SearchBrowseAboutContactDonate
Page Preview
Page 691
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા દર્શન ગ દાગીના પહેર્યાં. સેામિલ બ્રાહ્મણને ત્યાં ઘણી સંપત્તિ હતી. પુત્ર ગણા કે પુત્રી ગળ્યા સામા એક જ હતી. એટલે તેને માટે શું મીના હાય ! આજે સ ́સારી જીવ્ર સંતાન માટે કેટલા સંતાપ કરતાં હોય છે ! પણ સ ́તાન થયા પછી સાત સાંધે ને તેર તૂટે એવી પરિસ્થિતિ હૈાય છે. એક ચિંતા ન મટે ત્યાં બીજી ચિંતા ઉભી જ હાય છે. દુકાનેથી તમે થાકયાપાકયા ઘેર જાએ એટલે તમારા શ્રીમતીજી કહેશે કે આજે ધીના ડખ્ખા ખલાસ થઈ ગયા છે, ઘી લાવ્યા એટલે કહેશે કે તેલ ખલાસ થઈ ગયુ છે. તે ત્રીજે દિવસે કહેશે કે ચાખા ને ઘઉં ખલાસ થયા છે. એ પતે એટલે કહેશે કે આ ટેકરાઓને સ્કુલની ફી ભરવા પૈસા જોઈએ છે. છે સંસારમાં સુખ ! કેટલી બધી ચિંતાઓથી સ`સાર સળગી ઉઠી છે. છતાં જીવને સ’સારમાં સુખ દેખાય છે. અમને તા તમારી દયા આવે છે કે તમે કયાં સુધી આવા દુઃખથી ભરેલા સંસારમાં પડયા રહેશે ? પણ જેમ પાણીમાં રહેલાં માછલાને જોઈને કૈાઇને વિચાર થાય કે આ બિચારા માછલાં આ ઠં‘ડીમાં ઠરી જશે માટે, લાવ એને કાઢીને બહાર મૂકું તે એ માછલાં પાણી વિના તરફડીને મરી જાય છે. તેમ તમારી દયા ખાઈને સતા તમને સંસારથી બહાર કાઢવા ઇચ્છે છે, પણુ તમારી દશા કોના જેવી છે તે સમજાણું ને? ( હસાહસ) સંસારમાં ગમે તેટલુંક દુઃખ ભલે હૈાય પણ સંસાર છેડવા ગમતા નથી. સંસારનાં દુઃખા હસતાં હસતાં સહન થાય છે પણ આત્મા માટે ધર્મ કરતાં સ્હેજ દુઃખ વેઠી શકાતું નથી. સામિલ બ્રાહ્મણને ઘેર સૉંસાર સુખની કોઈ કમીના ન હતી. કાઈ જાતની એને ચિંતા ન હતી. ધનના ભંડાર ભરેલા હતાં પણ આજે તે અંદર ક્રાંઈ ન હેાય ને ઉપરથી ભભકાને પાર નહિ. કાઈ ખાઈ ઘરના આંગણામાં સુંદર રંગાળી પૂરે પણ તેના પાણીના ગેાળામાં સેવાળ હોય તે તેને શું કહેશે? આ તેા કુત્રડ ખાઈ છે. એના બહારના ઠઠારા છે પણ ઘરમાં તે કઈ ઠેકાણાં નથી, એવી રીતે જેના ઘરમાં કંઈ ન હાય પણ બહારથી વટબંધ ફરતાં હાય તેની દશા પણ એવી જ છે. સેમિલના ઘરમાં ભરપૂર સંપત્તિ હતી. તેની સપત્તિ પ્રમાણે કપડા ને દાગીના પણ હોય ને! સામાને માટે એક એકથી ચઢિયાતા વસ્ત્રો અને દાગીના તૈયાર કરાવ્યા હતાં. તે પહેરીને તૈયાર થઈ.ત્યાર બાદ તેની સખીએ અને દાસીઓને મેલાવી. મેટા ઘરની ટેકરીઓને દાસ-દાસીઓ અને સખીઓના પાર ન હાય, સામા હમેશા દાસીએ અને સખીઓથી ઘેરાયેલી રહેતી હતી. એ નાહી ધોઈ સારા વસાલ કારો પહેરી શણગાર સજીને તૈયાર થઈ. તે તેની સાહેલીઓને અને દાસીઓની વચ્ચે ચંદ્રમાની જેમ શાલવા લાગી. હવે તે તેની સખીઓને સાથે લઇને કયાં જશે ને શું ખનશે તેના ભાવ અવસરે. ચરિત્ર :-કપટી દુર્યોધનના શીખવાડવ્યા પ્રમાણે પુરોચને ધર્મરાજાને સમાચાર આપ્યા કે કદાચ આપને હસ્તિનાપુર ન જવું હાય તે વારણાવતી નગરીમાં પધારો.
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy