SearchBrowseAboutContactDonate
Page Preview
Page 557
Loading...
Download File
Download File
Page Text
________________ કયાખ્યાન નં ૬૪ ભાદરવા સુદ ૧ને મંગળવાર તા. ૧૩-૯-૭૭ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! અનંતજ્ઞાની ભગવતે ફરમાવે છે કે ભવ્ય જી! આ જગતમાં જન્મ, જરા અને મરણથી પીડાતાં એવા જીવોને ધર્મ સિવાય બીજું કઈ શરણ નથી. સકળ સુખને દાતાર, સકળ દુઃખેને વિનાશક, અશરણને શરણ અને નિરાધારને આધાર એ ધર્મ છે. અનાદિકાળથી આધિ વ્યાધિ અને ઉપાધિથી સંતપ્ત બનેલા છે માટે વિસામાને વિશાળ વડલો હોય તે તે ધર્મ છે. આ જિનકથિત ધર્મ મહાન પુદયે જીવને મળે છે. તે તમે આવા ધર્મનું શરણું અંગીકાર કરીને ધર્મ ઉપર શ્રધ્ધા કરે, ધર્મની શ્રધ્ધા કરવાથી જીવને મહાન લાભ થાય છે. ઉત્તરાધ્યયન સૂત્રના ૨૪મા અધ્યયનમાં ગૌતમસ્વામીએ ભગવંતને પ્રશ્ન પૂછ કે ધર્મારણ્યા ઇ મત્તે જે નિયા? હે ભગવંત? ધર્મની શ્રધ્ધા કરવાથી જીવને શું લાભ થાય છે? ભગવંત કહે છે કે હે ગૌતમ! “ઘમદMાપ રાચવવેકુ રનમાજે વિર ! માર चण्ण चयइ, अणगारिए ण जीवे सारीर माणसाण दुक्खाण छेयण भेयण संजोगा ईण છે ? અથવાદં ર મુદ્દે નિવ્યો ” ધર્મશ્રધ્ધાથી જીવશાતા –સુખ અર્થાત્ શાતાંવેદનીય કર્મ જન્ય વૈષયિક સુખોની આસક્તિથી વિરક્ત થાય છે. અગારધર્મ—ગૃહસ્થ ધર્મ છોડીને તે અણગાર બની છેદન ભેદન આદિ શારીરિક તેમજ સંગાદિ માનસિક દુઓને વિરછેદ કરે છે અને આવ્યાબાધ સુખ પ્રાપ્ત કરે છે. ધર્મ શ્રદધા કરવાથી જીવને આ મહાન લાભ થાય છે. બંધુઓ ! ધર્મ શું ચીજ છે? તે જાણે છે? ધર્મ એ કે ધન આપીને ખરીદ કરવાની કે એકાદ બે કલાક સાંભળીને લઈ લેવાની કઈ બજારુ ચીજ નથી, પણ ધર્મ જીવનમાં પરિવર્તન કરવાની ચીજ છે. ધર્મ એ સમજણપૂર્વક કરવાની ચીજ છે. મનુષ્ય જ્યારે સમજણપૂર્વકને ધર્મ કરે છે ત્યારે તેને ભૌતિક પદાર્થો પ્રત્યે આસકિત રહેતી નથી. વિધ્ય સુખ પ્રત્યેને મોહ રહેતું નથી, અને તે જીવ નાની નાની ચીજોમાંથી પણ તવ શેાધે છે. કુમારપાળ મહારાજા જ્યારે ધર્મ પામ્યા ન હતાં ત્યારે ગમે તેમ કરતાં પણ જ્યારે તેઓ ધર્મ પામ્યા, ધર્મમાં તેમની શ્રધ્ધા દઢ થઈ ત્યાર પછી તેઓ દરેક કાર્યમાં તત્ત્વ જતાં હતા. એ જમાનામાં રિવાજ હતું કે જે અપુત્રિયા મરી જાય તેનું ધન રાજા લઈ લે. એ કુમારપાળ રાજાના નગરમાં કુબેર નામના શ્રીમંત શેઠ વસતા હતા. એ કુબેરશેઠ વહાણ લઈને પરદેશ કમાવા ગયા હતા. એક વખત નગરમાં વાત બહાર પડી કે કુબેર શેઠના વહાણ દરિયામાં ડૂબી ગયા ને શેઠ મરી ગયા. શેઠને પુત્ર ન હતું. એટલે કુમારપાળ રાજાને મહાજને વિનંતિ કરીકે કુબેરશેઠ મૃત્યુ પામ્યાના સમાચાર આવ્યા છે તે
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy