SearchBrowseAboutContactDonate
Page Preview
Page 493
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા દર્શન પ્રજા તેમની સાથે નગર બહાર આવ્યા. નગરજને કહે છે કે અમારે તમારી સાથે આવવું છે. આ ક્રૂર કુબેરના રાજયમાં રહેવું નથી. નળરાજાએ બધાને ખૂબ સમજાવીને કહ્યું તમે બધા ૫છા વળો, પણ કોઈ પાછા વળતાં નથી. નાના, મોટા, વૃધ સ્ત્રીપરૂ એ ધારે આંસુએ રડવા લાગ્યા. ઝાડ ઉપર પક્ષીઓ પણ રડી ઉઠયા. પશુપક્ષીએ એ ચારે ચરવાનું બંધ કર્યું. છેવટે દુઃખિત દિલે વિદાય લઈ બધાને રડતાં મૂકી નળ રાજા અને દમયંતી ચાલી નડયા. જયાં સુધી દેખાયા ત્યાં સુધી પ્રજાજને ઉભા રહ્યા. જયારે તે દેખાતાં બંધ થયા ત્યારે પ્રજાજને પાછા ફર્યા. રાજયમાંથી નળ રાજા અને દમયંતી રાણે બે જ ગયા હતા પણ આખી નગરી શૂનકાર બની ગઈ. કેઈને ખાવું પીવું, હરવું ફરવું ગમતું નથી. જાણે નગરમાંથી લક્ષમીદેવીએ વિદાય ને લીધી હોય તેવું વાતાવરણ છવાઈ ગયું. આ તરફ નળરાજા અને દમયંતી રાણી વનવગડાની વાટે ચાલ્યાં જાય છે. કદી ખુલ્લા પગે ચાલ્યા ન હતાં. તે કમળ પગમાં કાંટા કાંકરા વાગતાં લોહીની ધાર વહેવા લાગી. સૂર્યના તાપમાં કેમળ કાયા કરમાવા લાગી. નળરાજા થાકી જાય ત્યારે દમયંતી પગ દબાવે છે ને દમયંતી થાકી જાય ત્યારે નળરાજા તેના પગ દબાવે છે. આ રીતે ખૂબ કષ્ટ વેઠે છે, હજુ આગળ કેવા કષ્ટ પડશે તેના ભાવ અવસરે. આપણે ત્યાં બા.બ્ર. શોભનાબાઈ મહા. ઉપવાસને સિદ્ધિતપ કરે છે અને બા. બ્ર. હર્ષિદાબાઈ મહા. માસંખમણ કરે છે. બંને તપસ્વીઓ આત્મલક્ષે તપ કરી રહ્યા છે. આજે તેમના તપને છેલ્લે દિવસ છે. આપ સહુ સારી રીતે તપમાં જોડાશે ને તપની અનુમોદના કરશે. વધુ ભાવ અવસરે. wતો વ્યાખ્યાન નં. ૫૭ દ્વિ. શ્રાવણ વદ ૭ને રવીવાર “તપને મહિમા” તા. ૪-૯-૭૭ બા.બ્ર.શેભનાબાઈ મહા. અને બા.બ્ર. હર્ષિદાબાઈ મહા.ની તપશ્ચર્યાના પારણના પ્રસંગે બા.બ્ર. પૂ. કાન્તાબાઈ મહાસતીજીએ આપેલું પ્રવચન. સ્યાદ્વાદના સર્જક, ભભિવના ભેદક, ઘનઘાતી કર્મોના ઘાતક, સમતાના સાધક એવા તીર્થકર ભગવંતોને તથા ડૂબતી નૈયાના નાવિક, અનંત ઉપકારી એવા સદ્ગુરૂદેવને વંદન નમસ્કાર કરી અનંત ઉપકારી ભગવતેએ જગતના જીવોના કલ્યાણને માટે અનુપમ માર્ગ બતાવ્યું. તેમાં તપ માર્ગ એ મહાન માર્ગ છે. પુરાણું કર્મોને ખપાવવા માટે તપની જરૂર છે. તપ એ મહાન સંજીવની છે. તપ કરવા માટે પ્રથમ ઈન્દ્રિય ઉપર વિજય મેળવવો પડશે, કહ્યું છે કે
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy