SearchBrowseAboutContactDonate
Page Preview
Page 654
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૮ શારદા દેશને આ રીતે દુનને સંગ થતાં મન દુઃખી-વ્યથિત અને છે ને સજ્જનનાં દર્શન થતાં મન પ્રફુલ્લિત ખને છે. માટે જ્ઞાની કહે છે કે જ્યાં સુધી સત્સંગ નહિ કરો ત્યાં સુધી સાચા ખાટાની પીછાણુ નહિ થાય. તેવા ગજસુકુમારની બ્રાહ્મણની વાત ચાલે જેમને સંસાર સાગરથી તારનારા કુશળ નાવિક મળવાનાં અને ગજસુકુમારની સાથે નિકટના સમધ ધરાવનાર સામિલ છે. સામિલ બ્રાહ્મણ કેવા ઋદ્ધિવંત હતા તે વાત આપણે કાલે આવી ગઈ છે. તેને સામશ્રી નામની અતિ સુકુમાલ અને સૌદર્યવાન પત્ની હતી. ઘણી વખત માણુસની ચામડી રૂપાળી હોય પણ શરીર બેડોળ હોય છે, અને ઘણાં માણસની ચામડી રૂપાળી ન હોય. ઘઉં વણી હોય પણ તેનુ શરીર સુડાળ હોય છે. શરીરના ઘાટ મુખની નમણાશથી શાભી ઉઠે છે. આ સેામશ્રી દરેક રીતે શૈાભીતી હતી. એનું રૂપ, શરીરને ઘાટ આ બધું ખરાખર જોઈએ તેવું હતું. ઘણી વખત માણસમાં રૂપ હોય છે પણ ગુરુ હોતા નથી. આ સામશ્રીમાં રૂપ અને ગુણના સુમેળ હતા. સાથે પતિ પત્નીના સ્વભાવમાં પણ સુમેળ હતા, તેમજ સેામશ્રી એના પતિની આજ્ઞા મુજબ કાર્ય કરનારી હતી. ' તન્ના ” તે सोमिलस्स माहणस्स धूया सोमसिरीए भाहणीए अत्तय सोमा नामं दारिया होत्था । સોમિલ બ્રાહ્મણની પત્ની સોમશ્રીની આત્મજા સામા નામે પુત્રી હતી. આગળના માણસામાં માતા પિતા ઉપરથી સતાનેાના નામ પાડતાં જેમ મૃગાવતી રાણીના પુત્ર મૃગાપુત્ર. અહી સૌમિલ અને સામશ્રી નામ ઉપરથી પુત્રીનું નામ સામા પાડયું. આ સેમાપુત્રી પશુ રૂપરૂપના અંબાર હતી. આવી પુત્રીના જન્મ થતાં હર્ષોંના પાર નથી. સંસારી જીવાને અનુકૂળતામાં આનંદ અને પ્રતિકૂળતામાં દ્વેષ થાય છે. આવા ઉપાધિથી ભરેલો સંસાર છે. જો તમારે શાંતિ જોઈતી હોય તેા થોડી વાર પણ સત્સંગ કરા, શાસ્ત્રનું વાંચન કરી અને ધમ સ્થાનકમાં આવીને બેસો તે સાચી શાંતિ મળશે. એક વખત એક સંત શ્વેતાજનાને ઉપદેશ આપતાં સંસારનુ` સ્વરૂપ સમજાવતાં કહે છે કે હું સંસારી જીવો ! અનેક આધિ, વ્યાધિ અને ઉપાધિઓથી ભરેલા આ સંસાર છે. તેમાં લેપાશે નહિ, અને રહો તેા અનાસક્ત ભાવથી રહેશે. જેમ માખી સાકરના ટુકડા ઉપર ને પકવાન ઉપર બેસે છે અને ખળખા ઉપર ને ઘી તેલ ઉપર બેસે છે. તેમાં સાકર અને મિષ્ટાન્ન ઉપર બેસનારી માખી સાકરનો, મિષ્ટાન્નનો સ્વાદ ચાખે છે ને જ્યારે તેના ઉપરથી ઉડવુ' હેાય ત્યારે ઉડી પણ શકે છે, અને ઘી, તેલ ઉપર બેસનારી માખીને કાંઈ મળતુ નથી અને મરી જાય છે, તેમ તમારે સંસારમાં રહેવું પડે ને રહો પણ આસક્ત ન બનો. અનાસક્ત ભાવથી રહેા. કાચ પુણ્યાયે મેાટા વિશાળ રજવાડી બંગલામાં હા, એમ્પાલા ગાડીમાં ફરો પણ એમાં આસક્ત ન અને. જો આસક્ત બન્યા તે
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy