SearchBrowseAboutContactDonate
Page Preview
Page 664
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા દર્શન બંધુઓ ! આ દષ્ટાંતથી તમને કાંઈ સમજાણું ? જે સમજે તે આમાંથી ઘણે સાર સમજી શકે તેમ છે. બધા રાજાઓને પહેલેથી ખબર હતી કે એક વર્ષ માટે આપણને સત્તા મળી છે. તે સત્તાના સિંહાસન ઉપર બેસીને કંઈ સુકૃત્ય કરી લઈએ, એ વિચાર ન કર્યો પણ સુખ ભેળવવામાં મસ્ત રહ્યા, તે અંતે રડતા રડતા ગયા ને મરણને શરણ થયા. તેમ આપણને પણ આ માનવભવ રૂપી રાજ્ય મળ્યું છે. તેમાં જાણીએ છીએ કે આપણી જિંદગી બહુ અલ્પ છે. વધુમાં વધુ ૧૦૦ થી ૧૭૫ વર્ષ જીવવું છે. તેમાં કઈ જન્મતાંની સાથે મરી જાય છે. કેઈ ભરયુવાનીમાં મરી જાય છે. ને કઈ વૃદ્ધ થઈને મરે છે. તેમાં મોટા ભાગના મનુષ્ય મેહાંધ બનીને કઈ પૈસા, કેઈ પ્રતિષ્ઠા, કેઈ પત્ની અને પુત્ર-પરિવાર માટે હાય હાય કરે છે, અને એ બધી સાનુકૂળતાએ મળી જતાં તેમાં મસ્તાન બની જાય છે પણ પરલેક માટે આત્મસાધના કરતા નથી. તેવા જીવેને માનવ ભવરૂપી સત્તાના સિંહાસનેથી ઉતરીને વિદાય થવાને સમય આવે છે ત્યારે ચોધાર આંસુએ રડતા રડતા જાય છે. ને ચતુર્ગતિમાં ભ્રમણ કરે છે. માટે વિચાર કરજે. જાય ન જે જે બચપણ લખેટના ખેલમાં, જાય ના રમવામાં કમાણુને કાળી રે, જાય ના જે જે યૌવન સિનેમાના શેખમાં, જાય ના કરવામાં કમાણને કાળ રે; જાય ના જો જે ઘડપણ બેટી ખણખેદમાં, જાય ના રડવામાં કમાણુને કાળ રે. મોંઘ માનવ જીવન નિષ્ફળ તે નથી જતું ને? સમયને નહિ ઓળખે તે પેલા રાજાઓની માફક રડવાને વખત આવશે. જેને સમજાણું છે કે માનવભવનું રાજ્ય ફરી ફરીને મળવાનું નથી. અહીં કર્મશત્રુઓને હઠાવવાની સર્વોપરિ સત્તા છે. માટે તે આત્માઓ ભેગવિલાસ, જશેખ, એશઆરામ બધું છોડીને જેટલી સાધના થાય તેટલી કરી લે છે, અને જે લેગવિલાસ અને મેજશખમાં પ્રમાદ કરીને પડ્યા રહેશે તે મરીને નરક તિર્યંચમાં ચાલ્યા જશે. જેને જન્મની કિંમત સમજાણું છે તે હસતા હસતા વિદાય લે છે કારણ કે અગાઉથી તેમણે પરલકની બધી તૈયારી કરી લીધી હોય છે. પછી ચિંતા શાની થાય? આપણે પણ એવી તૈયારી કરીને જવાનું છે. તે વાત ભૂલશે નહિ. આપણે ગજસુકુમારને અધિકાર ચાલે છે. એ ગજસુકુમાર માનવભવની ટૂંકી જિંદગીમાં કેટલી કઠીન સાધના કરી લેશે તે આપ આગળ સાંભળશે. અત્યારે સેમિલ બ્રાહ્મણની વાત ચાલે છે. સોમિલ બ્રાહ્મણ અને સેમથી બ્રાહ્મણ પૂર્વના પ્રબળ પુણ્યથી મહાન સુખ અને સંપત્તિ પામ્યા છે. બંનેના રવભાવમાં એક્તા હતી. તેમને સંસાર સુખપૂર્વક ચાલતે હતે. એક સંતાનની બેટ હતી તે પણ પૂરી થઈ અને સેમશ્રી બ્રાહ્મણીએ તેજતેજના અંબાર જેવી એક પુત્રને જન્મ આપે. સેમિલ બ્રાહ્મણને દીકરી પણ દીકરા જેવી વહાલી હતી. તેનું નામ સામા પાડવામાં આવ્યું. હવે તે સેમા કેવી સૌમ્ય હતી તેના ભાવ અવસરે.
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy