SearchBrowseAboutContactDonate
Page Preview
Page 834
Loading...
Download File
Download File
Page Text
________________ (૭૮૮ શારદા દર્શન દિવસમાં જે શૂરવીર પુરૂષ મારા શત્રુ પાંડેને શસ્ત્રથી કે મંત્રતંત્રથી મારશે તેને દુર્યોધન રાજા હાથી, ઘેડા, રથ, પાલખી અને અડધું રાજ્ય આપશે. આ પ્રમાણે નગરમાં દાંડી પીટાવા લાગી. આ સાંભળીને પુરેચનના નાનાભાઈ સુરેચનના મનમાં થયું કે મારા મોટા ભાઈને પાંડેએ મારી નાંખ્યા છે તે હું પાંડને મારીને મારા ભાઈને વૈરને બદલે લઉં. એમ વિચાર કરીને સુરોચન દુર્યોધન પાસે આવ્યા ને કહ્યું, હે મહારાજા ! હું સાત દિવસમાં પાંડવોને મારી નાંખીશ, ત્યારે દુર્યોધને કહ્યું, મારી તાકાત નથી ત્યાં તારું શું ગજું! પાંડેને મારવા તે કેઈ રહેલ કામ નથી, ત્યારે સુરેચને કહ્યું, મહારાજા ! મેં કૃત્યા નામની રાક્ષસી વિદ્યાની સાધના કરેલી છે. તે કૃત્યા રાક્ષસીમાં આખી પૃથ્વીને ખાઈ જવાની તાકાત છે. તે હું વિદ્યાને યાદ કરીશ એટલે કૃત્ય રાક્ષસી આવશે ને પાંડને મારી નાંખશે. મારે મન તે માખી મારવા કરતાં પણ પાંડવોને મારવા રહેલ છે. માટે આપ ચિંતા કરશે નહિ. આ વાતથી ખુશ થઈને દુર્યોધને સુચનને શાબાશી આપીને કહ્યું, વીરા ! ધન્ય છે તને, જે તું ન હોત તે પાંડવોને વિનાશ કરવાનું કામ કોણ કરત? મને દુઃખમાં સહારે કોણ આપત? દુર્યોધને તેને ખૂબ આદર સત્કાર કર્યો. પછી સુરોચને ઘેર જઈને યજ્ઞ, જાપ વિગેરે વિધિ કરીને તેની આસુરી વિદ્યાનું સ્મરણ કર્યું. તે કૃત્યા રાક્ષસી બહુ ભયંકર છે. આ વાતની મને ખબર પડી, એટલે હું તમને સાવચેત કરવા માટે અહીં આવ્યું છું. હવે આ સાત દિવસમાં કૃત્યો રાક્ષસી આવશે. માટે તમે સજાગ રહેજે. આમ કહીને નારદજી આકાશમાર્ગે ચાલ્યા ગયાં. બંધુઓ ! પાંડે પવિત્ર છે તે તેમને કઈને કઈ સમાચાર આપનાર મળી જાય છે. કહેવત છે કે જેને રામ રાખે તેને કેણ ચાખે? તે અનુસાર અહીં પાંડને સમાચાર મળી ગયા. નારદજી ગયા પછી બધા ભાઈ એ ભેગા થઈને વિચાર કરવા લાગ્યા કે હવે આપણે શું કરવું ? આ દુષ્ટ આપણને વનમાં પણ સુખે રહેવા દેતું નથી. આપણે તેનું કંઈ અહિત કરતા નથી છતાં એને કેટલે ઠેષ છે! ઠીક, એને ગમ્યું તે ખરું પણ આપણે હવે સજાગ બની જાઓ. ભીમે યુધિષ્ઠિરને કહ્યું, મેટાભાઈ! એ કૃત્યા આવશે એટલે હું આ મારી ગદાથી તેના ચૂરેચૂરા કરી નાંખીશ. તમે બધા બેફિકર રહેજો, ત્યારે યુધિષ્ઠિરે કહ્યું–ભાઈ! તારી હિંમત અને બળ અજબ ગજબનું છે, પણ એ રાક્ષસની જાત બહુ ક્રૂર હોય છે. તું એકને મારીશ ત્યાં બીજા સો રાક્ષસો સામે આવીને ઉભા રહેશે. માટે રાક્ષસ સાથે વૈર બાંધવું નહિ. આપણે સાત દિવસ ધર્મધ્યાનમાં લાગી જઈએ. ધર્મના પ્રતાપે બધું દુઃખ દૂર થશે. ધર્મરાજાની વાત બધાને ગળે ઉતરી કે મોટાભાઈની વાત સાચી છે. આપણે એક પછી એક દુઃખમાં ઘેરાતા જઈએ છીએ. ધર્મથી કર્મને ક્ષય થાય છે. આ વિચાર કરીને પાંચ ભાઈ એ, દ્રૌપદી અને કુંતામાતાએ સાતે ય પવિત્ર આત્માઓએ (સેળ ભક્ત) સાત દિવસના ચૌવિહારા ઉપવાસના પચ્ચખાણ કર્યા. બ્રહ્મચર્યનું
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy