SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા દર્શન ૨૪૩ વિચારમાં પડી ગયા કે માણસ બહુ સુખી હોય તે આજના ઉતારેલા કપડા કાલે ન પહેરે પણ આ તે દાગીના ઉતારીને ફેંકી દે છે. કેટલી ઋધિ હશે ! આ લોકને સંપત્તિ મળી હતી તેને સદ્વ્યય કરતાં હતાં. આજે તે કરેડાની સંપત્તિ મળી હોય છતાં દષ્ટિ કેટલી ટૂંકી છે! દાળ, શાક વધે તે કીજમાં મૂકી દે ને બીજે દિવસે વાસી ખાય છે. પૂર્વભવની વાસી કમાણી ખાય છે ને અન્ન પણ વાસી ખાવા લાગ્યા, અને ફાટેલા કપડાં ભેગા કરીને એક સ્ટીલની બાલ્ટી ખરીદીને હરખાય. શું મારે તમારા વખાણ કરવા! આ ફ્રીજ આવ્યાને ગરીબના મઢ જતાં અટકયું. પહેલાનાં માણસો પિતાને માટે બનાવેલી રસોઈ જમતાં વધે તે ગરીબને આપી દેતાં. ફાટેલા કપડાં ગરીબને પહેરાવતાં હતાં. આ દષ્ટિ આજે ચાલી ગઈ છે. આજે તે ખાવાપીવામાં પણ કેટલે ભેદભાવ વધી ગયા છે. શાલીભદ્રને ઘેર ભેદભાવ ન હતાં. પિતે જે ખાય તે નકર ચાકરેને ખાવા મળતું. પોતે જે મહેલમાં રહેતાં તે જ મહેલમાં નોકર ચાકરે અને દાસદાસીઓ વસતાં હતાં, કેટલી બધી વિશાળતા હતી ! રાજા શ્રેણીક એક પછી એક માળ જોતાં આગળ વધ્યાં ને ભદ્રામાતા જે માળે વસતાં હતાં ત્યાં આવ્યા. ભદ્રામાતાએ શ્રેણીક રાજાનું ખૂબ સન્માન કર્યું. શાલીભદ્ર તે મહેલના સાતમે માળે વસતાં હતાં. દિીકરા-વહુના આવાસમાં સાસુ જાય નહિ એટલે તેણે નીચેથી બૂમ પાડી કે બેટા શાલીભદ્ર, નીચે ઉતર. આપણે ઘેર આપણા મહારાજા શ્રેણીક પધાર્યા છે. ત્યારે શાલીભદ્રે કહ્યું. બા ! શ્રેણીક હોય તે મૂલ્ય આપીને ખરીદી લે ને વખારમાં નાંખી દે. એને એ પણ ખબર નથી કે નગરીના મહારાજા શ્રેણક છે. ત્યારે માતાએ કહ્યું, બેટા! આ કંઈ ધાણાજીરું નથી કે ખરીદી લઉં. આ તે આપણું નાથ છે. એટલે તે નીચે આવે ને શ્રેણીક રાજાને પગે લાગ્યું. ત્યારે રાજાએ વહાલથી તેના માથે હાથ મૂકે. એટલે હાથ પણ તે ખમી શક્યા નહિ. તેનું શરીર પસીનાથી રેબઝેબ થઈ ગયું. હવે વિચાર કરો કે મહારાજા શ્રેણીકને વહાલભર્યો હાથ જે ખમી શક્યો નહિ તે તેની કાયા કેટલી કેમળ હશે ! રાજા તે ચાલ્યા ગયા પણ શાલીભદ્રને રોટ લાગી કે શું મારે માથે હજુ નાથ છે. મારે નાથ ન જોઈએ. આટલી ચોટ લાગતાં ૩૨ કન્યાઓને મેહ અને રજવાડા કરતાં પણ અધિક સંપત્તિનો ત્યાગ કરીને સાધુ બની ગયા. આવું સુકેમળ જેમનું શરીર હતું તે ગરમીમાં ગૌચરી નીકળતાં હતાં, ઉગ્ર તપશ્ચર્યા કરતાં હતાં. તેમને કંઈ નહિ થતું હોય ! તેમની કાયા કેમળ હતી પણ કર્મો ખપાવવા માટે આત્માને વજી જે બનાવી દીધું હતું. ઘરમાં બેઠાં બેઠાં કર્મો ન ખપે. તમે એમના જેટલાં તે કેમળ નથી ને? છતાં
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy