SearchBrowseAboutContactDonate
Page Preview
Page 863
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ન, ૧૦૫ 一夜 તા. ૧૬-૧૧-૭૭ કારતક સુદ ૬ ને બુધવાર સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાએ ને બહેન! અન`તજ્ઞાની, ચરમ તીથ‘કર મહાવીર પ્રભુએ જગતના જીવાના ઉધાર માટે દ્વાદશાંગી સૂત્રની પ્રરૂપણા કરી. દ્વાદશાંગી સૂત્રમાં આઠમું અંગ અંતગઢ સૂત્રના આઠમાં અધ્યયનમાં ગજસુકુમાલના અધિકાર ચાલે છે. કૃષ્ણવાસુદેવને પોતાના લઘુ અંધવાના દર્શન કરવાના ઉમગ છે. તેએ પેાતે હાથી ઉપર બેઠા છે, માથે છત્ર યું છે ચામર વીંઝાય છે અને ઘણી માટી સંખ્યામાં સેવકે સાથે ચાલે છે. આ સમયનુ દૃશ્ય બહુ સુંદર દેખાતું હતું. કૃષ્ણવાસુદેવ ઉત્સાહપૂર્ણાંક રાજશાહી ઠાઠમાઠથી દ્વારકા નગરીના મધ્ય ભાગમાંથી જઇ રહ્યા હતા. ત્યારે શું બને છે ! 'तप ण' से कण्हे वासुदेवे बारावईप मज्झ भज्झेण णिगच्छमाणे एकं पुरिस पासइ, जुण जरा जज्जरिये देह जाव किलंत महइ महालयाओ इहुगराशीओ एगमिग ईग દિયા થાપયા આ તામિદ અનુવામાળ વાસદ્ ।” કૃષ્ણવાસુદેવે દ્વારકા નગરીના મધ્યભાગમાં થઈ ને જતાં એક વૃઘ્ધ પુરૂષને જોચે.. તે વૃધ્ધ પુરૂષનું શરીર વૃધ્ધાવસ્થાના કારણે ખૂબ જીણુ થઈ ગયું હતું. પગ લથડીયા ખાતાં હતાં. તેની દશા ખૂબ દુઃખી અને દયામણી હતી. એના મુખ ઉપર પૂર્ણ વૃધ્ધાવસ્થાની રેખાએ દેખાતી હતી. વૃધ્ધાવસ્થા આવે છે ત્યારે શરીરનું ખળ ક્ષીણ થઈ જાય છે. એ રીતે આ વૃધ્ધ પુરૂષનું શરીર વૃધાવસ્થાને કારણે જરિત થઇ ગયું હોવાથી શરીરમાં તાકાત ન હતી. તેથી તે અશકત વ્રુધ પુરૂષ એક મેાટા ઈંટના ઢગલામાંથી એકેક ઈંટ ઉપાડીને બહારના રાજમાગ ઉપરથી પાતાના ઘરમાં મૂકતા હતા. આ જોઈ ને કૃષ્ણુવાસુદેવને ખૂબ દયા આવી. કૃષ્ણવાસુદેવ સભ્યષ્ટિ આત્મા હતા. સમ–સવેગ, નિવેદ, અનુકપા અને આસ્થા. આ પાંચ સમકિતના લક્ષણા છે. તેમાં અનુકંપા એ પણ સમકિતનું લક્ષણ છે. કૃષ્ણુ વાસુદેવનું હૃદય ખૂબ દયાળુ હતું. તેએ કોઈનું દુઃખ જોઈ શકતાં ન હતાં, કોઈ દુઃખીને દેખે તે તેમનું હૃદય પીગળી જતુ' હતું. પેલા વૃદ્ધ માણસને ઈંટના મોટા ઢગલામાંથી એકેક ઈંટ ઉપાડીને પોતાના ઘરમાં મૂકતા જોઈને કૃષ્ણવાસુદેવ વિચાર કરવા લાગ્યા કે આ બિચારા જીણુ શરીરવાળા પુરૂષ આટલા મેાટા ઢગલામાંથી એકેક ઈંટ ઉપાડીને ઘરમાં મૂકશે તે આ મેાટા ઢગલા કયારે પૂરા થશે ? એનુ` શરીર થરથર ધ્રૂજે છે. એકેક ઈંટ ઉપાડીને મૂકવા જતાં તે થાકી જાય છે. આ ઢગલા ઉપાડતાં પહેલાં એ ઉપડીજશે. આવા પુરૂષને મારે સહાય કરવી જોઇએ અને તેને દુઃખમાંથી મુક્ત કરવા જોઈએ. ત્રણ ખંડના અધિપતિ છે છતાં તેમના દિલમાં દુઃખી પ્રત્યે કેટલી દયા | પુણ્યના ઉદયથી જે સુખી હા તા દુ:ખીને જોઈને દિલ દ્રવી જવુ જોઈએ. અને સહાય કરવી શા.-૧૦૩
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy