SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા દર્શન ઢગલે કરનાર પતિને દેવની માફક પૂજે છે. લકે પણ પૈસાવાળાને હાથ જોડે છે, સલામ ભરે છે, સૌ ભાવ પૂછે છે. પૈસા ન હોય તે કોઈ ભાવ પૂછનાર નથી. પૈસાથી પ્રતિષ્ઠા વધે, પદવી મળે, પરાયા પિતાના થાય અને જે પૈસા ન હોય તે પિતાના પણ પરાયા બની જાય છે. કહેવત છે ને કે, “નાણું વગરને નાથીયે, નાણે નાથાલાલ’ મોટા શ્રીમંતને પ્લાસ્ટીકનું નાક હોય તે પણ કોઈ એમ નહિ કહે કે આ નાક વગરનો છે કે આને પ્લાસ્ટીકનું નાક છે. અને ગરીબ માણસને પ્લાસ્ટીકનું નાક હોય છે એમ કહે કે આ તે નાક કટ્ટો છે. પૈસા પાસે હોય તે પરદેશ સ્વદેશ જેવો લાગે છે અને જો પાસે પૈસા ના હોય તે સ્વદેશ પણ પરદેશ જેવો લાગે છે. પૈસા છે તે જીવનની આબાદી છે. પૈસા વિનાનું જીવન બરબાદ છે. કેમ, આ બધું તમારી માન્યતા પ્રમાણે બરાબર છે ને? તમને ગમે છે ને? (હસાહસ) એક ભક્ત પણ ગાયું છે કે પૈસાની જગમાં જય જય, ધનપતિની જગમાં જય જય, . પૈસાને સો રે સલામ, પૈસો સેને કરે ગુલામ, પૈસાનો જગતમાં જય જયકાર છે. પૈસા વિના માનવ પશુ જેવું છે. આ રીતે અર્થ પુરૂષાર્થમાં માનનારા કહે છે. આ રીતે મહારાજે ખૂબ સુંદર રજુઆત કરી. શેઠ તે સાંભળવામાં લીન બની ગયા. પાંચ મિનિટ માટે આવ્યા હતા તેને બદલે પચ્ચીસ મિનિટ કયાં પૂરી થઈ તે ખબર ન પડી. શેઠ તે ખસતાં ખસતાં આગળ આવ્યા, મહારાજ પણ સમજી ગયા કે શેઠને બરાબર રસ પડે છે એટલે વાત આગળ ચલાવી. બીજા કામ પુરૂષાર્થને પ્રધાન માનનારા અજ્ઞાની એમ કહે છે કે એકલા પૈસા પૈસા શું કરે છે? શું પૈસા કંઈ ખાવાના કામમાં આવે છે? જીવનની મઝા તે પાંચ ઈન્દ્રિયના વિષય સુખે ભેગવવામાં છે. પૈસા ગમે તેટલાં હેય પણ જે પત્ની પ્રેમાળ ન હોય, કર્કશ વચન બોલનારી હોય તે પૈસા શું કરવાના પૈસા હોય પણ જે શરીર રેગથી ઘેરાયેલું હોય તે શું સુખ? પતિભક્તા, સુશીલ અને મધુર વચન બોલનારી પત્ની હોય, નિરોગી શરીર હોય ત્યારે જ જીવન જીવવાની મઝા આવે. આ બધું શેઠ ખૂબ રસપૂર્વક સાંભળવા લાગ્યા. મનમાં વિચાર થયે કે મહારાજની વાત તે સાચી છે કે એકલા પૈસા ભેગા કર્યા પણ ન સુખે ખાધું, ન પીધું, નઝમઝા માણે તે પૈસા શું કામના ? આવું જીવન જીવવાની શું મઝા! બંધુઓ! જે શેઠને ઉપાશ્રયે આવવાને ટાઈમ ન હતું તેને હવે ઉઠવાનું મન થતું નથી. કારણ કે એને જોઈતું મળી ગયું છે. પણ યાદ રાખજો કે સંતો પૈસાથી સુખ છે એમ કહે જ નહિ. જેમણે જેને ત્યાગ કર્યો છે તે કદી તેમાં સુખ છે તેમ કહે ખરા? “ના.” આ તે શેઠને સમજાવવા માટે વાત કરી કે અજ્ઞાની છે અર્થ અને કામ પુરૂષાર્થને માનનારા આમ બોલે છે. સંતે જાણ્યું કે શેઠ બરાબર સાંભળવામાં
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy