SearchBrowseAboutContactDonate
Page Preview
Page 417
Loading...
Download File
Download File
Page Text
________________ ચારા દર્શન ૩૭૧ નિરંતર પેાતાના કુટુંબના ભરણપાષણ અને દ્રવ્યેાપાન કરવા માટેની ચિ'તા કરે છે. ક્યા ઉપાચેાથી વધુમાં વધુ ધન ભેગુ થાય આ વિચારોમાં તે ડૂબેલા રહે છે. ધન પ્રાપ્ત કરવા માટે તે પેાતાના શરીરની પરવા કરતા નથી, કાલ અને અકાલને પણુ વિચાર કરતા નથી. ઠ'ડી, ગરમી, વરસાદ અને ભૂખ-તરસના કેપ્ટા સહન કરે છે. ભલે મધ્યાન્હની ભીષણ ગરમી હોય કે શિયાળાની કડકડતી ઠંડી હોય અથવા મૂશળધાર વરસાદ વરસતા હોય, સવાર હોય કે સાંજ હોય, મધ્યાન્હ હોય કે મધ્યરાત્રીના ગાઢ અંધકાર હાય તેા પણ પ્રાણી કાઇની દરકાર કરતા નથી. ધનની પાછળ ખાવું, પીવું, સૂવું વિગેરે ભૂલી જાય છે. આનું મૂળ કારણ પૈસા પ્રત્યેની આસકિત છે. આસક્તિ પરિગ્રહ ભેગા કરાવે છે. જેમ જેમ પરિગ્રહ વધે છે તેમ તેમ પ્રેમ પ્રમાદ, મૈત્રી અને માધ્યસ્થ વૃત્તિ વિગેરે સાત્વિક ગુણાને વિનાશ થાય છે, અને માયા, પ્રપ’ચ, છળ, કપટ, સ્વાર્થ, ઠગાઇ વિગેરે દુગુ ણેાની વૃદ્ધિ થાય છે. તેથી આ સ ંસાર નરક સમાન ભયંકર ખની જાય છે. પરિગ્રહ વધારવાની પાછળ ભયંકરમાં ભયંકર પાપકર્મ કરતાં જીવ અચકાતા નથી. લેાભને વશ અનેલેા માનવી કે બ્ય અને અકવ્ય, હિત અને અહિતનું ભાન ભૂલી કાઇનુ ગળું કાપવું, ચારી કરવી, પેાતાના સ્વાના કારણે ખીજાને મુશ્કેલીમાં મૂકવા વિગેરે ભીષણુ પાપ વિના 'કાચે કરે છે. આટલા માટે ભગવાને કહ્યું છે કે “ સ્રોતો સભ્ય વાસળ” લાભ સર્વ ગુણેાનો નાશ કરનાર છે. લેાકમાં કહેવત છે કે લાભ પાપના ખાપ છે. પરિગ્રહની મમતાવાળે માનવી સાચા અહિં'સક બની શકતા નથી કારણ કે અમર્યાદિત પરિગ્રહ રાખવા તે પણ હિં'સા છે. પરિગ્રહનું સ્વરૂપ સમજવા છતાં પરિગ્રહની મમતા છૂટતી ન હોય તે વિચાર કરે કે આ બધું કયાં સુધી રહેવાનું છે! " धनानि भूमा पशवश्च गोष्ठे, नारि गृहद्वारि सखा श्मशाने । देहवितायां परलोक मार्गे, धर्मोऽनुगागच्छति जीव एकः ॥" મૃત્યુ પછી તમારુ' દાટેલુ' ધન ભૂમિમાં રહી જશે, પશુએ વાડામાં રહી જશે, વહાલામાં વહાલી માનેલી પત્ની ઘરના દ્વાર સુધી સાથે આવશે, સગાંસ્નેહીએ સ્મશાન સુધી વળાવવા આવશે અને જે શરીર તમને બધા કરતાં અત્યંત વહાલું છે, જેને ડગલે ને પગલે સાથે લઇને ફ્ર છે તે પ્રિય શરીર પણ ચિતા સુધી સાથે આવશે, માટે વિચાર કરે. આ લેાક અને પરલેાકમાં જો કાઈ સાથે રહેનાર હોય તે માત્ર એક ધમ છે, અને ધર્મનું સ્વરૂપ સમજવા માટે તમારે સ ંતેાના શરણે આવવુ' પડશે, જરા વિચાર કરે. કેટલું રળવુ` છે ? કયાં સુધી રળવુ છે? તમે એક અને દુકાન અનેક, જીવન એક ને એફીસા અનેક, તન એક ને રૂમ દશ, તમારે કેટલુ' જોઇએ છે. ? ઉંડાણથી વિચાર કરશે, તે જરૂર સમજાશે કે સાડા ત્રણ હાથની જગ્યા માટે
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy