SearchBrowseAboutContactDonate
Page Preview
Page 603
Loading...
Download File
Download File
Page Text
________________ રવા ન ૧૫૭ આ વાતની આખી ઈન્દ્રપ્રસ્થ નગરીમાં ખબર પડી ગઈ. વાત સાંભળીને નગરીમાં તા હાહાકાર મચી ગયા. અહા, એક સતી સ્ત્રીની આ દશા! આપણા દુર્યોધન રાજા આવા દુષ્ટ કેમ ખની ગયા! આવા પાપી રાજાના રાજ્યમાં રહેવુ એ પણુ પાપ છે. આ વાત સાંભળીને નગરજનેાએ ખાવાપીવાનુ` છેડી દીધું, પુરૂષોએ વહેપાર ધંધા છે।ડયા. બહેનેાએ ઘરકામ ડિયા ને સૌ સભામાં આવ્યા. સતી. દ્રૌપદીની આ દશા જોઈને બધા કાળા પાણીએ રડવા લાગ્યા. દ્રોપદીના વિલાપ * :- દ્રૌપદી રડતી રડતી કહે છે હું પાપી ! હું તારી માતા સમાન છુ ને તેં મારી આ દશા કરી? હું પાપી ! તમે એક અમળા શ્રી ઉપર આવા કાળા કેર વર્તાચે છે. મને તેા લાગે છે કે તમે કુળરૂપી વૃક્ષને કાપવા માટે ઉત્તમ કુળમાં કુહાડા જેવા પાયા છે. તમે મારી આ દશા કરી! મે આજ સુધી મારા પતિ સિવાય મારું મુખ કોઈને ખતાવ્યું નથી, અને આજે તમે મને આટલા પુરૂષો વચ્ચે ચેાટલેા પકડી સભામાં લાવ્યા છે. આ તમારા દુષ્ટમથી તમે નરકમાં જશે. આમ ખેલતી દ્રૌપદી સભા વચ્ચે ઉભી ઉભી કરૂણ સ્વરે રૂદન કરવા લાગી. જેમ હરણીને સિંહ પકડી લે પછી તે ગમે તેટલુ રૂદન કરે પણ તેનુ જોર ચાલતુ નથી, તેમ પાંચ પાંચ પાંડવાની પત્ની પાંચાલી આજે નિરાધાર બનીને સભા વચ્ચે ઉભી ઉભી રડે છે ને એક પછી એક પાંડવા સામે દૃષ્ટિ કરે છે કે કાઈ નહિ ઉડે પણ ભડવીર ભીમ તેા જરૂર ઉઠશે, પણ કાઈ ઉઠતું નથી. પાંચ પાંડવ દેખ ખરાબી, દ્રૌપદી કી જિસવારી, લજ્જાવશ સુખ ઢાંકે વજ્ર સે, જોવે ભૂમિ તે મઝારી હા...શ્રોતા અરેરે નાથ ! આ પાપી દુઃશાસને મારી આ દશા કરી! મને ઢસેડીને તમારી સામે ભરી સભામાં લાન્ચે. તમે જોઈને કેમ બેસી રહ્યાં છે ? તમે કોઈ કેમ ઉઠતા નથી ? જેના પાંચ પાંચ પતિ જીવતાં ને જાગતાં ખેડાં હાય તેની પત્નીની આ દશા! દ્રૌપદીનાં આવા દયાજનક શબ્દો સાંભળીને પાંડવા ધરતી સામે જોઈ રહ્યાં, અને ભીષ્મપિતામહ, દ્રોણાચાય, વિદુરજી વિગેરે વડીલેાએ આ દૃશ્ય ન જોઈ શકવાથી વસ્ત્રથી પેાતાનું મુખ ઢાંકી દીધું પણ કાઈ કઈ ખેલી શકયુ' નહિ. ભીમથી આ કાળા કેર સહેન થતા નથી. એ ઝાલ્યે રહે તેમ નથી પણ ધર્મરાજા ઈશારા કરીને ઉડવા દેતાં નથી. બધા સજ્જને દ્રૌપદીની આ દશા જોઈ યુધિષ્ઠિરની નિંદા કરવા લાગ્યા કે ધર્મરાજા દ્રૌપદીને દાવમાં મૂકી શકે જ નહિ. એના ઉપર એમના એકલાના તેા હકક નથી. પાંચે ભાઈઓના હક્ક છે. આવા મહાનપુરૂષે આવું કાર્ય કર્યુ. તેા ખીજાની કયાં વાત કરવી ? એક તરફ આવે ફીટકાર થાય છે ને ખીજી તરફ દ્રૌપદીનુ રૂદન જોયુ' જતું નથી, પણ હવે શુ' થાય ? કેને કહેવાય? હાથના કર્યાં હૈયે વાગ્યા. હવે તેા ધમ રાજાને પેટ ભરીને પસ્તાવા થાય છે કે મને બધાએ ખૂબ વાર્યું પણ મેં જુગાર રમતાં પાછુ' વાળીને ન
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy