SearchBrowseAboutContactDonate
Page Preview
Page 748
Loading...
Download File
Download File
Page Text
________________ વાર યાખ્યાન ન. ૦૯ આ સુદ ૫ ને સોમવાર તા. ૧૭-૧૦-૭૭, સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! મહાનપુરૂષે ફરમાવે છે કે હે આત્માઓ! મહાન પુણ્યને ઉદય હોય ત્યારે માનવભવ પ્રાપ્ત થાય છે. માનવભવમાં પણ તમે મહાન પુણ્યશાળી છે કે તમને વીતરાગ સર્વજ્ઞ ભગવાનનું ધર્મશાસન મળ્યું છે. તેથી સમસ્ત કર્મવિંટબણાઓને અંત લાવવામાં સમર્થ એ આરાધનાને અનુપમ માર્ગ મળે છે. આવી કિંમતી તક મળ્યા પછી જીવનલક્ષ કેવું રાખવું જોઈએ? અતિ દુર્લભ ધર્મઆરાધનાની તકને સફળ કરવાનું લક્ષ કે પછી વિષયો અને કષાયની આરાધનામાં ગળાબૂડ ખૂંચી રહેવાનું? બેલે, તમારું લક્ષ કઈ તરફ છે? આવું ઉચ્ચ કેટીનું વીતરાગ ભગવાનનું શાસન મળ્યા પછી એની આરાધના કરવાનું છોડી સંસારની સાધનામાં રચ્યાપચ્યા રહેવું તે જીવનું ભયંકર અજ્ઞાન છે, ભૂલ છે. કેઈ માણસ મદ્રાસ કલકત્તા જેવા શહેરમાં ગમે ત્યારે તેની પાસે મૂડી ન હતી. પણ કેઈની ઓળખાણ પીછાણુ થઈ અને તેને લાખ રૂપિયાની કમાણી થાય તેવી કેઈએ એથ આપી. છતાં તેવી તકને ગુમાવીને પિતાની પાસે રહેલાં થેડા પૈસાથી નાટક, સિનેમા, કલબ, હોટલ વિગેરે સ્થળોમાં જઈને મોજમઝા ઉડાવે, હેલ કરવામાં પડી જાય અને થોડા સમયમાં લાવેલી થેડી ઘણી મૂડી ખલાસ થઈ જાય ને પેલી વહેપાર કરવાની ઓથ પણ ચાલી જાય પછી દરિદ્ર અને બેકાર બનીને પિતાના બેકાર ગામડા ભેગે થવાને વખત આવે આ મૂર્ખાઈ કે બીજું કંઇ? આ જીવની પણ આવી જ મૂર્ખાઈ છે કે અનંત નિર્જરા કરાવી આપે એવી જિનશાસનની ઓથ મળવા છતાં અર્થ, કામ, ઘર, દુકાન, કાયા, કંચન, કુટુંબ અને કામિનીમાં તરબળ બની પિતાની મૂળગી મૂડી ગુમાવી દે છે. તે વહેપાર કરવાની એથે ગુમાવવાની મૂર્ખાઈ કરતાં પણ લાખ કરોડો ગણી નહિ પણ અનંત ઘણું મૂર્ખાઈ છે. કારણ કે માનવભવ રૂપી પુણ્યની પુંજી ભેગવિલાસમાં ખતમ કરી નાખ્યા પછી આવતા જન્મમાં નરક તિર્યંચ જેવી હલકી ગતિમાં જીવ ફેંકાઈ જાય છે. આ જીવને એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય, અસંસી તિર્યંચ પચેન્દ્રિય, સંજ્ઞી તિર્યંચ પચેન્દ્રિય, વિગેરેમાં ફરતા ફરતા કદાચ માનવભવ મળે તેમાં પણ આવું જિનશાસન જ મળશે તે નકકી છે? અહીં ત્રિભુવન હિતકારી, વીતરાગ એવા સર્વજ્ઞ પ્રભુનું અનંત કલ્યાણસાધક, સુરાસુરેન્દ્રને માન્ય પવિત્ર ધર્મશાસન પામ્યા પછી એમણે બતાવેલી આત્મહિતકર ધર્મઆરાધનાની જે ઉપેક્ષા કરશો તે આવું ધર્મશાસન મળવું દુર્લભ બનશે. આટલા માટે જ્ઞાની વારંવાર દાંડી પીટાવીને કહે છે કે જે શાસન મળ્યું છે તેની ઉપેક્ષા ન કરો પણ વીતરાગ પ્રભુની આજ્ઞા પ્રમાણે અપ્રમત્ત બનીને પાલન કરવું એ
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy