SearchBrowseAboutContactDonate
Page Preview
Page 549
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા મા તે મારા સુખની વિશેષતા ને લાગે પણ જે એછે. સુખી હોય તેને વિશેષતા લાગે ને ? એટલે આવા ઘણાં સંગ જીવને જોઈએ છે. માત્ર સિધ્ધ ભગવંતે એવા છે કે જે એકલા રહીને અનંત આત્મિક અને અવ્યાબાધ સુખ ભેગવે છે. બાકી સંસારી જીનું એ ગજું નથી કે એકલા રહીને સુખ ભોગવી શકે. બંધુઓ ! બરાબર છે ને ? મારી વાત તમને સમજાય છે ને? તમે તે એમ જ કહે ને કે કરડે રૂપિયા મળ્યા પણ એને હું શું કરું? એ ધનમાં કીડે થઈને રહું? બધું છે પણ મનગમતી કન્યા ના હોય તે જીવ સુખ માણી શકતું નથી. મનગમતી કન્યા મળી જાય પણ જે સંતાન ન થાય તે કહેશે કે સંતાન વિના સંપત્તિ શું કામની? પછી સંતાન માટે ફાંફા મારે છે. નાની કીડી-મંકેડા વિગેરેને પણ સંગ જોઈએ છે. તેને એકલા ગમતું નથી. કીડી મકડાના દરમાં જોઈએ તે તેના દરમાં એક જ કીડી કે મંકડા હોય એવું ભાગ્યે જ જોવા મળે છે. પશુ પક્ષીઓને પણ સંગ જોઈએ છે. એને પણ એકલા રહેવું ગમતું નથી. આ ઉપરથી નકકી થાય છે કે જ્યાં સંસાર છે ત્યાં સંગ છે અને જ્ઞાની પુરૂષે કહે છે કે જ્યાં સંગ છે ત્યાં દુઃખ છે. કેવી રીતે? સાંભળે, જ્યાં સુધી પત્નીને સંગ થયું ન હતું ત્યાં સુધી પત્ની માટે વલખાં મારતો હતો. પણ પત્ની મળ્યા પછી સુખ વધે છે કે દુઃખ? એ તે તમને અનુભવ છે ને? જ્યાં સુધી એકલાં હતાં ત્યાં સુધી ગમે તેમ કર્યું, કઈ વસ્તુ ન હોય તે ચલાવ્યું પણ જ્યાં પત્ની આવી એટલે કહેશે કે મારે આ જઈએ ને તે જોઈએ. અમુક ચીજ વિના તે મને ચાલશે જ નહિ. આ બધી ઉપાધિ ઉભી થાય છે ને કમાવાની ચિંતા પણ વધે છે. ત્યારે એમ કહે છે કે પરણીને પસ્તાયા. જ્યાં સુધી પુત્ર ન હતો ત્યાં સુધી મનમાં કેડ હતા કે મારે શેર માટીની ખોટ છે. પુત્ર થાય તે સારું અને પુત્ર થયે, પણ પુત્ર મૂર્ણો અગર એ ઉડાઉ ને વ્યસની પાક કે બાપની મિલ્કત અને ઈજજત સાફ કરી નાંખે. બેલે, હવે પુત્ર ન હતો ને જે દુઃખ હતું તેના કરતાં અનેક ગણું દુઃખ વધી જાય છે ને? રાત-દિવસ હૈયું દુઃખથી શેકાયા કરે છે. આ ઉપરથી નકકી થાય છે કે જ્યાં સંગ છે ત્યાં દુઃખ છે. કદાચ તમને સુખને અનુભવ થતો હશે પણ તે સુખ બિંદુ જેટલું ને દુઃખ સિંધુ જેટલું છે. વિષયાસક્ત આત્માઓને વિષય સુખમાં આનંદ આવે છે પણ તે સુખ અલ્પ 'હેય છે ને તેની પાછળ દુઃખ ઘણે કાળ ભેગવવું પડે છે. તેને ખ્યાલ આવે છે ખરો? મનુષ્ય અહીંથી શુભ કર્મો કરીને દેવલોકમાં જાય છે ત્યાં એને દેવતાઈ વિમાન, દેવતાઈ વૈભવ, અને અપસરાઓ મળે છે. એના સુખને પાર નથી હોતું. આ વૈભવશાળી દેવ ઈર્ષ્યા અને લોભથી સળગતે હોય છે અને જ્યારે તેનું આયુષ્ય પૂરું થવાને છે મહિના બાકી રહે છે ત્યારે દેવના ગળામાં રહેલી ફૂલની માળા કરમાય છે. ત્યારે એ, દેવ સમજે છે કે મારે અહીંથી જવાનું છે. તે સમયે અવધિજ્ઞાનને ઉપયોગ મૂકીને જુએ
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy