SearchBrowseAboutContactDonate
Page Preview
Page 848
Loading...
Download File
Download File
Page Text
________________ ૦૨ શાશા બેન જે ના લાગતું હોય તે સમજી લે છે કે બાપની કમાણી ઉડાવનાર છોકરાને તમે જલ્દી મૂઓં કહી દીધું તે પછી તમને કેવા કહેવા? જ્ઞાનીને માર્ગ સમજવા ધર્મકળા શીખે. કહ્યું છે કે “સથાવસ્ત્રા ધમવા નિશા” વીતરાગ પ્રભુના વિરાટ શાસનમાં સર્વકલા કરતાં ધર્મકલાને શ્રેષ્ઠ સ્થાન આપેલું છે. દુન્યવી બધી કળામાં પારંગત થયેલા માનવીને પણ જે ધર્મકળા ન આવડે તે સમજી લે છે કે તેને જે કળા મળી છે તેને પણ તે દુરૂપયોગ કરશે. જેને જીવન જીવતાં શીખવું છે, જીવન જીવવાની કળા પામવી છે તેને તે એક ક્ષણ પણ ધર્મ કર્યા વિના ચેન નહિ પડે. ધર્મ એટલે શું? તે જાણે છે ? દુર્ગતિમાં પડતાં જેને જે ઉધ્ધાર કરે તે જ સાચે ધર્મ છે. આ ધર્મની કળા જેને નથી આવડતી તેની પાસે જગતની ગમે તેટલી સામગ્રી હશે છતાં તેને ચેન નહિ પડે. પાસે લાખે ને કરડેની મિલક્ત હેય, રહેવા માટે સાત માળની ઈમારત હોય, આ સુખી દેખાતે માનવી અંતરથી દુઃખી હોય છે. જેના હૃદયમાં ધર્મ વસી ગયે હાય, જેને ધર્મકળા આવડી ગઈ તે માણસ સુખી કે દુઃખી ગમે તેવી પરિસ્થિતિમાં હશે તે પણ તે શુભાશુભ કર્મનું ફળ શાંતિથી ભોગવી શકે છે. આપણે અંતગડ સૂત્રમાં ગજસુકુમાલ અણગારની વાત ચાલે છે. એમિલ બ્રાહ્મણે ગજસુકુમાલ અણગારને માથે અંગારા મૂક્યા પછી તેને ભય લાગે કે મને કેઈ જઈ જશે ને કૃષ્ણવાસુદેવને કહી દેશે તે મારું મોત થઈ જશે. અત્યારે અહીં કેઈ દેખાતું નથી માટે જલદી ભાગી જાઉં. આ વિચાર કરીને એ તે ચાલ્યો ગયો. પછી શું બન્યું? तए णं तस्स गयसुकुमालस्स अणगारस्स सरीरयसि वेयणा पाउब्भूया उज्जला जाव સુફિયાના સે.મિલ બ્રાહ્મણ અંગારા મૂકીને ગયા પછી તે ગજસુકુમાલ અણગારના મસ્તકમાં (શરીરમાં) મહાવેદના ઉત્પન્ન થઈ. જે વેદના અત્યંત દુઃખમય હતી. જાજવલ્યમાન હતી. કલ્પનાતીત હતી અને બહુ જ અસહ્ય હતી. કેઈ માણસ ખૂબ દાઝ હોય તેની વેદના જોઈને આપણને કંઈક થઈ જાય છે. તે વિચાર કરો કે આ તે શરીરને કેમળ ભાગ છે. તેના ઉપર લાલચળ અંગારા મૂકયાં ને ખીચડી ખદખદે તેમ ખોપરી ખદખદવા લાગી. એ કેવી પીડા થઈ હશે ! આટલી પીડા થવા છતાં કેટલે બધે સમભાવ રાખ્યો ? “ તા 1 સે 1થકુમારે મારે સેમિસ્ટર માદન મળત્તાવિ ગુમાવે તે સુકા રાવ ગદિયા અસહ્ય પીડા થવા છતાં ગજસુકુમાલ અણગાર સમિલ બ્રાહ્મણ ઉપર લેશ માત્ર દ્વેષ ન કરતાં સમભાવે અસહ્ય વેદના સહન કરવા લાગ્યા, અને મનમાં વિચારવા લાગ્યા કે મારા સસરાએ મારા ઉપર કેવી અસીમ કૃપા કરીને મને જદી મેક્ષિામાં જવા માટે સહાય કરી. બંધુઓ! તમે તમારા સાસરે જાઓ ત્યારે કદાચ તમારા સાસુ, સસરા અને સાળા કેઈ તમને માન ન આપે, કદાચ તમને ઓછા સાચવી શકે, તે આ સમભાવ રહે ખરે? સાચું બેલજે. હું તે માનું છું કે તમે ઘેર જઈને પત્નીને કહેશે કે
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy