SearchBrowseAboutContactDonate
Page Preview
Page 776
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા ને આ સમયે આકાશમાંથી ભીમનું મસ્તક બધાની વચમાં આવીને પડયું. આ જેતા બધાની ધીરજ ચાલી ગઈ. અરેરે....આ શું થઈ ગયું ? કેઈથી નહિ ડરનાર ભીમને કેણે મારી નાંખ્યો! અત્યાર સુધી તેઓ માનતા હતા કે મારે ભીમ મરે નહિ પણ અત્યારે ભીમનું કપાયેલું માથું જોઈને જાણે મોટે બેંબ પડે હોય તે આઘાત લાગે ને બધા બેભાન થઈને પડી ગયા. થોડીવારે ભાન આવ્યું ત્યારે ભીમના ગુણેને યાદ કરી કરીને સૌ રડવા લાગ્યા. અરેરે...બેટા! તને શું થયું? તું કેટલે પપકારી સાહસિક વિર છે! ભયંકર વનમાં થાકી ગયા ત્યારે તું અમને બધાને ઉંચકીને ચાલ્યા. બધા તરસ્યાં થયા ત્યારે તે પાણી લાવીને પીવડાવ્યું. તારી સહાયથી મોટા મોટા વન એળગી ગયા, ને હવે તું અમને મૂકીને કયાં ચાલ્યો ગયો? તારા વિના અમે શું કરીશું ? યુધિષ્ઠિર ભીમના મસ્તક સામું જોઈને કહે છે હે મારા લાડીલા વીરા ! હે વીર રન ! મોટા મોટા રાક્ષસને ચપટીમાં ચાળી નાંખનાર એવા તને બક રાક્ષસે કેવી રીતે માર્યો? અર્જુન બક રાક્ષસને મારીને ઘરને બદલે લેશે પણ અમે તારા વિના કેવી રીતે જીવી શકીશું ! તું જે તે ખરે, આપણી વૃદ્ધ માતા , તારા વિના કેટલી ઝૂરે છે. દ્રૌપદી અને માતાજી બંને બેભાન બની ગયા છે. કુમળા ફૂલ જેવા સહદેવ અને નકુળ કરમાઈ ગયા છે. અર્જુન પણ ઝૂરે છે. અરેરે..મારા લાડીલા વીરા ! તારી વજ જેવી કાયાને કેઈ અડવા સમર્થ નથી તે તને રાક્ષસે માર્યો કેવી રીતે? કેવળી ભગવતે ભાખ્યું છે કે પાંચે ભાઈઓ વનના દુઃખ વેઠી રાજ્ય મેળવી સુખ જોગવીને દીક્ષા લેશે ને કર્મો ખપાવી મેક્ષમાં જશે અને આ શું બન્યું? કેવળી ભગવંતના વચન ત્રણ કાળમાં કરી મિથ્યા ન થાય. સૌના મનમાં નિશ્ચય થઈ ગયા કે ભીમ મરણ પામે છે એટલે બધાએ નક્કી કર્યું કે ભીમ વિના આપણે જીવવું નથી. આપણે ચિતા ખડકીને બળી મરીશ. ભીમના વિયોગથી મરવા તૈયાર થયેલા પાંડે તથા દ્રૌપદીઃ દ્રૌપદીએ મેળામાં ભીમનું માથું લીધું, અને ચાર ભાઈઓ અને દ્રૌપદી ચિતા ખડકીને બળી મરવા તૈયાર થયા, ત્યારે કુંતાજી કહે છે મારા પાંચ પાંચ પુત્ર અને વહુ મરી જાય ને હું જીવતી રહું! ધિક્કાર છે મારા જીવનને ! મારે પણ જીવવું નથી એટલે કંતાજી મરવા તૈયાર થયા. આ બધાને મરવા તૈયાર થયેલા જોઈને દેવશર્માને ખૂબ દુઃખ થયું કે અહો ! મને એકને બચાવવા જતાં કેટલા છના મોત થશે ! હું પણ ગળે ફાંસો ખાઈને મરી જાઉં. હવે ત્યાં શું બનશે તેના ભાવ અવસરે.
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy