SearchBrowseAboutContactDonate
Page Preview
Page 402
Loading...
Download File
Download File
Page Text
________________ ચારા દશ છે ત્યાં મેં ડબ્બા મોકલી દીધા છે. શેઠ ગયા. તે જે જે ગામ ગયા ત્યાં સ્ટેશને તેમના સ્વાગત માટે બધા હાજર હતા. શેઠ એક અને બેલાવનારા ઘણાં, શેઠની તે બધે ખમ્મા ખમ્મા થાય છે. પૂછતાં ખબર પડી કે શેઠાણુએ આ બધાની ખૂબ ભક્તિ કરી છે પ્રેમથી જમાડ્યા છે. તેને આ પ્રતાપ છે. જે શેઠાણીએ દીધું હતું તે શેઠને સામેથી મળ્યું. (આ દષ્ટાંત પૂ. મહાસતીજીએ ઘણાં વિસ્તારપૂર્વક રજુ કર્યું હતું. તેને સાર અહીં નોંધે છે.) શુધ્ધ ભાવથી દીધેલું દાન સારું ફળ આપે છે. - શાસ્ત્રકાર મહર્ષિઓએ દાનના પાંચ પ્રકાર વર્ણવ્યા છે તે આ પ્રમાણે છે. . अभय सुपत्तदाण अणुकंपा उचिय कितिदाणं च । दाहिपि मोक्खा भणिओ, तिन्नि भोगाइ दियन्ति ॥ (૧) અભયદાન (૨) સુપાત્રદાન (3) અનુકંપાદાન () ઉચિતદાન (૫) કીર્તિદાન એ પાંચ પ્રકારના દાનમાં અભયદાન અને સુપાત્રદાન મોક્ષને આપનાર છે, અને પછીના ત્રણ દાન સંસારના પગલિક સુખને દેનાર છે. : (૧) અભયદાન' :- સંસારના કેઈપણ જીવને મરણથી બચાવી લે તેનું નામ અભયદાન છે. (૨) “સુપાત્રદાન” – સુપાત્ર એવા સાધુ-સાધ્વી અથવા શ્રાવક શ્રાવિકાને ભક્તિભાવ પૂર્વક અપાતું દાન સુપાત્રદાન છે. આ બંને દાન મોક્ષના સુખને અપાવે છે. (૩) અનુકંપાદાન - અનુકંપા, દયાની બુદ્ધિથી દુઃખી જીવોને અપાતું દાન અનુકંપાદાન છે. (૪) ઉચિતદાન - સગાવહાલા તથા મિત્રાદિને જે દાન આપવામાં આવે તે ઉચિતદાન છે. (૫) કીર્તિદાન - દાતારના ગુણ ગાનાર ભાટ-ચારણ વિગેરેને જે દાન આપવામાં આવે છે, તે કીર્તિદાન છે. આ ત્રણ દાન સંસારના પૌદગલિક સુખ અપાવે છે. દરેક ધર્મમાં દાનની મહત્તા વર્ણવાઈ છે. દાનને લગતા અનેક ઉદાહરણે, દષ્ટાંત પણ મળી શકે છે. તદુભવ મેક્ષગામી શ્રી તીર્થંકર પ્રભુએ પણ સંયમના પુનિત પંથે પ્રયાણ કરતા પહેલા એક વર્ષ પર્યત વાર્ષિક દાન આપે છે. જેમાં એક દિવસે એક કોડ અને આઠ લાખ નૈયાનું દાન આપતાં એક વર્ષમાં ત્રણ અબજ અઠયાસી ક્રોડ ને એંસી લાખ સેનૈયાનું દાન આપે છે. પહેલા શ્રી ઋષભદેવ તીર્થકરથી માંડીને યાવત્ ચાવીસમા શ્રી મહાવીર સ્વામી તીર્થકરે પણ વાર્ષિક દાન આ રીતે આપ્યું હતું. માટે ધનને સંગ્રહ ન કરતાં ધર્મના કાર્યોમાં અને દુઃખીઓની સેવામાં તેને ઉપયોગ કરશે. કવિની એક કલ્પના છે. એક વખત તળાવે નદીને કહ્યું કે તારામાં પાણી ઘણું આવે છે પણ તું વહીને તારું પાણી વહેંચી દે છે. જેથી તે ઉનાળામાં સૂકાઈ જય છે, ઉનાળામાં તારી પાસે કેરી ધગધગતી રેતી હોય છે. ત્યારે હું તે પાણીને
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy