદર ભાઈને અકાળે જ જીવનથી રહિત કર્યો? આ રીતે રોષે ભરાઈને ભગવાનને પૂછ્યું.
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy