SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન સંઘ બોરીવલી. ચિતઃ શ્રી “શારદા દર્શન” સાહિત્ય સમિતિનું નિવેદન માનવીની જીવન સુધારણામાં “સંત સમાગમ” અગત્યનો ભાગ ભજવે છે. સંત સમાગમ પછીનું સ્થાન “સ સાહિત્યમાં લે છે. આપણું પરમપિતા ચરમ તીર્થકર, શાસનપતિ ભગવાન મહાવીર પ્રભુની વાણની ગુંથણી ગણધરોએ કરી અને કાળક્રમે લેકની યાદશક્તિ ઓછી થતાં વીર સંવત ૯૮૦માં વિતરાગવાણી લિપિબદ્ધ થઈ. પહેલા શરૂઆત તાડપત્ર ઉપર લખવાથી થઈ, પછી કાગળ ઉપર સુંદર અક્ષરે હસ્તલિખિત પ્રત અને છેવટે છાપકામ યંત્રની શોધ થતાં પ્રેસમાં પુસ્તક છપાયા. આગમવાણી અને સૂત્રના પુસ્તકો પ્રસિદધ થઈ જનસમાજ સમક્ષ મૂકાયા. આવા શાસ્ત્રના ગહન વિષયને અભ્યાસ કરનાર વર્ગ અ૫ હોય એટલે શાસ્ત્રોના અભ્યાસી સાધુ સાધ્વીજીઓ જેઓ કુશળ વકતા હોય તેમના વ્યાખ્યાનો છપાઈને પ્રસિદ્ધ થાય તે તે જનસમાજને બહુ ઉપયોગી નીવડે. એવા ખ્યાલથી છેલ્લા ૪૦-૪૫ વર્ષોથી “વ્યાખ્યાન સંગ્રહ” પ્રસિધ્ધ થતા રહ્યા છે. જે બહુ કપ્રિય બન્યા છે. વ્યાખ્યાન સાંભળતી વખતે વક્તા પ્રત્યક્ષ હોય છે એટલે વકતાના હૃદયેના ભાવ પણ ઝીલાય છે. જે ખૂબ અસરકારક નીવડે છે. પરંતુ વ્યાખ્યાન સંગ્રહ વાંચતી વખતે એક વધુ લાભ એ હોય છે કે કઈ વાત એછી સમજાય તે તે ફરીને વાંચી શકાય છે. પ્રત્યક્ષ વ્યાખ્યાન શ્રવણને લાભ જે નથી લઈ શકતા તેઓને વ્યાખ્યાન સંગ્રહનું વાંચન, મનન જીવન રાહ બતાવવામાં માર્ગદર્શક બને છે. વિદ્વાન વકતાને સાંભળતા હૃદયમાં એવા ભાવ આવે કે આવું સાંભળ્યા જ કરીએ અને આ વકતવ્યને લાભ અન્યને પણ મળે તે કેવું સારું ! ખરેખર બન્યું પણ એવું. ખંભાત સંપ્રદાયના પ્રખર વ્યાખ્યાતા, મહાવિદુષી બા. બ. પૂ. શારદાબાઈ મહાસતીજીના વ્યાખ્યાન જયારે જ્યારે સાંભળવાને મોકે મળે ત્યારે ત્યારે એમ થાય કે અમારા બેરીવલીના ક્ષેત્રમાં આવે અપૂર્વ અવસર મળે તે કેવા અહેભાગ્ય! પણ આ તે નાના મોઢે મોટી વાત જેવું હતું, છતાં શ્રધાબળ અજબ કામ કરી જાય છે. પંદર પંદર વર્ષથી આવી ભાવના સાથે મહાવિદુષી પ્રખર વ્યાખ્યાતા બા. બ્ર. પૂ. શારદાબાઈ મહાસતીજીને બેરીવલીના ચાતુર્માસની વિનંતી ભાવપૂર્વક કરતા હતા, પૂ. મહાસતીજી પહેલી વખત બૃહદ મુંબઈના ક્ષેત્રમાં બિરાજતા હતા ત્યારથી વિનંતી ચાલુ હતી. તેઓશ્રી ગુજરાત તરફ પધાર્યા છતાં અમારો શ્રાધાને દીવડો જલતે જ રહ્યો હતો. બા. બ્ર. ભાવનાબાઈ મહાસતીજીની ભાગવતી દીક્ષા પ્રસંગે પૂ. મહાસતીજીને ફરીથી મુંબઈ પધારવાનું થયું અને શ્રધ્ધાદીપ ફરી સતેજ થ.
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy