SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા દર્શન કરશે તે મૂલ્ય અવશ્ય મળવાના છે. બંધુએ મેક્ષને મોલ જોઈએ છે ને! મોક્ષના મલ મેળવવા હોય તે આપણે બધાને મહેનત કરવી પડશે. સંન્યાસીએ લૂંટારાઓને કહ્યું કે તમે મહેનત કરે તે આ ધરતીમાતા તમને મન મા મોલ આપશે. પછી તમારે પાપ નહિ કરવા પડે ને પેટ ભરાશે. આ સાંભળી સૌ ખુશ થઈ ગયા ને બધાએ સંન્યાસીના કહેવા પ્રમાણે પ્રતિજ્ઞા કરી, અને ચેરી લૂંટફાટ બધું બંધ કરીને લૂંટારાઓ ખેડૂત બની ગયા. દિવસે ખેતીનું કામ કરતા ને રાત્રે સંન્યાસી પાસે ધર્મકથા સાંભળતા. સંન્યાસી તે તેમને માટે એક ભગવાન સમાન બની ગયા. એમના વચન પર લૂંટારાઓને ખૂબ શ્રદ્ધા હતી. સાથે ધર્મની શ્રદ્ધા પણ વધવા લાગી. કુદરતે વરસાદ સારો થયે ને પાક સારે પાક. સૌના હૈયા હર્ષથી નાચવા લાગ્યા. અત્યાર સુધી આ લૂંટારાઓનું જંગલ કહેવાતું. હવે લૂંટારા ખેડૂત બનતાં રસ્તે નિર્ભય બની ગયે ને સૌની અવરજવર વધવા લાગી. આ વાતની રાજાને ખબર પડી ત્યારે તેમના મનમાં થયું કે અહા ! લૂંટારાને પકડવા કેટલી મહેનત કરી છતાં કઈ રીતે પકડાયા નહિ. જે કાર્ય હું શસા અને સુભટેથી ન કરી શકે તે કેણે કર્યું? જરા તપાસ તે કરું. રાજા ત્યાં જોવા આવ્યા. લૂંટારાઓએ હર્ષથી રાજાનું સ્વાગત કર્યું એટલે રાજા ખુશ થઈ ગયા ને તેમને પ્રેમથી ભેટી પડ્યા. રાજાએ પૂછયું ભાઈઓ! તમારા જીવનમાં આવું પરિવર્તન કેવી રીતે થયું ? ત્યારે સરદારે કહ્યું મહારાજ ! પધારે જેમણે અમારા જીવનમાં અજબ પરિવર્તન કરાવ્યું છે. અમારા અંતરમાં સનેહ અને સત્યને દીપક જલાગે છે ને અમને ધર્મના માર્ગે વાળ્યા છે એવા સાધુ મહાત્માના દર્શન કરાવું. એમ કહીને રાજાને સંન્યાસીની ઝુંપડીએ લઈ ગયા. ઝુંપડીમાં સંન્યાસી ન હતાં, કેઈને પૂછતાં ખબર પડી કે મહાત્મા ચાલ્યા ગયા છે. તે જતાં જતાં એટલે સંદેશ આપતા ગયાં છે કે મારા નિયમોનું સદા બરાબર પાલન કરજે. મારું અહીંનું કાર્ય પૂર્ણ થયું છે માટે હવે હું જાઉં છું. મહાત્મા આમ કઈને કહ્યા વિના ચાલ્યા ગયા એમને કેઈ હિસાબે જવા દેવા ન હતા તેથી સૌના દિલમાં ખૂબ દુઃખ થયું કારણ કે તે સૌના ઉધ્ધારક હતા. બંધુઓ સંતે-પરોપકાર કરે પણ બદલે લેવાની આશા રાખતા નથી. તેમને પિતાની પ્રશંસા સાંભળવી ગમતી નથી. બીજાના ભલામાં તે આનંદ માને છે. સત્સંગતિને કે પ્રભાવ પડશે ! સંન્યાસી લાખેણું ક્ષણને ઓળખીને ચેરના ગામમાં ગયા તે કેવો મહાન લાભ મેળવ્ય! પણ જે આ સમયે એ વિચાર કર્યો હેત કે હું એકલે લૂંટારાના ગામમાં કયાં જાઉં! તે આ લાભ ન થાત. જે ક્ષણેને વધાવી લે છે તે જીવનમાં કંઈક કરી શકે છે. આ માનવજીવનની જે ક્ષણ
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy