SearchBrowseAboutContactDonate
Page Preview
Page 319
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા દર્શન ર૭૩ મૂછ છૂટશે તેટલી ધર્મભાવના વધશે ને આશ્રવનું ઘર છોડી સંવરના ઘરમાં આવવાનું મન થશે. બીજો નંબર છે શીયલવતને. આજે આપણે ત્યાં ચાર આત્માએ સજોડે આજીવન બ્રહ્મચર્ય વ્રતની પ્રતિજ્ઞા લેવા તૈયાર થયા છે. સાથે મંગલકારી પર્યુષણ પર્વની પધરામણી થવાની છે. એ તે તમે સૌ જાણે છો ને ? દેશના વડાપ્રધાન મુંબઈમાં આવવાના હોય છે ત્યારે તમારા બધાના હૈયા હિલોળે ચઢે છે ને તેમનું સ્વાગત કરવા માટે કેટલી બધી ધમાલ કરે છે. તે આ તે આત્માનું ઉત્થાન કરાવનાર પર્વ છે. એનું સ્વાગત કેવી રીતે કરવું તેને માટે તમે પ્લાન ગોઠવ્યા હશે ને? આ ચાર આત્માએ બ્રહ્મચર્યવ્રતથી પર્વાધિરાજનું સ્વાગત કરે છે. આપ પણ બહાચર્ય વ્રતમાં આવે. કારણ કે બ્રહ્મચર્ય એ આત્માની મહાનશકિત છે. બ્રહાચર્યનું પાલન કરવાથી રોગી માણસ નિરોગી બને છે. ટી.બી. જેવા રોગ પણ બહાચર્યનું પાલન કરવાથી મટી જાય છે. બ્રહ્મચર્યનું કેટલું મહત્વ છે ! એક વખત એક નદીના કિનારે એક યુવાન વિદ્યાર્થી બેઠો હતો. તે પાંતજલોગ સુત્રએ પુસ્તકનું વાંચન કરતો હતે વાંચન કરતાં કરતાં ત્રWa પ્રતિષ્ઠાણાં રામઃ આ સૂત્ર તેના વાંચવામાં આવ્યું. આ સૂત્ર બેલતે હવે ત્યાં સામેથી એક દુબળી પાતળા સંન્યાસી બાવાને આવતાં જોયા. સંન્યાસી યુવાન હતાં પણ શરીર દુબળું હતું. એમને જોઈને પેલે યુવાન હસવા લાગ્યા ને સંન્યાસીની મજાક ઉડાવતો હોય તેમ મોટેથી પેલું સુત્ર બલવા લાગ્યો. પેલા સંન્યાસીએ આ સૂત્ર સાંભળ્યું પણ કંઈ બોલ્યા નહિ. તેમણે વિચાર કર્યો કે હમણાં ભલે બોલતે. હું નદીમાં સ્નાન કરીને આવું પછી એને સમજાવું છું કે બ્રહ્મચર્યનું પાલન કરવાથી કેટલું વીર્ય સચવાય છે! સંન્યાસી નદીમાં સ્નાન કરીને પાછા ત્યાંથી નીકળ્યા ત્યારે પેલે યુવાન બોલવા લાગ્યું કે જે આ માટે બ્રહ્માચારી. આનામાં કયાંય વીર્યલાભ દેખાય છે? આના કરતાં તે ભેગીઓ કેવા હષ્ટ પુષ્ટ હોય છે. પલે યુવાન વીર્ય લાભને અર્થ સમજતો ન હતો. એટલે આ પ્રમાણે બોલવા લાગે, પણ એને ખબર ન હતી કે રોજ પાપ કરનારા દુરાચારીઓ કદાચ શરીરે તગડા જેવા હોય તેમાં વિશેષતા નથી. શરીરની જાડાઈ એ કંઈ વીય લાભ નથી, પણ આત્માનાં તેજ, શબ્દમાં તાકાત, અને મુખ ઉપરના ઓજસ એ સાચો વીર્ય લાભ છે. સંન્યાસી યુવાનની પાસે આવીને કહે છે તે યુવાન ! તું એને સાચે અર્થ સમજતો નથી. જે તારે વીર્યલાભ જે હોય તે ઉભે થા ને ચાલ મારી સાથે. હું તને બતાવું. સંન્યાસીના શબ્દમાં કઈ અલૌકિક તાકાત હતી. યુવાન તેના પ્રત્યે આકર્ષાયો. એની પાછળ પાછળ ગયે. જેઉં તે ખરે કે એની કેવી શક્તિ ર૫
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy