SearchBrowseAboutContactDonate
Page Preview
Page 868
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ન, ૧૦૬ કારતક સુદ ૭ ને ગુરૂવાર તા. ૧૭-૧૧-૭૭ સુજ્ઞ ખંધુઓ, સુશીલ માતાએ ને બહેનો ! આપણે અંતગઢ સૂત્રના આઠમા અધ્યયનનો અધિકાર ચાલે છે. ગજસુકુમાલ અણુગારને આત્મસ્વરૂપની પીછાણ થઈ તેથી સંયમ માર્ગ અપનાવીને આત્મસાધના સાધી ગયા. આત્માને પેાતાના સ્વરૂપની પીછાણુ થયા પછી બીજી કઈ પણ પ્રવૃત્તિમાં આનદ આવતા નથી. “નિજ સ્વરૂપને જાણ્યા પછી, કંઈ જાણવાનુ ના રહે, આત્મસુખ માણ્યા પછી, કંઇ માણવાનું ના રહે.” દુનિયામાં માનવીને ઘણું જાણવાનું ને માણવાનુ મન થાય છે. પણ 'જ્ઞાનીપુરૂષો અનુભવ કરીને કહે છે કે પેાતાના સ્વરૂપને એક વખત જાણ્યા પછી અને આત્માનું અલૌકિક સુખ માણ્યા પછી તેને દુનિયામાં કઈ ચીજ જાણવાનું કે માણવાનું મન થતું નથી. આત્મસ્વરૂપને પામેલા સમ્યકૂષ્ટિ જીવ ભલે કર્મોના ઉદયથી 'સારમાં ખૂંચેલા હાય, સ`સારના અનેક કાર્યો કરતા હાય પશુ અંતરથી તેને રસ આવતા નથી, માત્ર શરીરથી તે સ ́સારમાં રહ્યો હાય છે પણ એનો અ`તરાત્મા તે પરમાથ ને ઝંખતે હાય છે, ચાહે તે ઉઘતા હોય, જાગતા હોય, વહેપાર અદ્ઘિ ગમે તે કાર્ય કરતા હાય પણ એનુ' મન તે નિરંતર પરમાને ઝંખતુ હોય છે. લીધે ચારે ચરવા માટે ગાયા વનવગડામાં ફરતી હાય છે પણ તેનુ' ચિત્ત તેના વાછરડામાં હોય છે તેમ સમકિતી આત્મા સ'સારની દરેક પ્રવૃત્તિ કરતા હોય છતાં તેનુ· ચિત્ત સદા આત્મકલ્યાણ તરફ હાય છૅ, આ રીતે ગજસુકુમાલ મુનિના દ”ન કરવા માટે જેનું ચિત્ત તલસી રહ્યુ છે તેવા કૃષ્ણવાસુદેવે ભગવાનના દર્શને જતાં વૃધ્ધ માણસને સહાય કરી તેા તેને કેટલે આનદ થયા ! આ રીતે આપ બધા જીનમાં સરળતા, નમ્રતા, દયા, પરોપકાર વિગેરે શુષ્ણેા કેળવા તેા તમારું' છત્રન પવિત્ર ખની જશે. માતાપિતાનું દિલ પણ આવા ગુણવાન, વનયવત, આજ્ઞાંકિત સંતાનોને જોઈને ડરી જાય છે. અહી મને રામાયણનો એક પ્રસંગ યાદ આવે છે. જ્યારે રામચંદ્રજીને રાજતિલક કરવાનું હતું ત્યારે દશરથ રાજા કૈકેયીની પાસે ગયા હતા. રામને ગાદીએ બેસાડીને દશરથ રાજાને દીક્ષા લેવી હતી. કૈકેયીએ અવસર જોઈને દશરથ રાજાને કહ્યું-નાથ ! તમે તે સંસાર છોડીને જાએ છે. પણ મારા લગ્ન પછી એ આપને સહાય કરી હતી તે વખતે આપે ખુશ થઈને મને વચન માંગવા કહેલુ પણ મે' આપની પાસે વચન માંગવાનું બાકી રાખ્યુ છે તે આપને યાદ છે ને? દશરથ રાજાએ કહ્યુ “હા, કૈકેયી, મને બરાબર યાદ છે, મારે સસાર છોડીને જવું છે તા શા માટે તારા વચનનું ઋણ માથે રાખીને જવુ ? તારે જે જોઈએ તે ખુશીથી
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy