SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા દશન २४० ટળી જશે, પણ ભેાગના ભિખારીઓને આ વાત ગળે ઉતરે તે ને ? અને તા ભૌતિક સુખની ભીખ માંગવાનું બહુ ગમે છે. પેાતાની પાસે અનંત સુખને ખજાના ભરેલા હાવા છતાં જો બહાર ભીખ માંગતા ફરે તા તેને કેવા કહેવા ? એક લાખાપતિ શેઠ હતાં, પણ એમના ક્રમનશીબ એવા કે પેાતાની પાસે લાખાની મિલ્કત હાવા છતાં અને નિધન રહેવા સર્જાયા હતા. એની લાખાની મિલ્કત એના નામે એકમાં જમા હૈાવા છતાં પેાતાની એ મિલ્કતને નહિ વાપરતા ખીજાના નામની મિલ્કતને વિશ્વાસઘાત કરી પેાતાના હક્કની બનાવવાના એને હડકવા લાગ્યા. એને ખાતર એણે કંઈક ધાંધલ ને ધમાલ કર્યો, કાટે ચઢયા, કેશ કર્યો તેનેા ખર્ચ કરવામાં બધી મિલ્કત તથા ઘરબાર વેચી દીધા. પત્નીના દાગીના પણુ વેચવા પડયા. પારકી મુડી પચાવવા જતાં અ ંતે ક્રમે શું કર્યુ ? મગજ ગુમાવ્યુ' ને આખી જિંદગી મેડ હાઉસમાં પૂરી કરી. ન તેા ખીજાની મિલ્કતને સ્વામી ખની શકયા કે ન તા પેાતાની લાખાની મિલ્કતમાંથી હજાર રૂપિયા વાપર્યાના આનંદ પ્રાપ્ત કરી શકા. અંધુઓ ! જરા વિચાર કરો. આ વાત બહુ સમજવા જેવી છે. એ તે લાખાપતિ હતા પણ ઘરઘરમાં ભટકવાની એને ટેવ પડી હતી પણ આપણે। આત્મા તા લાખાપતિ નહિ, કરે।ડપતિ નહિ, અબજપતિ નહિ પણ અનંત શક્તિપતિ છે. અનંતજ્ઞાન, અનંતદન, અનત સુખ અને અનંત વીરૂપ અનતી મિલ્કત એની આત્મએ કમાં જમા કરેલી પડી છે. છતાં તેનું જ્ઞાન નહાવાથી ધન-માલ, માગ, હવેલી, મેટર, ગાડી વગેરે જે નાશવંત મિલ્કત છે તેને પેાતાની બનાવવા માટે કેટલી મહેનત કરી રહ્યા છે એને એના હડકવા મટતા નથી. પેાતાની પાસે જે સંપત્તિ છે તેના ઉપયાગ કરી સતષ કે સુખ અનુભવી શકતા નથી. જે નથી તેને મેળવવાની ચિંતામાં સુખે ખાઈ પીને ઉંઘી શકતા નથી. ટૂંકમાં મારે કહેવાના આશય એ છે કે સંસારની ખાહ્ય સામગ્રીથી સુખ મેળવવા માટે ફાંફા મારતા માનવી સુખને સાચા રાહુ ભૂલી ગયા છે. એને ખબર નથી કે ખહ્ય સામગ્રીમાં સુખ આપવાની તાકાત નથી. કદાચ થાડું ક્ષણિક સુખ મળે પણ તેનાં કરતાં અનંતગણું દુઃખ આપે છે. બાહ્ય સામગ્રીથી મળતાં ઘેાડા સુખેના પ્રકાશમાં તેની આંખા એવી અંજાઈ જાય છે કે આત્માના મહાન શાશ્વત સુખ રૂપી ઉછાળા મારતા સાગરને જોવાની શક્તિ ગુમાવી બેસે છે. આવી આંધળી દોટ અટકાવીને આત્મામાં ગુપ્ત રહેલાં અનંત સુખના માર્ગે આગળ વધવા માટે મહાન પુરૂષા કહે છે કે “ હું ચેતન! ઘર ઘર કાં તું ભટકે ! સુખ નહિ માહિર કાં તું લટકે! તું જે સુખની ખેાજ કરવા માટે બહાર ભટકી રહ્યો છે તે સુખ બહાર નથી પણ અંદર
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy