SearchBrowseAboutContactDonate
Page Preview
Page 785
Loading...
Download File
Download File
Page Text
________________ direL sela be વસુદેવ રાજા, દેવકીરાણી અને કૃષ્ણવાસુદેવને લાગ્યું કે હવે અમારે લાડકવા કઈ રીતે સંસારમાં રહે તેમ નથી. તેને નિર્ણય અફર છે, ત્યારે કહે છે કે સંયમ સંયમ ઝંખે તારૂં મન, પણ સંયમ માર્ગ નિરાળે છે, તને ખ્યાલ હશે આ મારગમાં (૨) કંટક વચ્ચે કયારે રે. સંયમ હે દીકરા ! સંયમ લેવા માટે તારું મન તલપાપડ થઈ રહ્યું છે. સંયમમાં તારે કેવા કેવા કષ્ટો સહન કરવા પડશે તે વાત અમે તને બરાબર સમજાવી છે ને હજુ પણ કહીએ છીએ કે સંયમ માર્ગ તદ્દન નિરાળે છે. ત્યાં તારે સંસારીઓના નેહથી અલિપ્ત રહેવું પડશે. સંયમ એ કાંટાળે માર્ગ છે. ગુલાબનું ફૂલ સુંદર દેખાય છે. તેનામાં સૌરભ મહેકે છે, સૌ ગુલાબનું ફૂલ લેવા ઈચ્છે છે પણ ગુલાબના છોડને કાંટા હોય છે એટલે ગુલાબનું ફૂલ મેળવવું બહુ મુશ્કેલ છે. તે સિવાય ગુલાબનું ફૂલ કાંટામાં રહેવા છતાં સદા હસતું ને ખીલતું રહે છે, તેમ છે દીકરા ! સંયમ ગુલાબના ફૂલ જેવું છે. તેને ફરતી ઉપસર્ગો અને પરિષહની કાંટાળીવાડ છે. સંયમનું પાલન કરતાં ભૂખ-તરસ ઠંડી-ગરમી, આકાશવચન, દંશમશ, તાડનમાડન રૂપ ઘણાં કાંટા વાગશે તે વખતે તારે સમભાવ રાખીને હસતા ચહેરે રહેવું પડશે. આ બધું તું સારી રીતે જાણે છે ને? ગજસુકુમાલ કહે છે હે મારા વડીલે! હું બધું સમજીને જાણીને દીક્ષા લઉં છું. જે સૌનિક શત્રુની સામે સામને કરવા શૂરવીર બનીને નીકળે છે તે ચકચકતી. નન તલવાર જોઈને ડરી જાય કે મને વાગશે તે મારું માથું કપાઈ જશે. એવા ડરથી જે પીછે હઠ કરે તે એ સૈનિક કહેવાય? “ના”. સાચે શૂરવીર સૈનિક ડરે નહિ. એ તે મરણી થઈને લડે, તેમ જેને કર્મશત્રુની સામે કેશરિયા કરવા હોય તે પરિષહથી ડરે નહિ એ તે શૂરવીર થઈને દઢતાથી બધું સહન કરે, પણ સંયમમાં આવતાં કષ્ટ જેઈને પીછે હઠ ન કરે. જે પીછેહઠ કરે તે કાયર કહેવાય. હું એ કાયર નથી. માટે હવે તમે મને સંસારમાં વધુ સમય રોકશે નહિ. જલદી આજ્ઞા આપે. તાજ ત गजसुकुमालं कण्हे वासुदेवे अम्मापियरो य जाहे ना संचाएति बहुयाहिं अणुलोमाहि जाव आधवत्तिए ताहे अकामा चेव एवं वयासी त इच्छामा ते जाया । एगदिवसमपि रज्जसिरिं gifસત્તા ત્યાર પછી કૃણવાસુદેવ, વસુદેવરાજા અને દેવકી રાણી જ્યારે ગજસુકુમાલને અનેક પ્રકારનાં અનુકૂળ, પ્રતિકૂળ કથનથી સમજાવી શકયા નહિ ત્યારે અસમર્થ બનીને તેઓ કહેવા લાગ્યા કે હે પુત્ર! એક દિવસ માટે પણ તને અમે રાજસિંહાસને બેસાડી તારી રાજ્યશ્રી જેવા ઈચ્છીએ છીએ, એટલે કે અમે તને દ્વારકા નગરીને રાજા જેવા ઈચ્છીએ છીએ. માટે એક દિવસ તું રાજ્યલમીને સ્વીકાર કર. માતાપિતાની વાત સાંભળીને ગજસુકુમાલ મૌન રહ્યા. એમણે મનમાં વિચાર કર્યો કે હવે મારા માતાપિતા અને મોટાભાઈ મને દીક્ષાની આજ્ઞા આપશે. તેઓ એક દિવસ માટે રાજાને સ્વીકાર કરવાનું કહે છે તે ભલે તેમની ઈચ્છા પૂર્ણ કરી લઉં. જેને
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy