SearchBrowseAboutContactDonate
Page Preview
Page 405
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા દર્શન ૩પ૯ પિતાને ખાતર, માન સન્માન કે કીતિને માટે જે કંઈ તમે વાપર્યું છે તે દાન ન કહેવાય સાચા દાનની પાછળ ત્યાગ હોય તે સાચું દાન છે. જેટલું શુભ કાર્યોમાં વાપરશે તેનાથી અનેકગણું મળશે અને સ્વધર્મને તમારા ધનથી સહાય મળશે. તેના અંતરના આશીર્વાદ મળશે. માટે શુભ કાર્યોમાં ધનને વેરતાં શીખજે પરિગ્રહની મમતા છેડી દાન કરીને પરિગ્રહને ભાર માથેથી હળવે કરતાં જજો. દાન એ પરભવનું ભાતું છે. એમ સમજી તમે યથાશક્તિ તમારા માજશેખમાં ખાનપાનમાં, કાપ મૂકીને પવિત્ર પર્વના દિવસોમાં પરિગ્રહની મમતા છેડી વેરતા શીખે તે આજનો વિષય સફળ બનશે. સમય થઈ ગયું છે. વધુ ભાવ અવસરે. વ્યાખ્યાન નં.-૪૫ શ્રાવણ સુદ ૫ ને શુક્રવાર “સંવત્સરી” તા. ૧૯-૮-૭૭ વિષય:- “ક્ષમાનું સ્વાગત ને વૈરનું વિસર્જન' સન્ન બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! જાગૃતિનું એલાન પોકારતું, સાધનાની શરણાઈ વગાડતું, પગલે પગલે અવૈરની આહલેક સંભળાવતું આત્મશુદ્ધિનું અજોડ અને અનુપમ એવું પરમ પવિત્ર ક્ષમાપના પર્વ આવી ગયું. જેના મહિના અગાઉ માંડવડા રેપ્યા હતા. તે દિવસોમાં આત્મા શુદ્ધ ન બન્યા હોય તે ભવની ગાંઠનું ઓપરેશન કરનાર એવા સાત દિવસોમાં ક્ષેત્રને ખેડીને શુદ્ધ બનાવ્યા પછી ક્ષમાનું આદાન પ્રદાન કરાવનાર અને મૈત્રી ભાવનાના પુનિત ઝરણામાં સ્નાન કરાવનાર રૂમઝુમ કરતા આઠમો દિવસ સંવત્સરી મહાપર્વ આવી ગયે. આજે ભારતભરમાં તેમજ પરદેશમાં વસતા જૈનેના દિલમાં અપૂર્વ આનંદ ને ઉત્સાહ હશે કે આજે અમારો મંગલકારી સુવર્ણ દિન છે. આજનું સોનેરી પ્રભાત નૂતન સંદેશ લઈને આવ્યું છે કે જેની સાથે તમારે વેર-ઝેર, ઈર્ષા અને વિખવાદ હોય તેની સાથે ક્ષમાપના કરે ને બીજાને ક્ષમા આપે. પર્યુષણ મહાપર્વમાં આવતા સંવત્સરી દિન (ક્ષમાપના દિન) જીવન પ્રવાસનું મહાન જંકશન છે. પ્રવાસ દરમ્યાન ઉડેલી ધૂળ, કચરો કે મેલ જેમ સ્ટેશન આવતાં પાણી વડે સાફ કરી નાખીએ છીએ તેમ વર્ષ દરમ્યાન લાગેલા કુકર્મો રૂપી કચરે ધવાનું ક્ષમાપના - પર્વ જકશન છે. ક્ષમાના પવિત્ર પાણી વડે વૈર, વિરેધ અને વિગ્રહને ધંઈ નાખવા જોઈએ. આ દેવા માટે ક્ષમાપના જલદ એસિડ સમાન છે. ક્ષમા આપનાર સાચા અમૃતને આસ્વાદ કરી જાય છે. પરમ શાંતિ પ્રાપ્ત કરે છે. એક વિદ્વાન કહે છે કે જેણે જિંદગીમાં શત્રુને ક્ષમા આપી નથી તેણે જિંદગીના ઉમદા રસને આસ્વાદ લીધે નથી
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy