SearchBrowseAboutContactDonate
Page Preview
Page 587
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા દર્શન ૫૪૧ ભિક્ષુક રાજકુમાર હતો. તેણે બૌદની દીક્ષા લીધી હતી, પણ તેના શરીરનું સૌંદર્ય ઝાંખુ પડયું ન હતું. તેના દેહ ઉપર બ્રહ્મચર્યનું અલૌકિક તેજ ઝળહળી રહ્યું હતું. આ સાધુનું રૂપ અને સૌંદર્ય જોઈને નર્તકી તેમાં મુગ્ધ બની ગઈ ને બોલી ઉઠી હે મહારાજ! આ તમારું સૌંદર્યવાન અને સુકુમાલ શરીર આ ધૂળના ઢગલામાં રગદોળવા માટે છે? આ વૌવન દુઃખની ભઠ્ઠીમાં તપીને નષ્ટ કરવા માટે છે? આ ઉંમર તો બેગ ભેગવીને જીવનની મઝા માણવા માટે છે. તમે મારી સાથે મારે ઘેર પધારે. હું તમારી સાથે પ્રેમ કરીશ અને તમારું તન અને યૌવન સફળ બનાવીશ. ત્યારે ઉપગુતે કહ્યું. બહેન! અત્યારે નહિ પણ સમય આવશે ત્યારે હું તને પ્રેમના ઓજસને સાક્ષાત્કાર કરાવીશ. આ સાંભળીને નર્તકી ચાલી ગઈ. નર્તકીને સાધુ પ્રત્યે મોહ હતા એટલે થોડો સમય તેને દુઃખ થયું પણ પછી એના વ્યવસાયમાં પડીને એ વાત ભૂલી ગઈ. આ વાતને વર્ષો વીતી ગયા. ફરીને ઉપગુપ્ત ભિક્ષુ ફરતાં ફરતાં મથુરા નગરીમાં આવ્યા. તેઓ એક દિવસ સાંજના સમયે જંગલમાં જઈ રહ્યા હતા. તે વખતે તેમને એક કારમી ચીસ સંભળાઈ. જે તરફથી ચીસ સંભળાઈ તે તરફ ભિક્ષુએ તપાસ કરી તે એક સ્ત્રી ખાડામાં બેહાલ દશામાં બેભાન પડેલી હતી. તે વેદના ભરી કારમી ચીસ પાડતી હતી. બચાવે...બચાવે. જેની દક્ષિણમાં નિર્મળ પ્રેમના ઝરણું વહે છે તે ભિક્ષુએ બાઈને ખાડામાંથી બહાર કાઢી તેના શરીરે પાણી છાંટી, દુર્ગધ મારતું ગંદુ શરીર સ્વચ્છ કર્યું. તેથી તેને શાના વળી ને ભાનમાં આવી. એટલે ભિક્ષુએ કહ્યું બહેન ! હવે રડીશ નહિ. હું તારું દુઃખ દુર કરવા માટે આવી પહોંચે છું. તું ચિંતા ન કરીશ. આવા મીઠા શબ્દ સાંભળીને તે આ વિચાર કરવા લાગી કે આવા દુઃખમાં મને શાંતિ અને આશ્વાસન આપનાર કેણ પવિત્ર પુરુષ છે ! એ જોવા માટે તેણે આંખ ખેલી. ભિક્ષુએ તેને તરત ઓળખી લીધી કે આ તે ઘણાં વખત પહેલાં મને એની સાથે પ્રેમ કરવાનું આમંત્રણ આપતી હતી તે નકી છે. આજે તેનું સુંદર શરીર રોગોથી ઘેરાઈ ગયું છે ને તેમાંથી અસહ્ય દુર્ગધ છૂટી રહી છે. એની આ દશા કેમ થઈ તે સાધુ સમજી ગયા. અતિ ભોગના કારણે શરીર રોગથી ઘેરાઈ ગયું છે. તેમાંથી દુર્ગધ નીકળવા લાગી અને સૌંદર્ય નષ્ટ થઈ ગયું, એટલે એના રૂપની પાછળ મુગ્ધ બનેલા એના દેહના પ્રેમી પંખીડાઓ તેનાથી દુર ઉડી ગયા અને તેની તરફ લેકે, ઘણાની દષ્ટિથી જોવા લાગ્યા. આખું શરીર સડી જવાથી તેની દુર્ગધ અસહ્ય લાગવાથી અજુબાજુવાળા માણસોએ રાજાની રજા લઈને તેને નગરની બહાર ખાડામાં ફેંકાવી દીધી. આ નર્તકી મોહ અને વાસનાને પ્રેમ સમજતી હતી. આજે તેને સાચા પ્રેમનું સ્વરૂપ સમજાવવાનો મોકો મળે છે તે હું તેને સમજાવું કે સાચો પ્રેમ કેને કહેવાય? - નર્તકીએ પૂછયું-હે મહારાજ ! તમે કેણુ છે? તમે મને મરતી બચાવી છે. હું
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy