SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા દર્શન ૧૩૧ પુરૂષો આત્માને શરીરથી ભિન્ન સમજે છે. તેથી તેના પ્રત્યે નેહ રાખતા નથી અને અજ્ઞાની જીવને શરીર પ્રત્યે અનહદ નેહ હોવાથી સહેજ કંઈ થાય તે દુઃખ પામે છે. એને વ્રત નિયમ કરવાનું મન પણ થતું નથી, પણ યાદ રાખજો કે આ શરીરને ગમે તેટલું સાચે પણ શું રેગ નહિ આવે તે નક્કી છે? શરીર કેવું છે તે જાણે છે? “ જ્ઞાતિ મંદિFા” આ શરીર અનેક રોગોનું ઘર છે. જ્યાં સુધી શાતા વેદનીયને ઉદય છે ત્યાં સુધી બધા અંદર દબાયેલાં છે. જેમ સૂર્ય હોય ત્યાં સુધી અંધકાર આવતું નથી પણ જ્યાં સૂર્ય અસ્ત થયે ત્યાં અંધકાર આવી જાય છે તેમ જ્યાં સુધી શાતા વેદનીય રૂપી સૂર્ય ઉદયમાન છે ત્યાં સુધી શરીરને સાચો કે ન સાચો પણ વાંધો આવવાને નથી, પણ જ્યાં શાતા વેદનીય રૂપી સૂર્ય અસ્ત થાય છે ત્યાં અશાતા કર્મરૂપી અંધકાર આવી જાય છે, અને અંદર બેઠેલા રેગો કુંફાડા મારીને બહાર આવે છે. પછી ગમે તેટલી દવા કે ઉપચાર કરે પણ જ્યાં સુધી અશાતા વેદનીય કર્મો મંદ પડતા નથી ત્યાં સુધી રોગ મટતું નથી. બેલે, શરીરને ગમે તેટલું સાચ પણ કર્મ આગળ કેઈનું ચાલે છે? “ના.” દેવાનુપ્રિયે ! હવે બીજી રીતે વિચાર કરીએ તે આ શરીર કેવું છે? ચામડી જેને હું ચળકાવું, બે ઘડી સુંદર દર્શાવે મને, ચેપી જતુ એક જ ડંખે, પાસપરૂમાં સબડાવે મને, અંગ ઉપાંગે કેવા સુંદર, ઉપર શોભા કચરે અંદર..કોને પ્યાર કરૂં ... ઉપરથી આપણને સહામણું લાગે છે. તેને પફ પાવડરથી ભાવશે તે તે શેભા ઘડીભર સુંદર દેખાશે, પણ ઉપરથી મઢેલી ચામડીની ચાદર ખસેડી લઈએ તે અંદરથી ભારે બિહામણું છે, અને ઘણું ઉત્પન્ન કરનારું છે. અરે, તેના સંગ કરનારને પણ તે અપવિત્ર બનાવી દે છે. જેમ કે સુંગધીદાર મિષ્ટાને પેટમાં જાય એટલે દુર્ગધમય બની જાય છે. મલીન કપડાને મશીનમાં નાંખવામાં આવે તે તે સ્વચ્છ બનીને બહાર આવે છે ત્યારે શરીરરૂપી મશીન તે એવું છે કે તેમાં સારા પદાર્થ નાંખે તે પણ ખરાબ થઈને બહાર આવે છે. બેલે, આવા શરીર ઉપર રાગ કરવા જેવો છે ? “ના” અજ્ઞાની મનુષ્ય આ શરીરને રાગ કરી એને કષ્ટ ન પડે તે માટે વ્રતનિયમ, ઉપવાસ આદિ કરતાં નથી. જ્યારે જ્ઞાની પુરૂષ સમજે છે કે આ શરીર અનિત્ય ને અશુચિમય છે એમ સમજીને એને સાચવવાના મેહમાં આત્મસાધના ગુમાવતાં નથી. અન્ય ધર્મોમાં પણ કહ્યું છે કે જ્યાં આસક્તિ છે ત્યાં દુઃખ છે. જ્યાં આસક્તિ છૂટી ત્યાં દુઃખ સહેજે ચાલ્યું જાય છે. શ્રીમદ્ ભાગવતમાં દત્તાત્રયજીને એક દાખલ છે, એક વખત દત્તાત્રેયજી કયાંક જઈ રહ્યા હતાં. માર્ગમાં તેમણે એક દશ્ય જોયું.
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy