SearchBrowseAboutContactDonate
Page Preview
Page 503
Loading...
Download File
Download File
Page Text
________________ શા દર્શન ન છેડ. કહેવત છે ને કે સર્પને ગમે તેટલું દૂધ પીવડાવે પણ અંતે ઝેર છે. તે કહેવત તે સાર્થક કરી બતાવી. મેં બચાવ્યા ત્યારે તું મને કરડયોને ? હું મારી દમયંતીને એકલી મૂકીને આ છું. તે જરાપણ વિચાર ન કર્યો? એનું શું થશે? આ પ્રમાણે નળરાજા બોલતા હતા. એટલામાં સર્પના ઝેરના કારણે તેનું શરીર કઈરૂપું કુબડું બની ગયું. આ જોઈનળરાજાને થયું કે આવા કુબડારૂપે જીવન જીવવાને શું અર્થ છે? આના કરતાં સંયમ લઈ અનશન કરીને મરી જવું શ્રેષ્ઠ છે. આમ વિચારી સર્ષને કંઈક કહેવા જાય છે ત્યાં સર્પના બદલે કઈ એક દિવ્ય સ્વરૂપવાળા દેવને જે. દેવરૂપમાં રહેલા પિતાએ આપેલી ઓળખાણુ” – એને જોઈને મળે પૂછયું કે તમે કેણ છે? દેવે કહ્યું બેટા! હું તારો પિતા છું. તને રાજ્ય સેંપીને મેં દીક્ષા લીધી હતી. સંયમની ઉગ્ર સાધના કરી અંતિમ સમયે અનશન કરીને હું પાંચમ બ્રાદેવલેકમાં દેવ થયે છું. મેં જોયું તે તારા માથે વિપત્તિ જોઈ તેથી તારું રક્ષણ કરવા માટે આવ્યો છું. સર્પ પણ હું જ હતું. મેં આ બધી માયાજાળ રચી છે. તારા હિત માટે જ તને કુબડે બનાવ્યું છે. આ સ્વરૂપમાં તને તારા શત્રુઓ ઓળખશે નહિ ને વિઘ્ન કર્તા નહિ બને. માટે હમણાં દીક્ષા લઈ અનશન કરીને મરી જવાનું ઇચ્છીશ નહિ. બેટા! તેં ભરતાર્થનું રાજ્ય મેળવ્યું પણ હજુ તેને ઉપભોગ કર્યો નથી. માટે તારે રાજ્ય ભેગવવાનું છે. જ્યારે પ્રવજ્ય અંગીકાર કરવાનો સમય આવશે ત્યારે હું સૂચના કરીશ. આ તારું શરીર કુબડું સારું છે, પણ કેઈ સંજોગોમાં તારે તારું અસલરૂપ પ્રગટ કરવાની જરૂર પડે ત્યારે તું આ પ્રમાણે કરજે. આ એક ગુટિકા આપું છું તે ઘસીને તારા શરીરે તું ચેપડજે, અને આ કરંડિયામાં દિવ્ય વસ્ત્રાભૂષણે છે તે તું પહેરી લેજે. એટલે તારું જેવું રૂપ હતું તેનાથી પણ અધિક તેજસ્વી તારું રૂપ બની જશે. આ કરંડિયે ખૂબ સાચવજે, તેને તું દબાવી દઈશ એટલે.નાના બની જશે. તે તારા સિવાય કંઈ જોઈ શકશે નહિ. અત્યારે તારા ઘર પાપકર્મને ઉદય છે માટે તું ખૂબ સમભાવ રાખજે, જેથી તારા કર્મો ખપી જશે ને પાછું બધું સુખ તને મળી જશે. હું તારું રક્ષણ કરવાવાળે બેઠો છું. દીકરા ! તું જરાપણ ચિંતા . ન કરીશ. હજુ પણ દેવ નળરાજાને શું કહેશે તેના ભાવ અવસરે. વ્યાખ્યાન નં. ૫૮ કિ. શ્રાવણ વદ ૮ને સેમવાર. તા. ૫-૯-૭૭ સુજ્ઞ બધુઓ, સુશીલ માતાએ મહેને! તીર્થકર ભગવત સમત પોથી શા.-૫૮
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy