SearchBrowseAboutContactDonate
Page Preview
Page 422
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૬ શારદા ન સર્વ ગુણોનું મૂળ વિનય છે. જ્ઞાન દર્શન-ચારિત્રનું મૂળ વિનય છે તેમજ મોક્ષમાર્ગનું મૂળ પણ વિનય છે. અર્થાત્ વિનયવંત આત્મા મોક્ષનો અધિકારી બની શકે છે. જુઓ, એક વિનયગુણમાં કેટલા ગુણ સમાયેલા છે. જેનામાં વિનયનો મહાન ગુણ હોય છે તે પોતે શીતળતા, પ્રસન્નતા અને શાંતિનો અનુભવ કરે છે, અને બીજાને પણ પ્રસન્નતા આપી શકે છે. જ્ઞાની કહે છે કે જ્યાં અભિમાન છે ત્યાં વિનાશ છે ને નમ્રતા છે ત્યાં વિકાસ છે. અભિમાન આત્માના વિકાસને રૂંધનાર છે. અભિમાની માણસ પિતાને સર્વસ્વ માને છે, ને બીજાને તુચ્છ માને છે. એના હૈયામાં અભિમાનની હવા ભરી હોય છે એટલે સત્યને પ્રકાશ તેના અંતરમાં દાખલ થઈ શકતો નથી. તેના ઉપર એક દષ્ટાંત યાદ આવે છે. એક ગામમાં એક શેઠ હતાં તે ઘણું સુખી હતાં. તે સ્યાદવાદના રહસ્યને સમજેલાં હતા એટલે તે દુઃખમાં એમ વિચાર કરતા કે અત્યારે મારા અશુભ કર્મને ઉદય વર્તે છે અને સુખમાં એ વિચાર કરતાં કે અત્યારે મારા શુભ કર્મોને ઉદય વર્તે છે. તેમને એક પુત્ર હતું. બાપ–દીકરા વચ્ચે ખૂબ પ્રેમ હતું. દરરોજ બાપદીકરો એક ભાણામાં ભેગા જમતા. દીકરો ધંધામાં ખૂબ હોંશિયાર હતું એટલે તેના મનમાં થઈ ગયું કે હું કંઈક છું. તેનામાં અભિમાન જોઈને એક વખત તેના પિતાએ યોગ્ય શિખામણ આપી. તેથી તેને ન ગમ્યું ને કહે કે તમે મને કહેનાર કેશુ? જુએ, છીછરી નદી છલકાય પણ સાગર નથી છલકાતો. હંમેશા તમે જોશો તે સમુદ્ર અને ઉંડી નદીએ શાંત હોય છે પણ છીછરા ઝરણાં અને છીછરી નદીઓ છલકાય છે ને અવાજ કરે છે કે પાણીને અખૂટ ભંડાર જાણે પોતાનામાં જ ન ભર્યો હોય ! તેમ છીછરા હૈયાવાળો અધૂરે માણસ નાની નાની બાબતોમાં છલકાય છે ને ખળભળાટ મચાવે છે. આટલા માટે ગુજરાતીમાં કહેવત છે કે અધૂરો ઘડો છલકાય છે ભલે છલકાતું નથી. નદીમાં ઘણી વાર ઘોડાપૂર આવે છે. એ ઘોડાપૂરને જેશ એટલે બધે હોય છે કે તે ગામનાં ગામ તાણ જાય છે ને ભયંકર વિનાશ સર્જે છે. છતાં એ ઘોડાપૂરના જેશ ત્રણ દિવસે ઉતરી જશે પણ જોડાપૂરે સજેલે વિનાશ કાયમને માટે માનવના હૃદયમાં કેતરાઈ જશે. જ્યારે જ્યારે તે નદી પાસે માનવ જાય ત્યારે અંતરમાં યાદ આવી જશે કે આ નદીએ મારા ગામને વિનાશ સર્યો છે. આ નદીનું ઘોડાપૂરને ન્યાય લઈને દરેક મનુષ્ય સમજવાનું છે કે સત્તા, સંપત્તિ અને વૈભવના ઘોડાપૂર ત્રણ દિવસમાં ઉતરી જશે પણ એ ઘોડાપૂરના દેશમાં આવીને અહંકારથી કરેલા કાળા કાર્યોની કરૂણ કહાની સદાને માટે યાદ રહી જશે કે મેં મારી સત્તાના મદથી કેટલાં હસતાને રડાવ્યા, શાંતિથી બેઠેલાને અશાંતિની આગમાં હોમી દીધા. બીજાનું કેટલું છીનવી લીધું. આ કહાની જિંદગીભર નહિ ભૂલાય. જીવનમાં હુંકાર આવ્યા એટલે બધું ગયું, એમ શી.
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy