SearchBrowseAboutContactDonate
Page Preview
Page 488
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા દર્શન આ ભેગનું ભૂત કાંચી વળવું? તે દેવકમાં ઘણી દેવીઓ સાથે બેગ ભેગાવ્યા છતાં અહીં તને હજુ ભેગની ભૂખ છે? જરા સમજ. ભેગની ભૂખ કારમી છે. એ ભેગચે મટતી નથી. માટે સમજીને એ લત છેડી દે. અગ્નિમાં વધુ લાકડા નાંખવાથી કદી અગ્નિ શાંત થાય છે? મોટી મોટી નદીઓ ગમે તેટલું પાણી સમુદ્રને આપે છે છતાં કદી સમુદ્ર ભરાઈને ઉભરાઈ જાય છે ખરે ખરજવાની ભીડી ચળ આવે ને ગમે તેટલું ખણે તે પણ ખરજવું મટે છે ખરું ? ના, તેમ ગમે તેટલા ભોગ ભોગવીશ તે પણ તેની તૃષ્ણ શાંત થવાની નથી. તે પછી શા માટે નકામા વલખાં મારે છે? અમને ચારિત્ર ગ્રહણ કરવાની ગમે તેટલી ભાવના થાય પણ અવિરતિના બંધને બંધાયેલા છીએ. તેથી ચારિત્ર લઈ શકતા નથી, જ્યારે તું ચારિત્ર લેવા માટે સમર્થ શક્તિશાળી છે, તે નકામે શા માટે સંસારના પિંજરમાં સપડાય છે? મિત્ર દેવે એને ઘણું સમજાવ્યું પણ એવું ઘર મેહનીય કર્મ બાંધ્યું છે. એટલે દેવના વચનની બિલકુલ અસર ન થઈ. મેતારજને પ્રતિબોધવા દેવે ખુલ્લે કરેલ પડદો:- દેવે ખૂબ ધમકાવ્ય. કેમ, શું કરવું છે? દીક્ષા લેવી છે કે નહીં? જે નહીં માને તે સમજી લેજે કે હું દેવ છું. તારા બૂરા હાલ કરીશ. દેવે આવા કડક શબ્દો કહ્યા છતાં મેતારજ માન્ય નહી. કર્મની વિટંબણુ કેવી ભયંકર છે! દેવના કેપને પણ ગણકાર્યો નહીં. લગ્નને દિવસ આવ્યો અને ભાઈ મોટા સાજન સાથે વરઘોડે ચઢીને ચાલ્યા પરણવા. મેટા નગરશેઠને દીકરો અને તે આઠ કન્યાને પરણવા જતે હોય તેના વરઘોડામાં શું ખામી હેાય ? માણસને પાર નથી. મધ્યબજારમાં વરઘેડે આવ્યા. ત્યાં દેવે પેલી બંગડીના શરીરમાં પ્રવેશ કર્યો. હાથમાં ઝાડૂ અને પેલે છે, ગંધાતા ગેબરા કપડા પહેરેલાં છે, એવી ભંગડી બધા માણસને કહે છે દૂર ખસે. મા-બાપ મને જવા દે. આ મારો દીકરો છે. આમ કરતી મેટા મેટા શેઠીયાઓને ધક્કો મારતી આગળ વધીને મેતારજના ઘેડા સુધી પહોંચી ગઈ. દેવે કરેલું કાર્ય છે તેથી તેને કેઈ અટકાવી શકયું નહીં. સૌ વિચારમાં પડી ગયા કે આ તે શેઠને દીકરે છે ને ભંગડી કહે છે કે મારો દીકરો છે. આ શું? બધાં જોતાં રહ્યા ને ભંગડી વરરાજાને હાથ પકડીને કહે છે બેટા ! હેઠે ઉતર, તું શેઠને દીકરી નથી પણ મારો દીકરો છે, પણ તું જમ્યા કે તરત શેઠાણીને આપ્યું હતું. શેઠનું ઘર તે તે અભડાવ્યું, હવે પેલી આઠ છોકરીઓને અભડાવવા કયાં જાય છે ! મારા રોયા, હેઠે ઉતર. આ બધા ઠઠારા આપણને ન શોભે. એમ કહી કાંડ પકડીને ઘોડેથી નીચે ઉતાર્યો ને દીકરાને લઈને પિતાને ઘેર ચાલી ગઈ, પણ કેઈ તેને રોકી શકયું નહીં. નહીંતર આવા મટા શ્રીમંત શેઠીયા હોય ત્યાં તુછ ભંગડીનું શું ચાલે ? એને કયાંય ફગાવી દે
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy