SearchBrowseAboutContactDonate
Page Preview
Page 414
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા દશન પરિણામે ક્યારેક ખસી જાય છે. માટે આપણા ખરા દુમને કષા છે. પરમાર એની સામે માંડવાને આજને મંગલકારી દિવસ છે. આજના દિવસે ક્ષમાને આદર્શ ઝીલી આત્મામાં ખૂબ સમતાભાવ કેળવવાનો છે. આત્મા વિભાવદશામાંથી સ્વભાવ દશામાં આવી જાય તે મોક્ષ કંઈ દૂર નથી. માટે જે આત્મા જીભને કાબૂમાં રાખે, વાણી પર કટ્રિોલ રાખે, ખમી ખાતાં શીખે, ઈન્દ્રિઓનું દમન કરે તે વાસનાને વિજયી બનશે. આ સુવર્ણ દિને “ક્ષમા વીરસ્ય ભૂષણમ ને પાઠ શીખી અંતરમાં ઉતારી, જીવનમાં વણ આત્માને ઉજજવળ કરવાને છે. આપણે ક્ષમા ઉપર રાજા રાની વાત ચાલતી હતી તે વાત પર આવું છું. રાજા મહારાણીનું મુખ જોઈને પિતાના બૈરને ભૂલવા માંડયા. જાણે રાણની પવિત્ર ભાવનાએ રાજાનું દિલ શુદ્ધ ન કર્યું હોય! તેમ તેમનું દિલ ક્ષમાના તેજથી ઝળહળી ઉઠયું. રાજાએ વિચાર કર્યો કે જો હું આજે મહારાણીના મહેલે આવ્યો છું તે હવે વૈરનું વિસર્જન કરી મારા જીવનમાં ક્ષમાની શરણાઈને નાદ જાગૃત કરું. ખરેખર, જીવનની અને આત્માની સિદ્ધિ માટે ક્ષમાનું સ્વાગત કરું. આ રીતે વિચારતા રાજા મહારાણીને કહે છે કે મહારાણી! તમારા અંતરને દુઃખ આપનારે રાજા તમારી પાસે ક્ષમા માંગવા માટે આવ્યો છે. આપ જાગૃત બને. વિના વાંકે પિતાની સ્ત્રીને દુઃખ આપનાર એ પાપી તમારા પતિ શુદ્ધ બનવા માટે આવ્યો છે. જાગૃત થાવ, જાગૃત થાવ ને આ પાપીને ક્ષમા આપો. રાજાના દિલના વચનેએ રાણીના હૃદયમાં નવચેતના આપી. રાણી શુદ્ધિમાં આવે છે, અને જ્યાં જુવે છે ત્યાં અકલ્પનીય તેના જીવનમાં જોયું. આહાહા....આ શું ? ક્ષમા, તારી તે અલૌકિક શક્તિ છે. તું તે તૂટેલાને સાંધે છે. એક મારા મનના વિચારના મેરલાએ મારા પતિને અહીં સુધી પહોંચાડી દીધું. ઉઠ આત્મા ઉઠ. ક્ષમા માંગી લે. અંતરથી વૈરનું વિસર્જન કરી ક્ષમાનું સ્વાગત કરી લે. આમ વિચારતાંની સાથે રાણજી જાણે મહાબળવાન શક્તિને ધરાવતા ન હોય તેમ સ્વસ્થ બનીને બેઠા. રાજાના ચરણમાં પડીને માફી માંગી. હે નાથ! મારા અપરાધને ક્ષમા કરે. આપ દયાળુ છે, કરૂણાવંત છે. ક્ષમાના આપવાવાળા છે. મારા ગુનાને માફ કર. મને ક્ષમા આપ. મેં આપને જ્યારે પણ દુભવ્યા હોય તે હૃદયથી આપની પાસે ક્ષમા માંગુ છું. રાણીના એકેક વચન સાંભળી રાજાનું હૃદય પીગળી ગયુ. બંનેએ સામસામી ક્ષમા- યાચના કરી અને આનંદથી રહેવા લાગ્યા. એક દિવસ રાજા પૂછે છે હે મહારાણી ! એકાએક મારા હૃદયને પલટે કેવી રીતે થયે? રાણી કહે છે મેં એક વૈદ્યરાજની ગોળી લીધી અને તેનાથી મારું શરીર નંખાઈ ગયું. મને મૃત્યુ નજીક દેખાવા લાગ્યું. ત્યારે મને વિચાર થયે કે શું હું વૈરની વણઝાર લઈને જઈશ? ના..ના. ઐરના તે વળામણા કરવા જોઈએ ને ક્ષમાના સામૈયા કરવા જોઈએ, નાથ! ક્ષમા એ અલૌકિક જડીબુટ્ટી
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy