SearchBrowseAboutContactDonate
Page Preview
Page 574
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૮ શારદા દર્શન બદલે મેં અવી રીતે વાળે? આ પશ્ચાતાપ થાય છે, પણ જેને આત્મા સમજતું નથી. એ તે કર્મ બાંધ્યા કરે છે. નરક-રવની વાત એની પાસે કરવામાં આવે તે પણ એમ જ કહેશે કે કેણે જોયું કે નરક અને સ્વર્ગ છે! હોય તે પ્રત્યક્ષ બતાવે. હું એવા નાસ્તિકને પડકાર કરીને કહું છું કે ભલે, તમને નરક પ્રત્યક્ષ નથી દેખાડી શકતી પણ ટાટામાં જઈને જોઈ આવે. કેન્સરના દર્દીઓ નરક જેવી ઘેર વેદનાઓ ભેગવે છે. એમને કેન્સર શાથી થયું? એવા કર્મ કર્યા છે તે થયું ને? આ સંસારમાં કોઈ સુખી તે કઈ દુઃખી, કેઈ રોગી તે કઈ નિગી આ બધી વિવિધતા શા માટે છે? કર્મના કારણે ને? “હા.” આવું બધું જોઈને પણ કર્મ કરતાં અટકો. તપ-ત્યાગ વિગેરે ન કરી શકે તે ખેર ! પણ કેઈની નિંદા ન કરવી, કેઈની હાંસી-મજાક ન કરવી, કેઈન ઉપર ખોટ આળ ન ચઢાવવું. આટલું તે કરે. જે કોઈ માણસ બીજા ઉપર પેટે આપ ચઢાવે તે તે નિર્દોષ માણસને ભયંકર સજા ભોગવવી પડે છે. એને તે એક ભવમાં સજા પૂરી થાય છે પણ બેટો આરોપ ચઢાવનાર વ્યકિત તે એવું ગાઢ અનુબંધવાળું કર્મ બાંધી દે છે કે તેના ઉપર કેટલાય ભવ સુધી આપ ચઢયા કરે છે. એક ન્યાય આપીને સમજાવું. એક માણસ સંસાર છોડીને સંન્યાસી બન્યા. તે એમના ધર્મનાં નિયમ પ્રમાણે તપ-ત્યાગ ખૂબ કરતાં હતાં. અન્ય ધર્મના સંન્યાસીઓ પૈસા રાખે છે પણ આ સંન્યાસી પૈસા વિગેરે પરિગ્રહ રાખતાં ન હતાં. જૈન મુનિઓની માફક પગપાળા વિહાર કરતા હતા, અને પાપકર્મ ન બંધાય તે માટે સાવધાન રહેતા હતા આ સંન્યાસીએ કેઈ ભવમાં કોઈના ઉપર બેટો અરોપ ચઢાવ્યું હશે તે કમ ભેગવતાં ભેગવતાં ઘણાં ભવ કાઢયા. આ ભવમાં વૈરાગ્ય પામી સંન્યાસ લઈ એમના ધર્મના નિયમ પ્રમાણે તપ કરે છે. બ્રહ્મચર્યનું પાલન કરે છે. એમની ઉગ્ર સાધનાના કારણે તેમને વિર્ભાગજ્ઞાન થયું, આ વિર્ભાગજ્ઞાન દ્વારા એમણે જાણ્યું કે મેં ઘણું ભવ પહેલાં કેઈના ઉપર ખેટો આરોપ મૂક્યું હતું એટલે આ ભવમાં પણ મારા માથે બેટો આપ ચઢશે. હું તેમાથી બચી શકીશ નહિ. આ સમયે મારે ખૂબ સમભાવ રાખવું પડશે. એ સંન્યાસી કર્મની ફીલેસોફીને બરાબર સમજતાં હતાં એટલે તેમના મનમાં વ્યાકુળતા ન આવી કે હાય હવે મારું શું થશે? એ તે સમાધિપૂર્વક એમની સાધનામાં રમણતા કરવા લાગ્યા. એક વખત એવું બન્યું કે તે સંન્યાસી એક નગરની બહાર ઉદ્યાનમાં બેઠા હતા. તેમાં એક ચેર કેઈન રત્નને ડાભલે ચોરીને દે, પણ લેકે જેઈ જવાથી ચેર. ચેર, પકડો... પકડે એમ બૂમાબૂમ થવાથી રાજાના સિપાઈએ ચારની પાછળ દોડયા. રાજાના માણસને પાછળ આવતાં જેઈને ચેર ગભરાયે. તેના મનમાં થયું કે હવે મારું આવી બન્યું. હું પકડાઈ જઈશ. આવા ડરથી પેલા સંન્યાસીની પાસે રત્નને ડાભલે મૂકીને ચાર ભાગી ગયે. રાજાના માણસે દોડતાં ત્યાં આવ્યાં. તે સંન્યાસીની પાસે રત્નને ડાભલે પડેલે જે, એટલે તાકીને કહે છે જેગટા! સાધુ બનીને બેઠો છે. ને આવા કામ કરે છે? ઉઠ ઉભે થા. સન્યાસીને પકડીને રાજા પાસે લઈ ગયા. રાજા કહે છે દુષ્ટ! સંન્યાસીને વેશ પહેરીને ચેરીના ધંધા કરે છે? રાજાએ સિપાઈઓને કહ્યું કે આ પાપી ચેરને શૂળીએ ચઢાવી દે. આ સંન્યાસી જાણતું હતું કે મારા કરેલા કર્મનું ફળ છે. હું ચેર નથી તેવું કહીશ તે રાજા
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy